________________
૨૭૪
આત્મપ્રબોધ
જેટલા પ્રમાણવાળું સંસ્થાન આ મનુષ્યભવમાં હતું તે જ સંસ્થાનથી થયેલા શરીરનો ત્યાગ કરતા ચરમ સમયે સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ ધ્યાનના બળથી વદન-ઉદર આદિના છિદ્ર પૂરાવાથી ત્રીજા ભાગ જેટલું હીન પ્રદેશઘન શરીર હતું અને તે જ મૂલ પ્રમાણની અપેક્ષાએ પ્રદેશ ઘન ત્રિભાગહીન પ્રમાણ સંસ્થાન ત્યાં લોકાંતે તે સિદ્ધને હોય છે. બીજું હોતું નથી. (૯) હવે ઉત્કૃષ્ટ આદિ ભેદથી ભિન્ન અવગાહના બતાવાય છે
तिण्णि सया तेत्तीसा, धणूं तिभागो य होइ नायव्वो । एसा खलु सिद्धाणं, उक्कोसोगाहणा भणिया ॥१०॥
ઉત્કૃષ્ટ અવગાહનાનું સ્વરૂપ ત્રણસો તેત્રીશ ધનુષ અને એક ધનુષનો ત્રીજો ભાગ સિદ્ધોની આ ઉત્કૃષ્ટ અવગાહના કહેલી છે. તે પાંચસો ધનુષવાળા જીવોની જાણવી.
પ્રશ્ન- નાભિકુલકરની પતી મરુદેવી હતી. તે નાભિરાજાના શરીરનું પ્રમાણ પાંચસો પચીસ ધનુષ હતું. “સંય સંતાઈ ૩ખ્યત્ત વેવ તાદિ સE' સંઘયણ, સંસ્થાન અને ઊંચાઈ કુલકરની સમાન હોય છે એ વચન હોવાથી જેટલું નાભિ રાજાના શરીરનું પ્રમાણ હતું તેટલું જ શરીર પ્રમાણ મરુદેવીનું પણ હતું. પૂજય મરુદેવી સિદ્ધ થયા છે. તેથી તેના શરીરમાનનો ત્રીજો ભાગ ઓછો કરતાં સિદ્ધ અવસ્થામાં સાડાત્રણસો ધનુષ અવગાહના પ્રાપ્ત થાય છે તો પછી કહેવા પ્રમાણવાળી ઉત્કૃષ્ટ અવગાહના કેવી રીતે ઘટે ?
ઉત્તર- આ વાત એ પ્રમાણે નથી. કેમ કે મરુદેવીનું પ્રમાણ નાભિંરાજા કરતાં કંઈક ન્યૂન હતું. ઉત્તમ સંસ્થાનવાળી સ્ત્રીઓ ઉત્તમ સંસ્થાનવાળા પુરુષો કરતાં પોતપોતાના કાળની અપેક્ષાએ કંઈક ન્યૂન પ્રમાણવાળી હોય છે. તેથી મરુદેવી પણ પાંચસો ધનુષ પ્રમાણવાળી હતી. આ પ્રમાણે કંઈ પણ દોષ નથી. વળી મરુદેવા હાથીના સ્કંધ ઉપર આરૂઢ થયેલી સંકુચિત શરીરવાળી સિદ્ધ થઈ છે, તેથી શરીરનો સંકોચ થયો હોવાથી અધિક અવગાહનાનો સંભવ નથી. માટે વિરોધ નથી આવતો. ભાષ્યકારે કહ્યું છે કે
कह मरुदेवामाणं ?, नाभीतो जेण किंचिदूणा सा ।
तो किर पंचसयच्चिय, अहवा संकोचतो सिद्धा ॥ १ ॥ મરુદેવાનું માન કેટલું હતું ? નાભિરાજાથી કંઈક ન્યૂન પ્રમાણવાળી તે હતી. તેથી પાંચસો ધનુષવાળી જ તે હતી. અથવા સંકોચથી સિદ્ધિ થયેલી હતી. જો કે આ ગાથાનો અર્થ ઉપર કહેવાઈ ગયો છે. (૧૦)
મધ્યમ અવગાહનાનું સ્વરૂપ चत्तारि य रयणीओ, रयणितिभागूणिया य बोधव्वा । एसा खलु सिद्धाणं, मज्झिमोगाहणा भणिआ ॥११॥