________________
૫૦
આત્મપ્રબોધ અર્થ- જે માણસ જિનેશ્વરની ગંધ પૂજા કરે છે તે ગંધથી સુગંધી, શુભ કાંતિવાળા અને શુભ રૂપવાળા શરીરને અને સૌભાગ્યને પ્રાપ્ત કરે છે અને (પરંપરાએ) મોક્ષ પદને પણ પામે છે. (૨૧).
जिणपूयणेण पुज्जो, होइ सुगंधो सुगंधधूवेण । તીન તિ(ત્તિ) સંતો, મgો મgઈદં તુ . ૨૨
અર્થ- સુગંધી ધૂપથી જે ધૂપપૂજા કરે છે તે પૂજ્ય થાય છે અને એનું શરીર સુગંધી થાય છે. દીપપૂજાથી દીપ્તિમાન (તેજવાળો) થાય છે. અક્ષત પૂજાથી અક્ષત બને છે. (=જન્મ મરણથી રહિત મોક્ષપદને પામે છે.) (૨૨)
पूयइ जो जिणचंद, तिण्णि वि संझासु पवरकुसुमेहिं ।
सो पावइ सुरसुक्खं, कमेण मुक्खं सयासुक्खं ॥२३॥ અર્થ- શ્રેષ્ઠ પુષ્પોથી જે જિનેશ્વરની ત્રણ સંધ્યાએ પૂજા કરે છે તે દેવસુખને પામે છે અને ક્રમે કરી શાશ્વત સુખવાળા મોક્ષને પામે છે. (૨૩)
दीवालीपव्वदिणे, दीवं काऊण वद्धमाणग्गे ।
जो ढोयइ सरसफले, वरसं सफलं भवे तस्स ॥२४॥ અર્થ- દીવાળી (વગેરે) પર્વ દિવસે જે વર્ધમાન સ્વામીની આગળ દીપપૂજા કરીને સરસ ફળને ધરે છે તેનું વરસ સફળ થાય છે. (૨૪)
ढोयइ बहुभत्तिजुओ, नेवेज्जं जो जिणिंदचंदाणं । ,
भुंजइ सो वरभोए, देवासुरमणुअनाहाणं ॥२५॥ અર્થ- ઘણી ભક્તિથી યુક્ત જે જિનેશ્વર ભગવંતોની આગળ નૈવેદ્યને ધરે છે તે દેવેન્દ્ર અસુરેન્દ્ર અને ચક્રવર્તીઓના ભોગોને ભોગવે છે. (૨૫).
जो ढोयइ जलभरियं, कलसं भत्तीइ वीयरागाणं ।
सो पावइ परमपयं, सुपसत्थं भावसुद्धीए ॥२६॥ અર્થ- જે ભાવશુદ્ધિપૂર્વક ભક્તિથી વીતરાગ ભગવંતની આગળ સુપ્રશસ્ત જલથી ભરેલા કળશને ધરે છે તે પરમપદ (મોક્ષ)ને પામે છે. (૨૬)
વ્યાખ્યા- છએ ગાથા સ્પષ્ટ અર્થવાળી હોવાથી વ્યાખ્યા લખી નથી. (સંક્ષેપથી અર્થ તો ઉપર જણાવ્યો છે.)
આ બધી પણ જિનપૂજા ભવ્યજીવોએ મન-વચન-કાયાની શુદ્ધિથી જ કરવી જોઈએ. કારણ કે શુદ્ધ ભાવથી કરેલી અલ્પ પણ જિનભક્તિ મહાફળને આપનારી થાય છે. કહ્યું છે કે- હું જિનમંદિરમાં જઈશ એ પ્રમાણે વિચારતો એક ઉપવાસના ફળને પામે છે. ઊભો થયેલો છઠ્ઠના ફળને પામે છે. ચાલવા માટે તૈયાર થયેલો અઠ્ઠમના ફળને પામે છે. જવા માટે માર્ગમાં પ્રવૃત્ત થયેલો શ્રદ્ધાળુ ચાર ઉપવાસના ફળને પામે છે. જિનમંદિરની બહાર પહોંચેલી પાંચ ઉપવાસના