________________
પ્રથમ પ્રકાશ - સમ્યક્ત્વ
आयरियपरंपरएण, आगयं जो उ छेयबुद्धीए ।
कोवयइ च्छेयवाइ, जमालिनासं स नासिहिइ ॥ १॥
૪૯
અર્થ- આચાર્યની પરંપરાથી આવેલું હોય તેને સાહસિક બુદ્ધિથી જ દૂષણ આપે છે તે પંડિતમાની જમાલિની જેમ નાશ પામે છે.
વ્યાખ્યા- આચાર્યો એટલે સંસારપાતના ભીરુ એવા સુધર્માસ્વામી વગેરે. તેઓની પ્રણાલિકાથી=પરંપરાથી આવેલું. વ્યાખ્યાન એટલે ક્યારેક વ્યવહાર નયની પ્રધાનતાથી તો ક્યારેક નિશ્ચય નયની પ્રધાનતાથી સૂત્રનો અભિપ્રાય. તે સૂત્રના અભિપ્રાયને જે કુતર્કના ગર્વથી ઉન્મત્ત મનવાળો સાહસિક બુદ્ધિથી દૂષિત કરે=આ આ પ્રમાણે નથી એમ વિરુદ્ધ બોલે, તે આ પ્રમાણે પોતાને પંડિત માનતો સર્વજ્ઞના મત ઉપર ગુસ્સો કરનારા જમાલિ નિહ્નવની જેમ નાશ પામે છે.
હવે વિક્રમ રાજાએ ઘણા સત્કા૨ અને સન્માન આપવા પૂર્વક ધનશ્રેષ્ઠીને રજા આપી. તે જલદીથી પોતાના સંઘની સાથે ફરી પણ ઉજ્જયંત પર્વત ઉપર આવ્યો. ત્યાં નેમિ જિવેંદ્રની શ્રેષ્ઠ વસ્ત્ર, આભરણ, પુષ્પ વગેરેથી વિશેષથી પૂજા કરીને, યાચકોને દાન આપીને અષ્ટાક્ષિકા ઉત્સવ કરીને, ત્યાંથી નીકળીને, પોતાના સંઘની સાથે પ્રયાણ કરતો તે ક્રમે કરીને હસ્તિનાપુર નગરમાં આવ્યો. ત્યાં રાજા વગેરે સકળ લોકોથી સન્માન કરાયેલો ધનશ્રેષ્ઠી લાંબા કાળ સુધી શ્રાવક ધર્મ પાળીને અને ઘણા પ્રકારે જિનશાસનની પ્રભાવના કરીને અંતે સદ્ગતિનો ભાગી થયો. આ પ્રમાણે તીર્થયાત્રાના અધિકારમાં વૃદ્ધ સંપ્રદાયથી આવેલું ધનશ્રેષ્ઠીનું કથાનક પૂર્ણ થયું. આ પ્રમાણે પાંચમી તીર્થયાત્રા નામની ભક્તિ કહી. એ કહેવા દ્વારા પાંચ પ્રકારની પૂજા કહી. (૧૯)
હવે આઠ પ્રકારની પૂજા કહેવાય છે—
.वरगंधधूवचुक्ख-क्खएहि कुसुमेहि पवरदीवेहिं ।
वेज्जफलजलेहि य, जिनपूआ अट्ठहा होइ ॥ २०॥
અર્થ- વરગંધ, ધૂપ, ચોખા-અક્ષતોથી, પુષ્પોથી, શ્રેષ્ઠ દીપકોથી અને નૈવેદ્ય, ફળ, જલથી જિનપૂજા આઠ પ્રકારની થાય છે.
વ્યાખ્યા- (૧) વરગંધ એટલે ઉત્તમ ચંદન વગેરે દ્રવ્યો. (૨) ધૂપ એટલે મિશ્રિત કરેલા અગુરુ વગેરે સુગંધી દ્રવ્યથી થયેલું. (૩) ચોખા અક્ષતો એટલે અખંડ ઉજ્વલ શાલિ વગેરે ધાન્યો. (૪) પુષ્પો એટલે પાંચે વર્ણના સુગંધી ફૂલો. (૫) શ્રેષ્ઠ દીપકો એટલે નિર્મળ ઘીથી પૂરેલા મણિ, સુવર્ણ વગેરેના દીવડાઓ. (૬) નૈવેદ્યો એટલે મોદક વગેરે (૭) ફળો એટલે નાળિયેર વગેરે. (૮) જલ એટલે નિર્મલ પવિત્ર પાણી. આ દ્રવ્યોથી આઠ પ્રકારની પૂજા થાય છે. એમ ગાથાર્થ છે. (૨૦) હવે આનું ફળ બતાવવામાં આવે છે–
अंगं गंधसुगंधं, वन्नं रूवं सुहं च सोहग्गं ।
पावइ परमपयं पि हु, पुरिसो जिनगंधपूयाए ॥ २१ ॥