________________
ચોથો પ્રકાશ પરમાત્મતા
૨૭૩ વિઘાત થતો નથી. પરંતુ અહીં અલોકમાં ધર્માસ્તિકાય આદિનો અભાવ હોવાથી તેની નજીકમાં જઈને રહેવું એ જ અલના જાણવી.
તથા સિદ્ધો પંચાસ્તિકાય સ્વરૂપ લોકના અગ્રભાગે ફરી ન આવવું પડે તે રીતે પ્રતિષ્ઠિત થયેલા છે. તથા અહીં મનુષ્ય લોકમાં શરીરનો ત્યાગ કરીને ત્યાં લોકના અગ્રભાગે સમયાંતરને અને પ્રદેશાંતરને સ્પર્ધ્યા વિના જઈ સિદ્ધ થયા છે.
સિદ્ધ થતા જીવની ગતિ પ્રશ્ન- સિદ્ધ કર્મરહિત હોવાથી તેમની ગતિ કેવી રીતે સંભવે ? ઉત્તર-પૂર્વપ્રયોગ આદિથી ગતિનો સંભવ હોવાથી દોષ આવતો નથી.
શ્રીભગવતી અંગમાં કહ્યું છે કે- નું અંતે અમે જરૂ પતિ ?, મા ! णिस्संगताए निरंगणताए गतिपरिणामेणं बंधणछेयणताए णिरिंधणताए पुव्वप्पओगेणं अकम्मस्स ન પં ત્યાદ્રિ ! " - આનો અર્થ આ પ્રમાણે છે- હે ભગવન્! કર્મરહિત જીવની ગતિ કેવી રીતે થાય ? હે ગૌતમ ! નિઃસંગપણે એટલે કર્મરૂપી મેલ દૂર થવાથી, નિરાગપણે એટલે મોહ દૂર થવાથી, ગતિ પરિણામથી એટલે તુંબડીના ફળની જેમ ગતિ સ્વભાવથી, બંધન છેદનથી એટલે એરંડફળની જેમ કર્મબંધનના છેદનથી, નિરિંધનથી એટલે ધૂમાડાની જેમ કર્મરૂપી ઇંધનથી મૂકાવાથી, પૂર્વપ્રયોગથી એટલે બાણની જેમ સકર્મ અવસ્થામાં ગતિના પરિણામથી, અર્થાત્ બાણને છોડતી વખતે પ્રયોગ હતો પછી પ્રયોગ વિના બાણ ગતિ કરે છે તેમ સકર્મ અવસ્થામાં જીવ ગતિના પરિણામવાળો હતો અને બાણની જેમ અકર્મ અવસ્થામાં પણ તે પરિણામ આવ્યો એટલે પૂર્વપ્રયોગથી ગતિ થઈ. તુંબડી આદિ દષ્ટાંતની વિશેષથી અર્થ યોજના તો સૂત્રથી જ જાણી લેવી. (૭)
સિદ્ધોનું સંસ્થાનમાન હવે ત્યાં ગયેલા સિદ્ધોનું જે સંસ્થાન-માન છે તે બતાવવામાં આવે છે–
दीहं वा हस्सं वा, जं चरिमभवे भवेज संठाणं ।
तत्तो तिभागहीणा, सिद्धाणोगाहणा भणिया ॥८॥ પાંચસો ધનુષ્ય પ્રમાણ દીર્ઘ અથવા બે હાથ પ્રમાણ તસ્વ. વા શબ્દથી વિવિધ પ્રકારની મધ્યમ અવગાહના છે. જે છેલ્લા ભવમાં સંસ્થાન હોય છે તે સંસ્થાનમાંથી વદન-ઉદર આદિના પોલાણ પૂરાવાથી ત્રીજા ભાગે હીન સિદ્ધોની અવગાહના એટલે પોતાની અવસ્થા જ તીર્થંકર ગણધરોએ કહેલી છે. અહીંના સંસ્થાન પ્રમાણની અપેક્ષાએ ત્રણ ભાગહીન ત્યાં સંસ્થાન છે એવો ભાવ છે. (૮)
આ જ વસ્તુ સ્પષ્ટપણે બતાવે છે– . जं संठाणं तु इहं, भवं चयंतस्स चरिमसमयंमि ।
आसी य पएसघणं, तं संठाणं तहिं तस्स ॥९॥