________________
ચોથો પ્રકાશ - પરમાત્મતા
૨૬૯ (૬) પ્રતીતસત્ય- કનિષ્ઠિકાને આશ્રયીને અનામિકાને દીર્ધ કહેવી અને તે જ અનામિકાને
મધ્યમાની અપેક્ષાએ નાની કહેવી તે પ્રતીત સત્ય. વ્યવહારસત્ય- પર્વત પર રહેલું ઘાસ બળતું હોવા છતાં પર્વત બળે છે એમ કહેવું તે
વ્યવહાર સત્ય. (૮) ભાવસત્ય- બગલામાં પાંચે વર્ણ હોવા છતાં શુક્લત્વ સ્વરૂપ ભાવની ઉત્કટતા હોવાના
કારણે બગલાને ધોળો કહેવો તે ભાવસત્ય. (૯) યોગસત્ય- (હાથમાં) દંડનો યોગ હોવાના કારણે તેને (=દંડ ધારણ કરનારને) જ દંડ
કહેવો તે યોગસત્ય. (૧૦) ઉપમા સત્ય- (મોટુ તળાવ હોય તેને જોઈને) આ તળાવ સમુદ્ર જેવું છે એમ કહેવું તે
ઉપમાસત્ય.
બાર પ્રકારની ભાષા- પ્રાકૃત – સંસ્કૃત - માગધ - પૈશાચ - સૌરસેની - અપભ્રંશ. આ છે પ્રકારની ગદ્ય અને પદ્ય ભેદથી ૧૨ પ્રકારની થાય છે. તેમાં અપભ્રંશ દેશવિશેષથી અનેક પ્રકારની છે.
સોળ વચનો(૧-૩) વર્ણત્રય- એક વચન - દ્વિવચન – બહુવચન. જેમકે વૃક્ષ: – વૃક્ષ – વૃક્ષા: (૪-૬) લિંગત્રિક- સ્ત્રીલિંગ પુલિંગ - નપુંસકલિંગ. જેમકે- મારી - વૃક્ષ: - ડું (૭-૯) કાલત્રિક-અતીત - અનાગત- વર્તમાન. જેમકે- અરોર્ - સ્થિતિ – રોતિ (૧૦) પ્રત્યક્ષ- જેમકે- માં, પુષ: (૧૧) પરોક્ષ- જેમકે સા, સ: (૧૨) ઉપનીત- ગુણ ઉપનયનરૂપ. જેમકે રૂપવાનર્થ = આ રૂપાળો છે. (૧૩) અપનીત- ગુણ અપનયનરૂપ. જેમકે ટુકશીતોડ્યું = આ દુઃશીલ છે. (૧૪) ઉપનીત-અપનીત- જ્યાં ગુણ બતાવી પછી અવગુણ બતાવવામાં આવે. જેમકે આ રૂપાળો
છે પણ દુઃશીલ છે. (૧૫) અપનીત-ઉપનીત- જ્યાં દોષ બતાવી પછી ગુણ બતાવામાં આવે. જેમકે આ દુઃશીલ છે,
પણ રૂપાળો છે. (૧૬) અધ્યાત્મ-અભિપ્રેત અર્થને છૂપાવવાની ઇચ્છાવાળો હોય છતાં સહસા તે જ વચન બોલાઈ
જાય.
આ પ્રમાણે કહેલા સત્ય આદિ સ્વરૂપે અવધારણ કરવા દ્વારા અરિહંતો વડે અનુજ્ઞાત એવું પણ વચન જો જિનાનુમત ન હોય, બુદ્ધિથી વિચારેલું ન હોય, બોલનાર અસંમત હોય, બોલવાને ઉચિત અવસર ન હોય તો તે ન બોલવું. કહ્યું છે કે- “જે વચન આ લોક-પરલોક એમ ઉભયલોકને