________________
૨૬૬
આત્મપ્રબોધ
એક જ ધર્મકાર્ય કરે એવો કયો નિયમ છે? તેથી સમ્યગ્દષ્ટિઓએ બધા ય કાર્યોમાં સમાન દૃષ્ટિથી શ્રદ્ધા કરવી, પરંતુ જિનોક્ત ધર્મકૃત્યનો કુદષ્ટિની જેમ પોતાની મતિથી કંઈ પણ નિષેધ ન કરવો.
વળી- જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં પ્રથમ જિનેશ્વરના નિર્વાણ સ્થાને સૂપ કરવાના અધિકારમાં નિમત્તા ધો' એવો પાઠ છે. તેથી આગમમાં જો સ્તૂપ નિર્માપણને પણ જિનભક્તિ કહી છે તો પછી જિનચૈત્ય નિર્માણ તો સ્પષ્ટ જિનભક્તિ છે જ. તેમાં સંદેહ કેવો ?
વળી- મહાનિશીથ સિદ્ધાંતમાં શ્રાવકોને આશ્રયી ચૈત્ય નિર્માપણ આદિનો અધિકાર અને સાધુઓને આશ્રયી ચૈત્યવંદન આદિનો અધિકાર સ્પષ્ટપણે બતાવેલો છે અને તે ધર્માર્થીઓએ સ્વયં જ સમદષ્ટિથી વિચારવા યોગ્ય છે.
વળી- વ્યવહાર સૂત્રમાં “ગદેવ સM માવિયાડું પસિઝા તહેવ મોનોફઝા' ઇત્યાદિ પાઠમાં ચૈત્યની સાક્ષીએ આલોચના કરવી જોઈએ એ પ્રમાણે કહેલું છે. આ પ્રમાણે કેટલાં આગમ વચનો બતાવાય ? ઘણાં આગમોમાં સ્થાપના આદિ અધિકાર વિદ્યમાન છે.
વળી- તેઓએ જે કહ્યું કે- બત્રીશ જ આગમો પ્રમાણ છે. મહાનિશીથ વગેરે તો તેનાથી બહાર હોવાથી પ્રમાણ નથી. તેનો ઉત્તર આ છે- નંદીસૂત્રમાં સાક્ષાત્ કહેલા આગમોનું ઉત્થાપન કરીને જે તમે બત્રીશ જ આગમોને પ્રમાણે કરો છો તે કોની આજ્ઞાથી ? એમ પણ ન કહેવું કે તેવા પ્રકારના ઉત્કૃષ્ટ જ્ઞાનથી કહીએ છીએ. કેમ કે આ ક્ષેત્રમાં હમણાં તેવા પ્રકારના જ્ઞાનનો અભાવ છે.
વળી- આ કાળમાં શ્રીવીર ભગવાનની વાણીના પરમ વિશ્રામભૂત, વીર ભગવાનની પરંપરામાં થયેલા, તેમની આજ્ઞાથી જ વર્તમાનકાલિક સર્વ સિદ્ધાંતને લખાવનારા, મહા ઉપકારી શ્રી દેવદ્ધિ ક્ષમાશ્રમણે સર્વ સાધુઓને સમ્મતપણે જે સિદ્ધાંતો પુસ્તકોમાં આરોપિત કર્યા તેનું ઉત્થાપન કરનારા તમોને સ્પષ્ટ જ જિનાજ્ઞાનું વિરાધકપણું આવી પડ્યું.
વળી-આગમમાં પ્રમાણ કરાયેલા નિર્યુક્તિ-ચૂર્ણ-ભાષ્યવૃત્તિનો પણ ઉત્થાપન કરવાથી તમોએ જિનાજ્ઞાની વિરાધના કરી છે. ભગવતી સૂત્રમાં (૨પમા શતકમાં બીજા ઉદેશામાં) પાઠ આ છે
सुत्तत्थो खलु पढमो, बीओ निजुत्तिमीसिओ भणिओ ।
तईओ निरवसेसो, एस विही होइ अणुजोगो ॥ १ ॥ અર્થ- અનુયોગનો આ વિધિ છે કે પહેલી વાર સૂત્રાર્થ કહેવો, બીજી વાર નિર્યુક્તિથી મિશ્ર અર્થ કહેવો. ત્રીજી વાર સંપૂર્ણ અર્થ કહેવો.
વળી- તેઓએ જે કહ્યું છે કે અમે સૂત્રને અનુસાર અર્થની પ્રરૂપણા કરીએ છીએ. નિર્યુક્તિ વગેરેથી શું પ્રયોજન છે ? તેનો ઉત્તર આ છે- આ અતિ અયોગ્ય છે. કારણ કે- સૂત્ર અતિગંભીર આશયવાળા હોવાને કારણ નિર્યુક્તિ આદિના પરિજ્ઞાન વિના ઉપદેશ આપનારાઓને નય-નિક્ષેપદ્રવ્ય-ગુણ-પર્યાય-કાલ-લિંગ-વચન-નામ-ધાતુ-સ્વર વગેરેનું જ્ઞાન ન હોવાના કારણે પદે પદે મૃષાવાદ આદિ દોષો સંભવે.
પ્રશ્ન વ્યાકરણ સૂત્રના બીજા સંવર દ્વારમાં કહ્યું છે કે