________________
૧૭૪
આત્મપ્રબોધ
મુદ્રિકા અને વસ્ત્રને પૃથ્વીના શિલાપટ્ટ ઉપર મૂકીને પોતાના સ્થાનમાં ગયો. તે અવસરે શ્રી વીર સ્વામી ત્યાં સમવસર્યા. ત્યારે કુંડકોલિક પણ પ્રાતઃકાળે સ્વામી પાસે ગયો. આગળનો સર્વ પણ વૃત્તાંત કામદેવની જેમ જાણવો. વિશેષમાં એટલે કે અહીં આ વિષયમાં હેતુ-પ્રશ્ન વગેરેથી અન્યતીર્થિકોને નિરુત્તર કરવાથી સ્વામીએ તેની પ્રશંસા કરી. ત્યાર પછી તે કુંડકોલિક ચૌદ વર્ષ પછી તે જ પ્રમાણે મોટા પુત્ર ઉપર કુટુંબનો ભાર નાખીને સ્વયં પૌષધ શાળામાં રહ્યો છતો અગિયાર પ્રતિમાને આરાધીને તે જ પ્રમાણે સૌધર્મ દેવલોકમાં અરુણધ્વજ વિમાનમાં દેવ થયો અને મહાવિદેહમાં સિદ્ધ થશે.
સદાલપુત્ર પોલાસપુર નગરમાં ગોશાળાના મતની ઉપાસના કરનારો સદાલપુત્ર નામનો કુંભાર રહેતો હતો. તેને અગ્નિમિત્રા નામની પતી હતી. તથા ત્રણ ક્રોડ સોનૈયા દ્રવ્ય હતું. તેમાં એક ક્રોડ સોનૈયા નિધાન તરીકે મૂકેલા હતા. એક ક્રોડ સોનૈયા વ્યાજે મૂકેલા હતા અને એક ક્રોડ સોનૈયા ઘરવખરી તરીકે હતા. તથા દશહજાર ગાયોવાળું એક ગોકુળ હતું. વળી તેને પાંચસો દુકાનો હતી. એક વખત તે સદાલપુત્ર મધ્ય રાત્રિના સમયે અશોક વાટિકામાં આવીને ગોશાળાએ કહેલા ધર્મનું ધ્યાન કરતો રહ્યો. ત્યારે એક દેવે પ્રગટ થઈને તેને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! સવારે અહીં ઉત્પન્ન થયેલા જ્ઞાન અને દર્શનને ધારણ કરનારા, ત્રિકાળને જાણનારા, મહામાહણ અહમ્ આવશે. તારે તેની વંદન-નમસ્કાર આદિ સેવા કરવી. આ પ્રમાણે બે-ત્રણ વાર કહીને તે દેવ પોતાના સ્થાનમાં ગયો. ત્યારે સદાલ પુત્રે તે દેવના વચનને સાંભળીને વિચાર્યું. આવા પ્રકારના ગુણથી યુક્ત તો મારો ધર્માચાર્ય ગોશાળો છે. તે નક્કી સવારે અહીં આવશે ત્યારે હું તેમને વંદન વગેરે કરીશ. હવે પ્રભાતે શ્રીવીર સ્વામી ત્યાં સમવસર્યા. ત્યારે તે સદાલપુત્ર શ્રીવીર સ્વામીના આગમનને સાંભળીને બહુજનથી પરિવરેલો ત્યાં જઈને વિધિપૂર્વક સ્વામીને વંદન કરીને ઉચિત સ્થાને બેઠો.
સ્વામીએ પણ દેશના આપીને સદાલપુત્રને બોલાવીને રાત્રિમાં થયેલો સર્વ પણ વૃત્તાંત કહીને પૂછયું: હે સદાલપુત્ર! આ વાત સાચી છે? તેણે કહ્યું: હે સ્વામી! આ આ પ્રમાણે જ છે. ફરી સ્વામીએ કહ્યું: હે સદાલપુત્ર ! તે દેવે ગોશાળાને આશ્રયીને આ પ્રમાણે નહોતું કહ્યું. તેથી તેણે વિચાર્યું. પૂર્વે કહેલા ગુણોથી યુક્ત આ શ્રી મહાવીર સ્વામી છે તેથી હું આ પ્રભુને વંદન કરીને પીઠ, ફલક વગેરે માટે નિમંત્રણ કરું તો સારું થાય. આ પ્રમાણે વિચારીને તેણે સ્વામીને વંદન વગેરે કરવા પૂર્વક કહ્યું હે ભગવન્ ! નગરની બહાર મારી પાંચસો દુકાનો છે તેમાંથી તમે પીઠ, ફલક, શયા, સંથારો વગેરે ગ્રહણ કરીને વિચરો. તેથી સ્વામી આજીવિકના ઉપાસક એવા તેના વચનને સાંભળીને ત્યાં યથાયોગ્ય અચિત્ત પીઠ, ફલક વગેરે ગ્રહણ કરીને રહ્યા. ત્યારે એક દિવસ શાળામાંથી વાસણો બહાર કાઢીને તડકામાં મૂકતા એવા તે સદાલપુત્રને સ્વામીએ પૂછયું: હે સદાલપુત્ર ! આ વાસણો કેવી રીતે તૈયાર થાય છે ? તેથી તેણે માટીથી માંડીને બધું પણ વાસણો તૈયાર કરવાનું સ્વરૂપ સ્વામીની આગળ કહ્યું.
ત્યારે સ્વામીએ કહ્યું : આ વાસણો પુરુષાર્થથી તૈયાર કરાય છે કે પુરુષાર્થ વિના તૈયાર કરાય છે? તેણે કહ્યું કે સ્વામી ! પુરુષાર્થ વિના તૈયાર કરાય છે. કારણ કે પુરુષાર્થ વગેરે નથી, અને આથી જ બધા ય ભાવો નિયત છે. ત્યારે સ્વામીએ કહ્યું: જો કોઈ પણ માણસ તારા આ વાસણો