________________
૨૭૨
આત્મપ્રબોધ
સિદ્ધનું સ્વરૂપ હવે પ્રજ્ઞાપના આદિ સૂત્રોમાં કહેલી ગાથાઓથી સિદ્ધનું સ્વરૂપ સંક્ષેપથી કહેવાય છે. ત્યાં ઊંધી કરેલી છત્રીના સંસ્થાને (આકારે) રહેલી, સર્વ રીતે શ્વેત વર્ણવાળી, સમયક્ષેત્રની સમશ્રેણિએ પીસ્તાલીશ લાખ યોજન પ્રમાણવાળી, બહુ મધ્ય ભાગમાં આઠ યોજન પ્રમાણ જાડી, ત્યાર પછી બધી દિશાઓમાં અને વિદિશાઓમાં પ્રદેશની હાનિથી થોડી-થોડી ઘટતી, બધાયથી છેલ્લા પ્રદેશમાં માખીની પાંખથી પણ અતિ પાતળી, અંગુલના અસંખ્યય ભાગ જેટલી જાડી ઈષ~ાગભારા (સિદ્ધશિલા) પૃથ્વી છે. એ પૃથ્વીની ઉપર નિસરણીની ગતિથી (=સરળ ગતિથી) એક યોજને લોકાંત છે. તે યોજનાનો ઉપરનો જે ચોથો ભાગ એટલે કે એક ગાઉ છે તેના સર્વથી ઉપરના છઠ્ઠા ભાગમાં સિદ્ધ ભગવંતો અનંત ભવિષ્યકાળ સુધી સ્વસ્વરૂપે રહે છે. (૪) તેના સ્વરૂપને પ્રતિપાદન કરનારી ગાથા આ પ્રમાણે છે
तत्थ वि अ ते अवेया, अवेयणा निम्ममा असंगा य ।
संसारविप्पमुक्का, पएसनिव्वत्तसंठाणा ॥५॥
ત્યાં પણ તે સિદ્ધ ભગવંતો વેદ રહિત, વેદના રહિત, મમત્વ રહિત અને સંગ રહિત છે. સંસારથી મુક્ત છે. આત્મપ્રદેશથી નિષ્પન્ન સંસ્થાનવાળા છે..
સિદ્ધક્ષેત્રમાં ગયેલા સિદ્ધ ભગવંતો પુરુષવેદ આદિ વેદથી રહિત છે. સાતા-અસાતા વેદનાનો અભાવ હોવાથી વેદનાથી રહિત છે. મમત્વથી રહિત છે. બાહ્ય-અત્યંતર સંસર્ગથી રહિત છે. આવા શાથી છે ? આથી કહે છે- સંસારથી મૂકાયેલા છે. વળી કેવા છે? આત્મપ્રદેશોથી નિષ્પન્ન થયેલા સંસ્થાનવાળા છે. અહીં પ્રદેશ શબ્દથી આત્મપ્રદેશો જ જાણવા, પણ બાહ્ય પુગલો ન સમજવા. કેમ કે તેમણે સર્વ રીતે પાંચે શરીરોનો ત્યાગ કર્યો છે. (૫). અહીં પ્રશ્ન છે
હિં કિયા ? સિત, ëિ સિદ્ધ પદિમા ?
कहिं बोंदिं चइत्ता णं, कत्थ गंतूण सिज्झई ? ॥६॥ સિદ્ધો કોનાથી સ્કૂલના પામ્યા? સિદ્ધો કયા સ્થાનમાં પ્રતિષ્ઠિત થયા? કયા ક્ષેત્રમાં શરીરનો ત્યાગ કરીને ક્યાં જઈને સિદ્ધ થાય છે ? (૬) ઉત્તર
अलोए पडिहया सिद्धा, लोगग्गे य पइट्ठिया।
इहिं बोदिं चइत्ता णं, तत्थ गंतूण सिज्झई ॥७॥ સિદ્ધ ભગવંતો કેવલ આકાશરૂપ અલોકથી સ્કૂલના પામેલા છે. અહીં અલોકનો સંબંધ થયો અને એના કારણે વિઘાત થયો એમ લના ન સમજવી. કેમ કે સિદ્ધ ભગવંતોને કોઈનો પણ ૧. પ્રતમાં લાંબી-પહોળી-જાડી લખેલું છે પણ તે બરાબર નથી લાગતું.