________________
૨૭૫
ચોથો પ્રકાશ - પરમાત્મતા
ચાર હાથ અને એક હાથના ત્રણ ભાગમાંથી બે ભાગ રહે એટલે ૪ ૨/૩ હાથ સિદ્ધોની મધ્યમ અવગાહના કહેલી છે.
પ્રશ્ન- આગમમાં જઘન્યપદે સાત હાથ ઊંચાઈવાળાની સિદ્ધિ કહેલી છે. તેથી આ અવગાહના જઘન્ય થાય છે. મધ્યમ કેવી રીતે ?
ઉત્તર- એ પ્રમાણે નથી. તીર્થંકરની અપેક્ષાએ જઘન્ય પદમાં સાત હાથવાળાની સિદ્ધિ કહેલી છે. સામાન્ય કેવલી તો હીન પ્રમાણવાળા હોય તો પણ તેમની સિદ્ધિ કહેલી છે અને આ પણ અવગાહનાનું માન સામાન્ય કેવલીની અપેક્ષાએ વિચારાય છે તેથી કોઈ દોષ નથી. (૧૧)
જઘન્ય અવગાહનાનું સ્વરૂપ एगा य होइ रयणी, अद्वेव य अंगुलाई साहीया ।
एसा खलु सिद्धाणं, जहण्णओगाहणा भणिया ॥१२॥ એક હાથ પરિપૂર્ણ અને આઠ અંગુલી અધિક સિદ્ધની આટલી જઘન્ય અવગાહના છે. તે બે હાથવાળા કૂર્મા પુત્ર વગેરેની જાણવી. અથવા યંત્રપાલન આદિથી સંવર્તિત શરીરવાળા સાત હાથની ઊંચાઈવાળાની પણ જઘન્ય અવગાહના જાણવી. ભાષ્યકારે કહ્યું છે કે
जेट्ठाओ पंचधणुसय-तणुस्स मज्झा य सत्तहत्थस्स ।
देहत्तिभागहीणा, जहण्णिआ जा बिहत्थस्स ॥ १ ॥ અર્થ- પાંચસો ધનુષવાળાની ઉત્કૃષ્ટ અને સાત હાથવાળાની મધ્યમ અવગાહના અહીં શરીરના ત્રીજા ભાગે ન્યૂન સમજવી. જઘન્ય અવગાહના એક હાથ અને એક હાથનો ત્રીજો ભાગ સમજવી. એટલે કે ઉત્કૃષ્ટ ૩૩૩ ૧/૩ ધનુષ્ય, મધ્યમ ૪ ૨/૩ હાથ અને જઘન્ય ૧ ૧/૩ હાથ અવગાહના સમજવી.
सत्तूसिएसु सिद्धी, जहण्णओ कहमिहं बिहत्थेसु ? । सा किर तित्थयरेसु, सेसाणं सिज्झमाणाणं ॥२॥ ते पुण होज बिहत्था, कुम्मापुत्तादओ जहण्णेणं ।
अण्णे संवट्टियसत्त-हत्थसिद्धस्स हीणत्ति ॥ ३॥ આ બંને ગાથાનો અર્થ ઉપર આવી ગયો છે. (૧૨) હવે "મુક્તાનુવાદથી જ સિદ્ધોના સંસ્થાનનું લક્ષણ બતાવવામાં આવે છે
ओगाहणाइ सिद्धा, भवत्तिभागेण होइ परिहीणा ।
संठाणमणित्थंत्थं, जरमरणविप्पमुक्काणं ॥१३॥ ૧. ગાથામાં વિમુરા' એ પ્રમાણે મુક્ત પ્રયોગ કરવા દ્વારા જ અનુવાદ કરવાથી.