________________
૨૭૦
આત્મપ્રબોધ
માટે પરિશુદ્ધ હોય, સ્વપરને જે સર્વથા પીડા કરનારું ન હોય એવું વચન બુદ્ધિથી વિચારીને બોલવું જોઈએ.
તેથી ઘણું કહેવાથી શું ? પરમાર્થથી તો કુદષ્ટિવાળા જીવો દુષ્ટ મિથ્યાત્વરૂપી પિશાચથી ગ્રસ્ત હોવાના કારણે પોતે ગ્રહણ કરેલા અસત્ પક્ષની પુષ્ટિ માટે ઘણા પ્રકારે ઇચ્છા મુજબ ઉસૂત્ર પ્રરૂપણાને કરતા અને લોકમાં ભાવસાધુની ઉપમાને ધારણ કરતા પોતાને અને મહામંદબુદ્ધિવાળા બીજા જીવોને અપાર સંસાર સમુદ્રમાં ડૂબાડે છે. જે ભવ્યજીવો સંસારના ભીરુ છે અને પોતાના ગુણોનું કુશલ ઇચ્છી રહ્યા છે. તેઓએ બગલા જેવા બાહ્ય ક્રિયામાં તત્પર, મહા અજ્ઞાની એવા તે મહાનિદ્વવોનો સર્વથા પરિચય ન કરવો જોઈએ. જો તેમનો પરિચય કરવામાં આવે તો તરત સદ્ભૂત સમ્યકત્વરત મલિન થાય છે.
જેઓના મનમાં શંકા છે તેઓએ સિદ્ધાંતમાં કહેલા અનેકાંત માર્ગને અનુસરીને તેઓની પરીક્ષા કરવી જોઈએ, પણ માત્ર બાહ્ય ક્રિયા જોઈને અનુરાગી ન થવું જોઈએ. કારણ કે સંસારમાં ભટકતા અભવ્ય જીવોએ આના કરતાં પણ અધિક બાહ્ય ક્રિયા અનંતવાર કરેલી છે.
વળી- આગમમાં પણ સમજ્ઞાનની અપેક્ષાએ ક્રિયાને ગૌણ કહી છે.
વ્યાખ્યા પ્રજ્ઞપ્તિના આઠમા શતકના દશમા ઉદેશામાં રહેલું સૂત્ર આ પ્રમાણે છે- હે ગૌતમ ! મારા વડે પુરુષો ચાર પ્રકારના કહેવાયા છે.
તેમાં પહેલા પ્રકારના પુરુષો છે તે પુરુષો શીલ સંપન્ન છે, શ્રુત સંપન્ન નથી. ઉપરત (= સાવધ પ્રવૃત્તિથી અટકેલા) છે અને ધર્મને સારી રીતે જાણ્યો નથી. હે ગૌતમ! આવા પુરુષો મારા વડે દેશ આરાધક કહેવાયા છે.
તેમાં જે બીજા પ્રકારના પુરુષો છે તે પુરુષો શીલસંપન્ન નથી, શ્રુતસંપન્ન છે, ઉપરત નથી, ધર્મના જાણકાર છે. હે ગૌતમ ! આવા પુરુષો મારા વડે દેશવિરાધક કહેવાય છે.
તેમાં જે ત્રીજા પ્રકારના પુરુષો છે તે પુરુષો શીલ સંપન્ન છે. શ્રુત સંપન્ન છે, ઉપરત છે અને ધર્મના જાણનારા છે. હે ગૌતમ ! આવા પુરુષો મારા વડે સર્વ આરાધક કહેવાયા છે.
તેમાં જે ચોથા પ્રકારના પુરુષો છે તે પુરુષો શીલસંપન્ન નથી, શ્રુત સંપન્ન નથી, ઉપરત નથી અને ધર્મના જાણનારા નથી. હે ગૌતમ ! આવા પુરુષો મારા વડે સર્વ વિરાધક કહેવાયા છે.
પ્રશ્ન-સ્થાનાંગ સૂત્રમાં જમાલી વગેરે સાત જ નિહ્નવો કહેવાયા છે અને આ તેની અંદર હોવાથી તેઓનું નિવપણું કેવી રીતે ઘટે ?
ઉત્તર- ‘મ ને ફર્વ સુન્ના વહવે મિક્સ' તૈયાયિક માર્ગને સાંભળીને ઘણા ભ્રષ્ટ થશે ઈત્યાદિ ઉત્તરાધ્યયનનું વચન પ્રમાણ હોવાથી દિગંબર આદિની જેમ આમનું પણ નિહ્નવપણું યુક્ત જ છે. અને જે સ્થાનાંગ સૂત્રમાં આમને ગ્રહણ નથી કર્યા, ત્યાં આ પ્રમાણે સંભાવના કરાય છે કેતે સૂત્રમાં નાના નિદ્વવોને ગ્રહણ કરેલા છે અને આ દિગંબરોની જેમ મહાનિદ્ભવો થયા છે. આથી