________________
ત્રીજે પ્રકાશ - સર્વવિરતિ હવે ક્રમથી આવેલા સર્વવિરતિ પ્રકાશનો આરંભ કરાય છે. તેમાં પહેલાં તેની પ્રાપ્તિના પ્રકારને સૂચવનારી આ આર્ય ગાથા છે
प्रत्याख्यानावरण-कषायचतुष्कक्षयोपशमभवनात् ।
लभते मानव एतां, देशविरतिमानविरतो वा ॥१॥ દેશવિરતિવાળો એટલે કે પાંચમા ગુણસ્થાને રહેલો અથવા પહેલા કે ચોથા ગુણસ્થાને રહેલો અવિરત માનવી પ્રત્યાખ્યાનાવરણ સ્વરૂપ ત્રીજા ચારે કષાયનો ક્ષયોપશમ થયે છતે આ સર્વવિરતિને પામે છે. ત્રિવિધ-ત્રિવિધના ભાંગાથી સર્વસાવદ્ય યોગથી નિવૃત્તિને સર્વવિરતિ કહે છે. દેવોતિર્યંચો અને નારકો તથાભવસ્વભાવના કારણે સર્વવિરતિને પ્રાપ્ત કરતા નથી. માટે અહીં માનવીને જ ગ્રહણ કર્યા છે.
વળી- આ સર્વવિરતિ દેશવિરતિની પ્રાપ્તિ સમયે થનારી કર્મની સ્થિતિમાંથી સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિનો ક્ષય થયે છતે જ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે પહેલાં વિસ્તારથી બતાવ્યું છે. તથા આ સર્વવિરતિની સ્થિતિનું પ્રમાણ પણ દેશવિરતિની જેમ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટી જાણવું. આવા પ્રકારની સર્વવિરતિ જેઓને હોય છે તેઓ સર્વવિરત સાધુઓ કહેવાય છે. તે બે પ્રકારના હોય છે. છાસ્થ અને કેવલી. તેમાં છઠ્ઠા ગુણસ્થાનથી માંડીને બારમા ગુણસ્થાને રહેલા મુનિઓ છઘસ્યો છે. તેરમા તથા ચૌદમા એમ બે ગુણસ્થાને રહેલા જીવો કેવલી છે. તેમાં આ પ્રકાશમાં તો છદ્મસ્થોનો જ અધિકાર છે. કેવલીઓ તેં પરમાત્મ સ્વરૂપ છે. આથી તેઓનું સ્વરૂપ ચોથા પ્રકાશમાં કહેવાશે. (૧)
| સર્વવિરતિને યોગ્ય-અયોગ્ય હવે અહીં શરૂઆતમાં સર્વવિરતિ સ્વીકારમાં પુરુષ-સ્ત્રી-નપુંસકોની યોગ્યતા-અયોગ્યતા બતાવાય છે
अट्ठारस पुरिसेसु, वीसं इत्थीसु दस नपुंसेसु ।।
पव्वावणा अणरिहा, इय अणला आहिया सुत्ते ॥२॥ પુરુષોમાં અઢાર, સ્ત્રીઓમાં વીશ અને નપુંસકોમાં દસ દીક્ષાને અયોગ્ય છે. આ પ્રમાણે સૂત્રમાં અયોગ્ય બતાવેલા છે. (૨) તેમાં દીક્ષાને અયોગ્ય અઢાર પુરુષો આ પ્રમાણે છે
बाले १ वुड्ढे २ नपुंसे ३ य, कीवे ४ जड्डे ५ य वाहिए ६ । तेणे ७ रायावगारी ८ य, उम्मत्ते ९ य अदंसणे १० ॥३॥ दासे ११ दुढे १२ य मुढे १३ य, अन्नत्ते १४ जुंगिए १५ इय ।. उच्चट्ठए १६ य भयए १७, सेहनिफेडिया १८ इय ॥४॥