SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પર આત્મપ્રબોધ આ પ્રમાણે ૧૦૮ પ્રકાર વગેરે બીજા પણ ઘણા પૂજાના પ્રકારો બીજાં શાસ્ત્રોમાંથી જાણી લેવા. આ પ્રમાણે દર્શન વિનયનો ચૈત્ય વિનય નામનો ત્રીજો ભેદ બતાવ્યો. બાકીના વિનયના ભેદોની વિસ્તારથી વ્યાખ્યા બીજા ગ્રંથોથી વિદ્વાનોએ સ્વયં જાણી લેવી. શુદ્ધિ-૩ હવે ક્રમે કરીને આવેલી ત્રણ શુદ્ધિ બતાવવામાં આવે છે (૧) જિન (૨) જિનમત (૩) જિનમતમાં રહેલાં એ ત્રણ સિવાય બધું અસાર છે એમ માનવું એ ત્રણ શુદ્ધિ છે. (૧) જિન = વીતરાગ (૨) અને જિનમત = સ્યાદ્ પદથી લાંછિત હોવાથી તીર્થકરોએ પ્રરૂપેલ યથાવસ્થિત જીવાજીવાદિ તત્ત્વ (૩) જિનમતમાં રહેલા = પરમેશ્વરના શાસનને અંગીકાર કરેલા સાધુઓ વગેરે. આ ત્રણને છોડીને બાકીનું એકાંતરૂપ ગ્રહથી ગ્રસિત થયેલું સર્વ પણ જગત વિચારવામાં આવે તો સંસારની અંદર પ્રાયઃ કચરાના ઢગલા જેવું છે. આ જિન- જિનમત- જિનમતમાં રહેલા ત્રણ જ સાર છે. બાકીનું બધું ય અસાર છે. આવા પ્રકારની વિચારણાથી જ સમ્યકત્વની વિશુદ્ધિ થતી હોવાથી આ ત્રણ શુદ્ધિ કહેવાય છે. બીજી જગ્યાએ તો બીજી રીતે ત્રણ શુદ્ધિ કહી છે. તે આ પ્રમાણે मणवायाकायाणं, सुद्धी सम्मत्तसाहणा तत्थ । मणसुद्धी जिणजिणमय-वज्जमसारं मुणइ लोयं ॥१॥ तित्थंकरचलणारा-हणेण जं मज्झ सिज्झइ न कजं । ' पत्थेमि तत्थ नन्नं, देवविसेसं च वयसुद्धी ॥ २॥ छिज्जंतो भिज्जतो, पीलिजंतो वि डज्झमाणो वि । નિવઝવેવયાળ, ન નમ નો તરસ તણુસુદ્ધી / રૂ . . અર્થ-મન-વચન-કાયાની શુદ્ધિ સમ્યકત્વના સાધનરૂપ છે. તેમાં મનશુદ્ધિ- જિન, જિનમતને છોડીને લોકને અસાર જાણે. વચનશુદ્ધિ- તીર્થકરના ચરણોની આરાધનાથી જો મારું કાર્ય સિદ્ધ ન થાય તો બીજા દેવ વિશેષને હું પ્રાર્થના નહીં કરું. કાયશુદ્ધિ- છેદાતો હોય, ભેદાતો હોય, પીલાતો હોય, બળાતો હોય, તો પણ જિનેશ્વરને છોડીને બીજા દેવતાઓને નમસ્કાર ન કરે તેને કાયશુદ્ધિ હોય. વ્યાખ્યા-મન-વચન-કાયા એ ત્રણ કરણની શુદ્ધિ સમ્યકત્વના સાધન સ્વરૂપ છે. ત્રિકરણની શુદ્ધિથી જ સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. (૧) તેમાં જ્યારે જિન અને જિનમતને છોડીને સારું ય જગત અસાર છે એ પ્રમાણે માને ત્યારે મનશુદ્ધિ થાય છે. આ પહેલી શુદ્ધિ છે. (૨) તથા તીર્થંકરનાં ચરણોની આરાધનાથી જો મારું કાર્ય સિદ્ધ નથી થતું તો તે કાર્યમાં અન્ય દેવને હું પ્રાર્થના નહીં કરું. આ જિનેશ્વરની ભક્તિથી જે કાર્ય ન થયું તો તેના સિવાય બીજાથી તે કાર્ય ક્યાંથી થશે ? આવું મુખેથી જે બોલવું તે વચન શુદ્ધિ છે. આ બીજી શુદ્ધિ છે.
SR No.005692
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2003
Total Pages326
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy