________________
પ્રથમ પ્રકાશ - સખ્યત્વ
પ૩
(૩) તથા જે શસ્ત્ર વગેરેથી છેડાતો હોય, ભેદતો હોય, પીડાતો હોય, બળાતો હોય તો પણ જિનને છોડીને બીજા દેવને જરા પણ કાયાથી ન નમે તેને કાયશુદ્ધિ હોય છે. આ ત્રીજી શુદ્ધિ છે. આ પ્રમાણે ત્રણ શુદ્ધિ કહી.
દૂષણ-૫ હવે પાંચ દૂષણ કહેવામાં આવે છે- શંકા, કાંક્ષા, વિચિકિત્સા, કુદષ્ટિપ્રશંસા અને કુદૃષ્ટિસંસર્ગ એ પાંચ સમ્યકત્વના દૂષણો છે.
(૧) શંકા- રાગ-દ્વેષથી રહિત યથાર્થ ઉપદેશ આપનારા સર્વજ્ઞ ભગવંતે કહેલાં વચનો વિશે સંશય તે શંકા. આ શંકા સમ્યકત્વનો ઘાત કરનારી હોવાથી સમ્યગદૃષ્ટિએ સર્વથા જ તેનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે લોકમાં પણ શંકા કરનાર માણસનું કાર્ય નાશ પામતું જ દેખાય છે. જે શંકા નથી કરતો તેની અવશ્ય જ કાર્યસિદ્ધિ થતી દેખાય છે. આ વિષે બે વ્યવહારીનું દૃષ્ટાંત છે.
બે વ્યવહારનું દૃષ્ટાંત એક નગરીમાં બે વ્યવહારી રહે છે. તેઓ પૂર્વ કર્મના કારણે જન્મથી જ દરિદ્ર છે. કોઈક વખત અહીં તહીં ભમતાં કોઈ એક સિદ્ધ પુરુષને જોઈને પોતાની સંપત્તિની સિદ્ધિ માટે તેની સેવા : કરવામાં તત્પર થયા. તેણે પણ એક વખત તેમની વિવિધ ભક્તિથી પ્રસન્ન થઈને તે બંનેને બે કંથા
આપીને આ પ્રમાણે કહ્યું: આ બંને કંથાને છ મહિના સુધી કંઠમાં ધારણ કરી રાખવી. ત્યાર પછી દરરોજ પાંચસો દીનાર આપશે. હવે બંને જણા બંને કંથાને લઈને પોતપોતાના સ્થાનમાં આવ્યા. ત્યારપછી તે બેમાંથી એક વ્યવહારીએ “કોણ જાણે આ કંથા છ મહિનાના અંતે યથોક્ત ફળવાળી થશે કે નહીં” ઇત્યાદિ પોતાના હૃદયમાં ઉત્પન્ન થયેલી શંકાથી અને લોકોની લજજાથી કંથાનો ત્યાગ કર્યો. બીજાએ તો તેના ફળની પ્રાપ્તિ સંબંધી શંકાનો અને લોકલજ્જાનો ત્યાગ કરીને છ. મહિના સુધી તેને ધારણ કરી. તેથી તે મહાઋદ્ધિવાળો થયો. ત્યાર પછી તેના ઋદ્ધિના વિસ્તારને જોઈને કંથાનો ત્યાગ કરનાર તે વણિક આજીવન પશ્ચાત્તાપવાળો થયો. બીજો તો યાવજીવ સુખી, ભોગી અને દાની થયો. આથી ભવ્યાત્માએ સવ્વસ્તુમાં જરાપણ શંકા ન કરવી. આ પ્રમાણે શંકા ઉપર બે વાણિયાનું દૃષ્ટાંત પૂર્ણ થયું.
(૨) કાંક્ષા- કાંક્ષા એટલે અન્ય- અન્ય દર્શનનો અભિલાષ. પરમાર્થથી ભગવાન અરિહંત પ્રણીત આગમમાં અવિશ્વાસ રૂપ કાંક્ષા પણ સમ્યકત્વને દૂષિત કરે છે. તેથી સમ્યગ્દષ્ટિઓએ તેના ત્યાગમાં યત કરવો જોઈએ. કારણ કે લોકમાં પણ કાંક્ષાને કરનારો માણસ અતિ દુઃખનો ભાગી થતો દેખાય છે. તેમાં આ દૃષ્ટાંત છે
કાંક્ષા ઉપર બ્રાહ્મણનું દૃષ્ટાંત * એક નગરમાં કોઈક બ્રાહ્મણ રહે છે. તે દરરોજ ધારા નામની પોતાની ગોત્ર દેવીની આરાધના કરે છે. ક્યારેક લોકોના મુખથી ચામુંડાને પ્રભાવવાળી સાંભળીને તેને પણ આરાધવા લાગ્યો. આ