________________
પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ
૫૧
ફળને પામે છે. જિનમંદિરની મધ્યમાં પ્રાપ્ત થયેલો પંદર ઉપવાસના ફળને પામે છે. જિનપતિને જોતાં જ માસ ઉપવાસના ફળને પામે છે. જો કે અહીં તેવા પ્રકારની ભાવશુદ્ધિ જ મુખ્ય કારણ જાણવું. આ પ્રમાણે આઠ પ્રકારની પૂજા કહી.
હવે આદિ શબ્દથી ગ્રહણ કરેલી સત્તર પ્રકારની અને એકવીશ પ્રકારની પૂજા નામમાત્રથી બતાવવામાં આવે છે–
ण्हवण १ विलेवण २ वत्थजुग ३ गंधारुहणं च ४ पुष्फरोहणयं ५ । मालारुहणं ६ वन्नय ७, चुन्न ८ पडागाण ९ आभरणे १० ॥ २७ ॥ मालकलावं सघरं ११, पुष्फप्पगरं च १२ । अट्ठमंगलयं १३ धूवुक्खेवो १४ गीयं १५, नर्स्ट १६, वजं १७ तहा भणियं ॥२८॥
ગાથાર્થ (૧).સ્નાન (૨) વિલેપન (૩) વસ્ત્રયુગલ (૪) ગંધ (૫) પુષ્પ (૬) માલા (૭) વર્ણ (૮) ચૂર્ણ (૯) પતાકા (૧૦) આભરણ (૧૧) માળાના સમૂહનો ઘર (૧૨) પુષ્પનો પગર (૧૩) અષ્ટ મંગળ (૧૪) ધૂપઉલ્લેપ (૧૫) ગીત (૧૬) નૃત્ય (૧૭) વાજિંત્ર.
આનો ભાવાર્થ આ પ્રમાણે છે- (૧) નિર્મળ જળથી સ્નાન કરાવવું. (૨) ચંદન વગેરેથી નવા અંગે નવ તિલક કરવા. (૩) વસ્ત્રયુગલનું પરિધાન કરાવવું. (૪) વાસચૂર્ણનો પ્રક્ષેપ કરવો. (૫) વિકસિત પુષ્પો ચઢાવવાં. (૬) પ્રભુના કંઠમાં ગૂંથેલી પુષ્પની માળા ચઢાવવી. (૭) પાંચે વર્ણના પુષ્પોથી સર્વાગે શોભા કરવી. (૮) કપૂર, કૃષ્ણાગરુ વગેરે સુગંધી દ્રવ્યોથી રચના કરવી. (૯) ધજા ચઢાવવી. (૧૦) છત્ર, મુગુટ વગેરે આભરણો ચઢાવવાં. (૧૧) પુષ્પનું ઘર બનાવવું. (૧૨) જિનની આગળ પાંચે વર્ણનાં પુષ્પોનો પૂંજ કરવો. (૧૩) અક્ષત વગેરેથી અષ્ટ મંગલનું આલેખન કરવું. . (૧૪) સુગંધી ધૂપ ઉખેવવો. (૧૫) ગીત ગાન કરવું. (૧૬) વિવિધ નાટક કરવું. (૧૭) શંખ, પણવ (ઢોલ), ઝલ્લરી વગેરે વાજિંત્રો વગાડવાં. આ સત્તર પ્રકારની પૂજા બતાવી. (૨૭-૨૮)
હવે એકવીસ પ્રકારની પૂજા બતાવાય છે. તે આ પ્રમાણેजिणपडिमाणं पूया, भेया इगवीस नीर १ चंदणयं २ । भूसण ३ पुष्फो ४ वासं ५, धूवं ६ फल ७ दीव ८ तंदुलयं ९ ॥ २९ ॥ नेवेज १० पत्त ११ पूगी १२, वारि १३ सुवत्थं च १४ छत्त १५ चामरयं १६ । वाजित्त १७ गीय १८ नर्से १९, थुइ २० कोसंवुड्ढि २१ इयहीरं ॥३०॥ 'જિનપ્રતિમાની પૂજા એકવીસ પ્રકારે છે.
ગાથાર્થ- (૧) નીર (૨) ચંદન (૩) ભૂષણ (૪) પુષ્પ (૫) વાસચૂર્ણ (૬) ધૂપ (૭) ફળ (૮) દીપક (૯) તંદુલ (૧૦) નૈવેદ્ય (૧૧) પત્ર (૧૨) સોપારી (૧૩) પાણી (૧૪) સુવસ્ત્ર (૧૫) છત્ર (૧૬) ચામર (૧૭) વાજિંત્ર (૧૮) ગીત (૧૯) નૃત્ય (૨૦) સ્તુતિ (૨૧) કોષની વૃદ્ધિ. આ એકવીસ પ્રકારી પૂજા છે.