________________
બીજો પ્રકાશ -
દેશવિરતિ
ત્યાર પછી આ પ્રમાણે પશ્ચિમ અને ઉત્તર દિશાના કોટના પણ બંને દ્વાર ઉઘાડીને તેણીએ કહ્યું: ખરેખર ! મેં આ ત્રણ દરવાજા ઉઘાડ્યા. હવે જે બીજી સ્ત્રી સતીત્વના ગર્વને ધારણ કરતી હોય તે આ ચોથા દ્વારને ઉઘાડે. પરંતુ તે કોઈએ પણ ન ઉઘાડ્યું. તે દ્વાર આજે પણ બંધ રહેલું સંભળાય છે. સાસુ-નણંદ વગે૨ે દુર્જનો ત્યારે કાળામુખવાળા થયા. તથા પોતાની પત્રીના શીલને જોઈને પતિનું મુખ શરદચંદ્રની જેમ દેદીપ્યમાન થયું. ત્યાર પછી નગરના લોકોથી જેના ગુણો ગવાઈ રહ્યા છે એવી તે સુભદ્રા સતીને તે નગરના સ્વામીએ સારાં વસ્ત્ર, અલંકાર આદિ આપ્યા. પછી તે મહોત્સવથી પોતાના ઘરે આવી. ત્યારે તે મહાસતીથી પ્રતિબોધ પામેલો રાજા વગેરે સઘળોય લોક જૈન ધર્મ સ્વીકારીને તે સતીની સ્તુતિ કરીને પોતાના સ્થાને ગયો. પશ્ચાત્તાપમાં તત્પર તેના કુટુંબે પણ તેની પાસેથી જૈન ધર્મનો સ્વીકાર કર્યો. બુદ્ધદાસ નામના તેના પતિએ તે દિવસથી માંડીને સત્ય શ્રાવક થઈને તેની સાથે સુખેથી સત્પ્રીતિથી કાળ પસાર કર્યો. આ પ્રમાણે બંને પણ લાંબા કાળ સુધી ગૃહસ્થ ધર્મને પાળીને અંતે સંયમ આરાધીને સદ્ગતિના ભાગી થયા. આ પ્રમાણે ચોથાવ્રતમાં સુભદ્રાનું કથાનક પૂર્ણ થયું.
આ પ્રમાણે શીલના મહિમાને સાંભળીને બીજા પણ ભવ્યાત્માઓએ સત્થીલપાલનમાં આદરવાળા થવું જોઈએ. અહીં ભાવના આ પ્રમાણે ક૨વી
चिंते अव्वं च नमो, तेसिं तिविहेण जेहिं अबंभं ।
૧૩૧
चत्तं अहम्ममूलं मूलं भवगब्भवासाणं ॥ १॥
અર્થ- જેઓએ અધર્મના મૂળ અને સંસારના ગર્ભાવાસના મૂળ એવા અબ્રહ્મનો ત્યાગ કર્યો છે તેઓને ત્રિવિધથી નમસ્કાર થાઓ. આ પ્રમાણે ચિંતવવું.
આ પ્રમાણે ચોથું વ્રત કહ્યું. (૪૦)
હવે પાંચમું સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત કહેવામાં આવે છે
સ્થૂલ એવોં જે પરિગ્રહ તેનાથી વિરમણ સ્વરૂપ જે વ્રત તે સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત કહેવામાં આવે છે. તે ક્ષેત્રાદિ નવપ્રકારના પરિગ્રહના પરિમાણ સ્વરૂપ છે.
તે આ પ્રમાણે
ही गिद्धिमतं, परिहरिय परिग्गहे नवविहंमि । पंचमवए पमाणं, करेज्ज इच्छाणुमाणेणं ॥ ४१ ॥
પાંચમા પરિગ્રહ વિરમણ નામના વ્રતમાં ગૃહસ્થે અનંતગૃદ્ધિનો ત્યાગ કરીને નવપ્રકારના પરિગ્રહમાં આ વસ્તુ આટલી મારે છૂટી એ પ્રમાણે પરિમાણ કરવું જોઈએ. પરિગ્રહના નવ પ્રકાર (૧) ક્ષેત્ર (૨) વાસ્તુ (૩) હિરણ્ય (૪) સુવર્ણ (૫) ધન (૬) ધાન્ય (૭) દ્વિપદ (૮) ચતુષ્પદ (૯) કુષ્મના ભેદથી થાય છે. તેમાં ક્ષેત્ર એટલે ધાન્ય ઉત્પત્તિની ભૂમિ. તે સેતુ-કેતુ-ઉભયભેદથી ત્રણ પ્રકારની છે. તેમાં જે અરઘટ્ટ વગેરે જલથી સિંચાય તે સેતુક્ષેત્ર છે. આકાશના પાણીથી જેમાં ધાન્ય ઉત્પન્ન થાય છે તે કેતુક્ષેત્ર છે. બંને પ્રકારના પાણીથી જેમાં ધાન્ય ઉત્પન્ન થાય છે તે ઉભયક્ષેત્ર છે.