________________
ચોથો પ્રકાશ - પરમાત્મતા
૨૭૧
તે સૂત્રમાં આ અને દિગંબરો એમ બંનેને પણ ગ્રહણ નથી કર્યા. તત્ત્વ તો કેવલીઓ અથવા બહુશ્રુતો જાણે. પ્રપંચથી સર્યું. આ પ્રમાણે સંક્ષેપથી સ્થાપના જિનનું સ્વરૂપ જણાવ્યું.
તથા જે જીવો તીર્થંકર રૂપે થાય છે તે દ્રવ્ય જિન કહેવાય છે. જેમકે શ્રેણિક વગેરે. અને તેઓ ભવિષ્યની અવસ્થાને આશ્રયીને વંદન કરવા યોગ્ય છે. શાસ્ત્રમાં સંભળાય છે કે- શ્રીવીર સ્વામીનો જીવ મરીચિના ભવમાં શ્રી ભરતચક્રી વડે વંદન કરાયો.
તથા જેઓ સમસ્ત યથાવસ્થિત જીવાદિ પદાર્થના સમૂહને પ્રકાશિત કરનારા કેવળજ્ઞાનને વામને સકલ લોકના લોચનને અતિ આનંદનો ઉત્સવ કરાવનારા નિરુપમ ત્રણ ગઢથી શોભતા સમવસરણના મધ્યભાગમાં સ્થાપન કરેલા વિચિત્ર રતખંડથી બનાવેલા સિંહાસન ઉપર બેઠેલા, વિશિષ્ટ અષ્ટ મહાપ્રાતિહાર્ય આદિ અરિહંત સંબંધી પરમ વિભૂતિને સાક્ષાત્ અનુભવે છે તે ભાવજિનો કહેવાય છે. તેઓ સદ્ભૂત માર્ગને બતાવવા આદિ દ્વારા સર્વજીવોને પરમ ઉપકાર કરનારા હોવાના કારણે સર્વદા વંદન-પૂજન-સ્તવન આદિને યોગ્ય છે. આ પ્રમાણે ચારે નિક્ષેપાથી જિનનું સ્વરૂપ કહ્યું. આ જ ચાર નિક્ષેપા જિન સિવાયના કેવલી અને સિદ્ધોને વિશે પણ આ જ પ્રમાણે યથાયોગ્ય ઘટાવી જોડવું. સઘળા પદાર્થો ચાર આદિ નિક્ષેપા વિનાના હોતા નથી. અર્થાત્ સઘળાય પદાર્થો ચાર આદિ નિક્ષેપાવાળા છે. (૩)
ભવસ્થ કેવલી હવે કેવલીઓના આહાર સંબંધી વિશેષ પિંડનિર્યુક્તિના વચનથી બતાવવામાં આવે છે- ओहो सुओवउत्तो, सुयनाणी जइवि गिण्हइ असुद्धं ।
तं केवली वि भुंजइ, अप्पमाणसुअंभवे इयरा ॥४॥ સામાન્યથી શ્રુતમાં ઉપયોગવાળો કદાચ અશુદ્ધ ગ્રહણ કરે તો કેવલી તેનું પણ ભોજન કરે. અન્યથા શ્રુત અપ્રમાણ થાય.
સામાન્યથી પિંડનિર્યુક્તિ આદિ રૂપ આગમમાં ઉપયોગવાળો આગમને અનુસાર કચ્યાકધ્યની વિચારણા કરતો શ્રુતજ્ઞાની સાધુ કોઈપણ રીતે અશુદ્ધ આહાર આદિને ગ્રહણ કરે તો પણ તે અશન આદિ કેવલજ્ઞાની પણ ભોગવે. જો તે પ્રમાણે ન કરે તો શ્રુતજ્ઞાન અપ્રમાણ થાય. તે આ પ્રમાણેછમસ્થ સાધુ શ્રુતજ્ઞાનના બળથી શુદ્ધ ગવેષણા કરવા ઈચ્છે છે પણ બીજા કોઈ પ્રકારથી નહીં. તેથી જો કેવલી શ્રુતજ્ઞાની વડે આગમના અનુસારે ગષણા કરાયેલું પણ અશુદ્ધ છે એમ જાણીને ન ભોગવે તો શ્રુતમાં અવિશ્વાસ થાય, અને એ પ્રમાણે શ્રુતને કોઈ પણ પ્રમાણરૂપે ન સ્વીકારે. શ્રુતજ્ઞાન અપ્રમાણ થયે છતે શ્રુતજ્ઞાન વિના છદ્મસ્થ જીવોને ક્રિયાકાંડના જ્ઞાનનો અસંભવ હોવાથી સર્વ ક્રિયાના લોપનો પ્રસંગ આવે. આ વાત શિષ્યાદિથી યુક્ત કેવલી ભગવંતને આશ્રયીને કહેલી છે. જો કેવલી સ્વયં એકાકી હોય તો પોતાના જ્ઞાનના બળથી યથાયોગ્ય શુદ્ધ જ ગ્રહણ કરે. અહીં જિનોને અને અજિનોને આશ્રયીને બીજું પણ ઘણું કહેવા યોગ્ય છે. પરંતુ ગ્રંથ ગહન થઈ જવાના પ્રસંગથી તે અહીં કહેવામાં આવતું નથી. આ પ્રમાણે ભવસ્થ કેવલીનું સ્વરૂપ સંક્ષેપથી કહ્યું.