________________
ચોથો પ્રકાશ - પરમાત્મતા
સંયમીએ કેવું વચન બોલવું ?
પ્રશ્ન- `ફરી પણ કેવા પ્રકારનું સત્ય બોલવું જોઈએ ?
૨૬૭
ઉત્તર- જે દ્રવ્યોથી, પર્યાયોથી, ગુણોથી, કર્મોથી, બહુવિધ શિલ્પોથી, આગમોથી યુક્ત હોય, તથા નામપદ, આખ્યાતપદ, નિપાતપદ, ઉપસર્ગપદ, તદ્ધિતપદ, સમાસપદ અને સંધિપદથી યુક્ત હોય. વળી- હેતુ, યૌગિક, ઉણાદિ, ક્રિયા, વિધાન, ધાતુ, સ્વર, વિભક્તિ અને વર્ણથી યુક્ત હોય, તથા ત્રણ કાળના વિષયવાળું જે રીતે વચનથી દશ પ્રકારથી સત્ય છે તેવી રીતે ક્રિયાથી પણ દશપ્રકારનું સત્ય છે. તથા બાર પ્રકારની ભાષા છે. તથા સોળ પ્રકારનું વચન છે. વળી- અરિહંત વડે અનુજ્ઞાત હોય, સમીક્ષિત હોય આવા પ્રકારનું સત્યવચન સંયમીએ યોગ્ય અવસરે બોલવું જોઈએ.
આ દરેકનો અર્થ આ પ્રમાણે છે
દ્રવ્યોથી યુક્ત- ત્રણ કાળમાં રહેલા પુદ્ગલ આદિ વસ્તુઓથી યુક્ત.
પર્યાયોથી યુક્ત- નવા-પુરાણા આદિ ક્રમવર્તી ધર્મોથી યુક્ત.
ગુણોથી યુક્ત- વર્ણ વગેરે સહભાવી ધર્મોથી યુક્ત.
કર્મથી યુકત-ખેતી વગેરે વ્યાપારથી યુક્ત.
શિલ્પથી યુક્ત- આચાર્યથી પ્રરૂપિત ચિત્રકર્મ વગેરે ઘણા પ્રકારની ક્રિયાથી યુક્ત. આગમોથી યુક્ત- સિદ્ધાંતના અર્થથી યુક્ત.
નામપદ- નામ પદ બે પ્રકારે છે. વ્યુત્પન્ન = વ્યુત્પત્તિવાળું દેવદત્ત વગેરે. અવ્યુત્પન્ન વ્યુત્પત્તિ વગરનું ડિત્ય વગેરે.
=
આખ્યાતપદ- સાધ્ય ક્રિયાપદ- જેમકે- અરોત્ - જોતિ - રિતિ.
નિપાતપદ- તે તે અર્થને ઉદ્યોતિત કરવા માટે તે તે સ્થાનોમાં પડે તે નિપાત, જેમકે- ૬ - વા - વત્તુ ઇત્યાદિ.
ઉપસર્ગપદ- ધાતુની સમીપે જે જોડાય તે ઉપસર્ગ. જેમકે- X - પરા - અપ વગેરે.
તદ્ધિતપદ- ‘તેના માટે હિતકર' ઇત્યાદિ અર્થોને જણાવનારા જે પ્રત્યયો તે તદ્ધિત પ્રત્યયો છે. તે પ્રત્યયો જે પદને અંતે હોય તે પદ તદ્વિતપદ. જેમકે- ગાયોને હિતકર તે ગવ્ય દેશ. આ ગવ્ય દેશ છે, એટલે કે ગાયને હિતકર દેશ છે. આદિ શબ્દથી નાભિનો પુત્ર તે નાભેય.
સમાસપદ- પદોને ભેગા કરવારૂપ પદ-તત્પુરુષ વગેરે. જેમકે- રાજ્ઞ: પુરુષ:- રાનપુરુષ: સન્ધિપદ- નજીક લાવવું. તેનાથી બનેલું પદ. જેમકે ષિ + રૂતું = થીવું, તવ્ + યથા = તદ્યા વગેરે.
હેતુ- જે સાધ્ય વિના ન રહે તે હેતુ. જેમકે- અનિત્ય: શઃ તાર્ વગેરે.
૧. અહીં ‘પુરૂ’ ફરી પણ. એટલે કે પૂર્વવાક્યાર્થની અપેક્ષાએ ઉત્તર વાક્યાર્થને ‘ઞ ્' પાદપુરણ અર્થમાં છે. ૨. યુક્ત શબ્દ ‘વર્નનુત્તું' ત્યાંથી લેવાનું છે.