________________
બીજો પ્રકાશ - દેશવિરતિ
૧૯૭
'TIM
નામને સાંભળવાથી જો કોઈ પણ લોક અને પિત્તળનું કહે તો તારે તેના વચનને ન માનવું. મારા વચનમાં વિશ્વાસ કરવો. ત્યાર પછી મુગ્ધ હોવાના કારણે તેણે તે પ્રમાણે જ સ્વીકાર્યું.
ત્યાર પછી તે માણસ તે અશુદ્ધ પણ આભરણને શુદ્ધ માનતો ચોક વગેરેમાં જતો લોકો વડે પછાયો. આ કંકણાયગલ કયા સોનીએ બનાવ્યું ? તેણે કહ્યું કે- અમક સોનીએ બનાવ્યું છે. ત્યારે પરીક્ષક લોકોએ સારી રીતે નિરીક્ષણ કરીને કહ્યું: આ તો પિત્તળનું છે. તે ધૂતારાથી તું ઠગાયો છે. ત્યાર પછી તેનાથી ગ્રાહિત ચિત્તવાળો થયો હોવાના કારણે તે માણસે આ પ્રમાણે વિચાર્યું. આ બધા લોકો તેના દ્વેષી છે, આથી આ પ્રમાણે કહે છે. આ મારું આભરણ તો શુદ્ધ સોનાનું છે. તેથી આ લોકો પોતાની ઈચ્છા પ્રમાણે ભલે કહે પણ હું આનો ત્યાગ નહીં કરું. તેથી આ પ્રમાણે સપુરુષના વચનનો અનાદર કરવાથી અને તે ધૂતારાના વચનમાં વિશ્વાસ કરવાથી તે માણસ અશુદ્ધ વસ્તુની પ્રાપ્તિથી ઠગાયો, અને શુદ્ધ વસ્તુનો ભાગી ન થયો. આ લૌકિક દૃષ્ટાંત કહ્યું. હવે આ જ દૃષ્ટાંત આત્મા ઉપર લાવવું જોઈએ. તે આ પ્રમાણે
સોનાના કંકણને ગ્રહણ કરનારો માણસ છે તે અહીં ધર્માર્થી જીવ જાણવો. જે સોની છે તે અહીં નિવાદિ કુગુરુ જાણવો. જે તેણે પહેલા સોનાનું કંકણ બતાવ્યું તે અહીં પહેલાં તેણે પચ્ચકખાણદાન-દયા વગેરે ધર્મકૃત્ય બતાવ્યું. જે તેણે પોતાનામાં વિશ્વાસ ઉત્પન્ન કરાવીને તેને પિત્તળનું કંકણ આપ્યું તે અહીં કુદષ્ટિએ વિવિધ રીતે ઠગવાની કલ્પનાથી તેના ચિત્તને વ્યર્ડ્સાહિત કરી એકાંતવાદથી યુક્ત, શ્રીમદ્ અરિહંતના ધર્મથી વિરુદ્ધ ધર્મસ્વરૂપ તેને ગ્રહણ કરાવ્યું. ત્યાર પછી જે પ્રમાણે તેણે તેનાથી પ્રેરણા કરાયેલો હોવાથી સત્પરુષના વાક્યને દ્વેષવાળું જાણીને ન માન્યું. તે પ્રમાણે આણે પણ મિથ્યાત્વીથી વ્યર્ડ્સાહિત ચિત્તવાળો થયો હોવાથી શુદ્ધ ધર્મનો ઉપદેશ કરનારા ગુરુના વચનને દ્વેષથી ઉત્પન્ન થયેલું જાણીને ન માન્યું. ત્યાર પછી જે પ્રમાણે તે અશુદ્ધ વસ્તુની પ્રાપ્તિથી ઠગાયો તે
માણે આ પણ શદ્ધ ધર્મની પ્રાપ્તિ ન થવાથી ઠગાયેલો દુર્ગતિનો ભાગી થાય છે. પછી તેને સધર્મની પ્રાપ્તિ દુર્લભ થાય છે. તેથી હે ભવ્ય જીવો ! જો તમને શુદ્ધ ધર્મની ઇચ્છા છે તો પહેલેથી જ નિહ્નવ વગેરે કુદૃષ્ટિઓના વચનોમાં વિશ્વાસનો ત્યાગ કરો અને શ્રીમદ્ અરિહંત પ્રણીત અનેકાંત ધર્મના ઉપદેશને કરનારા સદ્ગુરુના વચનોમાં વિશ્વાસ કરો. જેથી તરત પરમાત્મની સંપત્તિ પ્રગટ થાય. આ પ્રમાણે કુદૃષ્ટિના વચન ઉપર વિશ્વાસ કરવામાં સોનાના કંકણ બનાવનારનો ઉપનય કહ્યો.
इत्थं स्वरूपं परमात्मरूप-निरूपकं चित्रगुणं पवित्रं । सुश्रावकत्वं परिगृह्य भव्या, भजन्तु दिव्यं सुखमक्षयं च ॥१॥
लेशाद्देशाद्विरते-विचार एषोऽत्र वर्णितोऽस्ति मया । __ अनुसाराद् गन्थस्यो-पदेशचिन्तामणिप्रभृतः ॥ २॥
આ પ્રમાણે પ્રસંગ સહિત દેશવિરતિનું સ્વરૂપ કહ્યું. આવા પ્રકારના સ્વરૂપવાળું, પરમાત્માના સ્વરૂપનું નિરૂપણ કરનારું, વિવિધ ગુણવાળું અને પવિત્ર એવું સુશ્રાવકપણું ગ્રહણ કરીને હે ભવ્યો! દિવ્ય અને અક્ષય સુખને ભજો. ઉપદેશ ચિંતામણિ વગેરે ગ્રંથના અનુસાર આ દેશવિરતિનો વિચાર મેં અહીં સંક્ષેપથી વર્ણવેલો છે.
આ પ્રમાણે શ્રીમદ્ બૃહત્ ખરતર ગચ્છાધિરાજ શ્રી જિનભક્તિ સૂરીન્દ્રના ચરણરૂપી કમળને વિશે હંસ સમાન શ્રી જિનલાભ સૂરિએ સંગ્રહેલા આત્મપ્રબોધ નામના ગ્રંથમાં દેશવિરતિ નિર્ણય નામનો બીજો પ્રકાશ સમાપ્ત થયો. (૮૮)
શ્રી રસ્તુ