________________
ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ
૧૯૯
બાલ, વૃદ્ધ, નપુંસક, ક્લબ, જડ, વ્યાધિત, ચોર, રાજાપકારી, ઉન્મત્ત, આંધળો, દાસ, દુષ્ટ, મૂઢ, ઋણાર્સ, જુગિત, અવબદ્ધ, ભૂતક અને શૈક્ષનિઃસ્ફટિક આ અઢાર પુરુષો દીક્ષાને અયોગ્ય છે.
(૧) બાલ- જન્મથી માંડીને સાત-આઠ વર્ષ સુધી બાલ કહેવાય છે. તે જેના તેના પરાભવનું સ્થાન હોવાથી અને ચારિત્રના પરિણામનો અભાવ હોવાથી દીક્ષાને યોગ્ય નથી. વળી બાલને દીક્ષા આપવામાં સંયમ વિરાધના વગેરે દોષો સંભવે છે. તે બાલ અજ્ઞાની હોવાથી લોઢાના ગોળા સમાન છે. જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં છજીવનિકાયનો વધ કરનારો થાય છે. તથા આ શ્રમણો નિર્દય છે, જેથી આ પ્રમાણે બાળકોને પણ બળાત્કારે દીક્ષારૂપી કારાગારમાં નાખીને તેઓની સ્વાધીનતાનો નાશ કરે છે, એ પ્રમાણે લોકમાં નિંદા થાય છે. વળી માતૃજનને ઉચિત તેની પરિચર્યા કરવામાં સ્વાધ્યાયભંગ થાય.
પ્રશ્ન- “છેલ્વરિતો પબ્લો , ફળ પાવય' ઇત્યાદિ (ગાથાઓ)માં છ વર્ષના અતિમુક્ત કુમારની દીક્ષાનો સ્વીકાર કેવી રીતે સંભળાય છે? - ઉત્તર- અહીં આ પ્રમાણે સંભાવના કરાય છે કે- તેને ત્રિકાળજ્ઞાની ભગવંતે સ્વયં દીક્ષા આપી હોવાથી દોષ નથી. અહીં અતિમુક્તકનો વૃત્તાંત અંતકૃત દશાંગ વગેરેને અનુસારે આ પ્રમાણે છે
અતિમુક્તકનું દૃષ્ટાંત પોલાસપુર નગરમાં વિજય નામનો રાજા હતો. તેને શ્રી નામની પટ્ટરાણી હતી. તેઓને અતિમુક્તક નામનો પુત્ર હતો. તે ઘણા યતપૂર્વક મોટો કરાતો ક્રમે કરી છ વર્ષનો થયો. તે અવસરે નગરની બહાર શ્રીવીર સ્વામી સમવસર્યા. ત્યાર પછી ગૌતમ ભગવાન સ્વામીને પૂછીને ભિક્ષા માટે નગરની અંદર આવ્યા. ત્યારે બાળકોની સાથે રમતો અતિમુક્તક કુમાર ગૌતમને જોઈને આ પ્રમાણે બોલ્યોઃ તમે કોણ છો ? શા માટે ભટકો છો ? ગૌતમે કહ્યું: અમે શ્રમણો છીએ. ભિક્ષા માટે ભમીએ છીએ. તો હે પૂજય ! આવો આપને ભિક્ષા અપાવું. એ પ્રમાણે કહીને તે કુમાર આંગળીમાં
૧. ભાગવતી દીક્ષા માટે અયોગ્યના ભેદો જણાવ્યા છે, તેમાં પ્રથમ ભેદ બાળનો છે. જૈન શાસ્ત્રકારોએ તે બાળને દીક્ષા માટે અયોગ્ય કહ્યો છે કે જે આઠ વર્ષથી ઓછી ઉમ્મરનો હોય, આઠ વર્ષ પૂર્ણ થયાં હોય તે અયોગ્ય નહિ. એ જ સ્થળે શ્રી પંચવસ્તુનું પ્રમાણ આપીને ગ્રન્થકારે દીક્ષાની યોગ્ય વયનું ઓછામાં ઓછું પ્રમાણ આઠ વર્ષનું પ્રતિપાદન કર્યું છે. આ આઠ વર્ષ જન્મથી અને ગર્ભથી બે રીતે ગણી શકાય, માટે શ્રી નિશીથચૂર્ણિનો આધાર લઈને “મારે વા મટ્ટમસ વિરíત્તિ'' એ બીજો મત જણાવ્યો છે. આમાં “ગર્ભાષ્ટમ' શબ્દ સંખ્યા પૂરક પ્રત્યયાત્ત છતાં ‘ગર્ભથી આઠમું એટલે આઠમાની શરૂઆત’ એવો અર્થ કરવો બરાબર નથી. કારણ કે પ્રકરણાનુસાર શાસ્ત્રની વિવક્ષા “સપૂર્ણ આઠ’ એવો અર્થ લેવાની છે. સર્વત્ર સિદ્ધાન્ત પણ એ જ છે. શ્રી નિશીથસૂત્રના ૧૧ માં ઉદેશાના ભાષ્યની ગાથા ૨૫૪ માં કહેલા ‘૩ઢે ત્થ ' શબ્દોથી આઠથી ન્યૂન વર્ષવાળાને ચારિત્રનો નિષેધ કર્યો છે અને ભાષ્ય ગા. ર૬૪ની ચૂર્ણિમાં ચૂર્ણિકાર મહારાજાએ લખ્યું છે કે “ઢસા સરિસોર નવમ ટસનું વિલા, માસે વા મટુમક્ષ વિવા-નમનો મક્વરિલે ' આ પાઠમાં આઠથી ઉપરની વયવાળાને શાસ્ત્રકારોએ દીક્ષા કહી છે, બીજા મતથી જે ગર્ભાસ્ટમની દીક્ષા લખી તે ગર્ભાસ્ટમનો અર્થ ચૂર્ણિકારે જન્મથી આઠમાં વર્ષનો’ લખ્યો છે. આ જન્મથી આઠમું એટલે ગર્ભથી આઠ પૂરાં. (ધર્મસંગ્રહ ભાષાંતર ભાગ બીજામાં પૂ.આ.શ્રીજંબુસૂરિ મહારાજે લખેલા ઉધ્ધોધનમાંથી સાભાર ઉદ્ધત.)