________________
૨૬૮
આત્મપ્રબોધ યૌગિક પ્રકૃતિ અને પ્રત્યયના જ બે વગેરેના સંયોગવાળું પદ તે યૌગિકપદ. જેમકે-૩પતિ અહીં ૩પ ઉપસર્ગ, ધાતુ અને તિ પ્રત્યય એમ ત્રણનો સંયોગ છે. તેનાથી (શત્રુની સામે) જાય છે એ અર્થમાં પતિ અહીં અભિ સેના પછી નામ ધાતુનો fજૂ પ્રત્યય લાગીને પેથતિ બન્યું છે.
ઉણાદિ- ૩ વગેરે પ્રત્યયાત્તવાળું પદ. જેમકે- મારુ, સ્વાદુ ક્રિયાવિધાન-સિદ્ધ ક્રિયાનો વિધિ, અર્થાત્ પ્રત્યયો જેને અંતે છે એવો. જેમકે-પત્તિ, પ:: ધાતુઓ- ક્રિયાને પ્રતિપાદન કરનારા પૂ વગેરે ધાતુઓ.
સ્વરો- આ કાર વગેરે અથવા પન્ન વગેરે સાત સ્વરો. ક્યાંક રસી એમ પાઠ છે. ત્યાં શૃંગાર વગેરે નવ રસો જાણવા.
[સાત સ્વરો (૧) સા - જ - મયૂરનો (૨) રિ - રિષભ કુકડાનો, વૃષભનો (૩) ગ - ગંધાર - હંસનો (૪) મ - મધ્યમ - બળદનો, ક્રૌંચનો (૫) પ - પંચમ - કોયલનો (૬) ધ- ધવત - સારસનો, ઘોડાનો. (૭) ની - નિષાદ - હાથીનો.
નવ રસો - શૃંગારરસ, હાસ્યરસ, કરુણારસ, રૌદ્રરસ, વીરરસ, ભયાનકરસ, બીભત્સરસ, અદ્ભુતરસ, શાંતરસ.]
વિભક્તિઓ- પ્રથમા વગેરે સાત વિભક્તિઓ. વર્ણો- કકાર વગેરે વ્યંજનો.
સત્ય- સત્ય શબ્દને ભેદ પૂર્વક જણાવવામાં આવે છે- ત્રણે કાળના વિષયવાળું સત્ય જેવી રીતે બોલવાની ક્રિયા (વચન)થી સદ્ભૂત અર્થના કારણે દશ પ્રકારનું હોય છે, તેવી જ રીતે અક્ષર લેખન આદિ ક્રિયાથી પણ સભૂત અર્થ જણાવવા વડે સત્ય દશ પ્રકારનું થાય છે. અર્થાત્ વચનથી સત્ય દશ પ્રકારનું છે તેમ અક્ષર લેખન આદિ ક્રિયાથી પણ સત્ય દશ પ્રકારનું છે. કેમકે- બંને (=વચન અને અક્ષર લેખન) સ્થળે (વ્યમવારતયા) કોઈ પણ જાતના ફેરફાર વિના બીજાને નહીં છેતરવાની અને સરળ અધ્યવસાયની સમાનતા છે. અર્થાત્ બોલવું અને અક્ષરલેખન સાદિ ક્રિયા કરવી એ બંનેમાં બીજાને નહીં છેતરવાનો અને સરળતાનો આશય હોય છે.
વચનસત્ય- વચન સત્યના દશ પ્રકાર આ પ્રમાણે છે(૧) જનપદસત્ય- ઉદક (પાણી)ના અર્થમાં પયઃ શબ્દ કોકણ આદિ દેશમાં રૂઢ થયેલું હોવાથી
પાણીને પયઃ કહેવું તે જનપદ સત્ય. (૨) સંમતસત્ય- કુવલય વગેરે પણ પંકમાં ઉત્પન્ન થતાં હોવા છતાં ગોપાલ વગેરેને પણ
અરવિંદ જ સંમત હોવાથી અરવિંદને જ પંકજ કહેવું તે સંમતસત્ય. (૩) સ્થાપના સત્ય- જિનપ્રતિમા આદિમાં જિન આદિનો વ્યવહાર કરવો તે સ્થાપના સત્ય. (૪) નામસત્ય-કુલને ન વધારતો હોવા છતાં કુલવર્ધન એમ કહેવું તે નામસત્ય. (૫) રૂપસત્ય- ભાવથી શ્રમણ ન હોવા છતાં શ્રમણના રૂપને ધારણ કરનારને શ્રમણ કહેવું તે
રૂપસત્ય.
Sા
છ