________________
૧૯૬
આત્મપ્રબોધ
અર્થ- જ્યાં સુધી જરા ન પડે, જ્યાં સુધી વ્યાધિ ન વધે, જ્યાં સુધી ઇંદ્રિયોની હાનિ ન થાય ત્યાં સુધીમાં ધર્મનું આચરણ કરવું જોઈએ.
વળી- જે પ્રમાણે તે બ્રાહ્મણ હજી દિવસ ઘણો છે એમ માનતો નિદ્રા અને નાટક જોવું વગેરે પ્રમાદમાં આસક્ત થયેલો ધનને પ્રાપ્ત ન કરવાથી પશ્ચાત્તાપમાં તત્પર થયો તે પ્રમાણે આ જીવ પણ પોતાનું આયુષ્ય ઘણું છે એમ માનતો, પાંચ ઇંદ્રિયોના વિષયમાં આસક્ત થયેલો આયુષ્ય પૂર્ણ થઈ જવાથી ધર્મ કર્યા વિના જ બીજી ગતિમાં જઈને દુ:ખથી દુ:ખી થયેલો “અહો ! વિષયમાં મગ્ન થયેલા મેં પૂર્વભવમાં સામગ્રી હોવા છતાં પણ શ્રી જિનધર્મ ન આરાધ્યો.” એમ પશ્ચાત્તાપને પામે છે. પરંતુ પાછળથી (પશ્ચાત્તાપ કરવા છતાં) કંઈ પણ કાર્ય સિદ્ધ ન થાય. તેથી હે ભવ્યો ! પહેલેથી જ પ્રમાદનો ત્યાગ કરીને સદ્ધર્મના પાલનમાં તત્પર થાઓ. જેથી તમારે સર્વ ઈષ્ટની સિદ્ધિ થાય. આ પ્રમાણે પ્રમાદ ઉપર દરિદ્ર બ્રાહ્મણનો ઉપનય છે. (૮૭)
નિદ્વવોનો વિશ્વાસ ન કરવો હવે આવા પ્રકારના શ્રાવકપણાને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા ભવ્યજીવોએ નિદ્વવ વગેરે કુદૃષ્ટિઓના વચનોમાં વિશ્વાસવાળા ન થવું જોઈએ તે બતાવે છે
जनस्य सत्काञ्चनकङ्कणद्वयी-निर्मापकस्योपनयं निशम्य सः । कुदृष्टिवाक्याश्रयणे पराङ्मुखो, भवेन्न चेद्वञ्चनमश्नुते ध्रुवम् ॥८८॥
સાચા સુવર્ણના બે કંકણ બનાવનારના ઉપનયને સાંભળીને જો કુદષ્ટિના વાક્યનો આશ્રય કરવામાં પરાફમુખ થતો નથી તો તે નક્કી ઠગાય છે.
સોનીની પાસે સાચા સોનાના બે કંકણ કરાવનાર માણસના ઉપનયને સાંભળીને શ્રાવકને ઉચિત ધર્મનો અભિલાષી તે ભવ્ય જીવ કુદષ્ટિઓના વાક્યોનો આશ્રય કરવામાં પરાભુખ થાય. તેનાં વચનોમાં વિશ્વાસ ન કરે. હવે જો તેમાં પરાભુખ ન થાય તો નક્કી ઠગાય છે. તેમાં વિશ્વાસ કરનારો તેના વચનમાં વ્યર્ડ્સાહિત ચિત્તવાળો થયેલો સદ્ગુરુના ઉપદેશનો અનાદર કરીને આત્મધર્મથી ભ્રષ્ટ થાય છે. સોનાના કંકણ બનાવનાર નરનો ઉપનય આ પ્રમાણે છે
સોનાના કંકણ યુગલ બનાવનાર સોનીનું દૃષ્ટાંત કોઈ એક ભોળા માણસે સોનીની પાસે સોનાના બે કંકણ બનાવ્યા. ત્યારે તે ધૂતારા સોનીએ તેને મુગ્ધ જાણીને તેને ઠગવા માટે બે કંકણ યુગલ બનાવ્યા. તેમાંથી એક સોનાનું અને બીજું પિત્તળનું. ત્યાર પછી તે સોનાનું કંકણ યુગલ તેને આપીને ઠગવાની બુદ્ધિથી એકાંતમાં તેણે કહ્યું : આ ગામમાં બધા લોકો મારા દ્વેષી છે. તેઓ મારું કરેલું શુદ્ધ પણ આભરણ અશુદ્ધ કહેશે. તેથી તું પહેલા મારું નામ લીધા વિના બધા લોકોને આ બતાવી અને શુદ્ધાશુદ્ધની પરીક્ષા કરાવીને આવ. પછી ઉજળું કરીને તારા હાથમાં પહેરાવું છું. ત્યાર પછી તે મુગ્ધ તેના કપટને નહીં જાણતો તેનું આભરણ તે જ પ્રમાણે લોકોને બતાવીને અને લોકના મુખથી તેની શુદ્ધતા સાંભળીને પાછો આવીને સોનીને તેનો વૃત્તાંત જણાવીને તે આભરણ આપ્યું. ત્યાર પછી તે સોનીએ પોતાની હસ્તલાઘવી કળાથી સોનાના કંકણયુગલને એકાંત દેશમાં મૂકીને તેના જેવા વર્ણ-પ્રમાણ-આકારવાળું બીજું પિત્તળનું કંકણ યુગલ તરત ઉજળું કરીને તેના હાથમાં પહેરાવીને કહ્યું: હવે પછી મારા