________________
આત્મપ્રબોધ
સિદ્ધો અવગાહનાથી શરીરના ત્રણ ભાગથી હીન અવગાહનાવાળા હોય છે. જરા-મરણથી મૂકાયેલા સિદ્ધોનું સંસ્થાન આવા પ્રકારનું નથી, અર્થાત્ અનિયત આકારનું છે. અહીં ગાથામાં ‘અહિત્યંત્યં’ શબ્દ છે. રૂસ્થં એટલે આવા પ્રકારને પામેલું. આવા પ્રકારને પામેલું રહે તે સ્થંસ્થા આવા પ્રકા૨ને પામેલું ન રહે તે અળિત્યંત્યં. વદન આદિ પોલાણ પૂરાવાથી પૂર્વના આકારથી અન્યથા આકારવાળું રહેવાથી અનિયત આકારવાળું છે એ પ્રમાણે ભાવ છે. વળી- સિદ્ધાદિ ગુણોને વિશે ‘સિદ્ધે ન વીદે ન ફૂસ્સે' ઇત્યાદિથી લંબાઈ આદિનો જે નિષેધ ક૨વામાં આવ્યો છે તે પણ પૂર્વ આકારની અપેક્ષાએ સંસ્થાન ‘ઞપ્તિસ્થંત્યં' હોવાથી જાણવો. પરંતુ સંસ્થાનના સર્વથા અભાવના કારણે ન જાણવો અર્થાત્ સંસ્થાનનો સર્વથા અભાવ નથી. (૧૩)
૨૭૬
પ્રશ્ન- આ સિદ્ધ ભગવંતો પરસ્પર દેશભેદથી (=જુદા જુદા સ્થાનમાં) રહેલા છે કે દેશભેદ વિના (=એક જ સ્થાનમાં) રહેલા છે ?
ઉત્તર
जत्थ य एगो सिद्धो, तत्थ अणंता भवक्खयविमुक्का । अण्णोण्णसमोगाढा, पुट्ठा सव्वे वि लोगंते ॥ १४ ॥
જ્યાં એક સિદ્ધ છે ત્યાં ભવનો ક્ષય થવાથી મુક્ત થયેલા અનંતા સિદ્ધો છે. અન્યોન્ય અવગાહીને સ્પર્શાયેલા સર્વે પણ લોકાંતે રહેલા છે. (૧૪)
સિદ્ધોનું લક્ષણ
હવે સિદ્ધોનું લક્ષણ આ પ્રમાણે છે—
असरीरा जीवघणा, उवउत्ता दंसणे य नाणे य ।
सागारमणागारं, लक्खणमेयं तु सिद्धाणं ॥ १५ ॥
સિદ્ધો શ૨ી૨ રહિત છે. વદન આદિ પોલાણ પૂરાવાથી જીવઘન છે. કેવલજ્ઞાનમાં અને કેવલ દર્શનમાં ઉપયોગવાળા છે. જો કે સિદ્ધત્વ પ્રગટ થયે છતે કૈવલજ્ઞાનના ઉપયોગનો સંભવ હોવાથી જ્ઞાન પ્રધાન છે તો પણ સિદ્ધનું આ લક્ષણ સામાન્ય છે એ જણાવવા માટે (ગાથામાં) પહેલાં સામાન્ય આલંબનવાળું દર્શન કહેલું છે. સામાન્ય વિષયવાળું દર્શન છે અને વિશેષ વિષયવાળું જ્ઞાન છે, તેથી સાકાર = સામાન્ય ઉપયોગ, અનાકાર = વિશેષ ઉપયોગ એ સિદ્ધોનું લક્ષણ છે. (૧૫) હવે કેવલજ્ઞાન અને કેવલદર્શનની સંપૂર્ણ વિષયતા છે તે બતાવે છે– केवलनाणुवउत्ता, जाणंति सव्वभावगुणभावे ।
पासंति सव्वओ खलु केवलदिट्ठीहिं णंताहिं ॥ १६ ॥ કેવલજ્ઞાન-કેવલદર્શનના વિષયની પૂર્ણતા
કેવલજ્ઞાનથી ઉપયોગવાળા સિદ્ધ ભગવંતો સર્વ પદાર્થોના સર્વ ગુણોને અને સર્વપર્યાયોને જાણે છે. ગુણો સહવર્તી હોય છે, પર્યાયો ક્રમવર્તી હોય છે. તથા અનંત કેવલદર્શનથી સર્વ પ્રકારે જ