________________
બીજો પ્રકાશ - દેશવિરતિ
૧૭૫
ચોરી જાય અથવા ભાંગી નાખે અથવા તારી પત્ની સાથે ભોગો ભોગવે તો તે પુરુષને તું કાંઈ દંડ કરે? તેણે કહ્યું: હે સ્વામી ! હું તેને મારવું વગેરે દંડ કરું. તેથી આ પ્રમાણે સદાલપુત્રને પોતાના વચનથી પુરુષાર્થનો સ્વીકાર કરાવીને સ્વામીએ કહ્યું: જે આ પ્રમાણે ન કરે તેને તું મારવું વગેરે ન કરે. હવે જો પુરુષાર્થ વગેરે નથી, બધા ય ભાવો નિયત છે અને હવે અપરાધી માણસને તું મારવું વગેરે કરે છે તેથી તો પુરુષાર્થ વગેરે નથી એ પ્રમાણે તું જે કહે છે તે ખોટું થયું. હવે આ પ્રમાણે સ્વામીએ કહ્યું એટલે પ્રતિબોધ પામેલા સદાલપુત્રે તરત સ્વામીને વંદન કરીને સ્વામી પાસે બધો ય ધર્મ સાંભળીને ખુશ થયેલા તેણે આનંદ શ્રાવકની જેમ બાર વ્રતો સ્વીકાર્યા. વિશેષ એટલે કે દ્રવ્યાદિ સંખ્યા પૂર્વે બતાવી તે જ જાણવી. ત્યાર પછી તે પોતાના ઘરે આવીને પોતાની પતીને પણ તે વૃત્તાંત જણાવીને તે જ પ્રમાણે વ્રતો ગ્રહણ કરાવ્યાં. તે દિવસથી માંડીને તે શુદ્ધ શ્રાવક થયો. - હવે એક વખત ગોશાળો તે વાત સાંભળીને તે સદાલપુત્રને જિનધર્મથી ચલાયમાન કરવા માટે અને પોતાના ધર્મમાં લાવવા માટે આજીવિક સંઘથી પરિવરેલો તે નગરમાં આજીવિક સભામાં આવીને પોતાના વાસણ વગેરે મૂકીને કેટલાક આજીવિકોની સાથે સદાલપુત્રની પાસે આવ્યો. ત્યારે તે શ્રાવક તેને આવતો જોઈને આદર-સત્કાર વગેરે નહીં કરતો મૌન થઈને રહ્યો. ત્યારપછી તે ગોશાલક તે શ્રાવક વડે આદર નહીં કરાતો પીઠ-ફલક આદિ મેળવવા માટે તેની આગળ શ્રીવીર સ્વામીના ગુણોનું કીર્તન કરવા લાગ્યો કે હે દેવાનુપ્રિય ! અહીં મહામાયણ, મહાગોપ, મહાસાર્થવાહ, મહાધર્મકથાને કરનાર, મહા નિર્ધામક આવેલા છે ? સદાલપુત્રે કહ્યું: હે દેવાનુપ્રિય ! આવા પ્રકારના કોણ છે? ગોશાળાએ કહ્યું: શ્રીમાન શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આવા પ્રકારના છે. ફરી શ્રાવકે કહ્યું- તેઓ આવા પ્રકારની ઉપમાને ધારણ કરનારા કેમ છે? ત્યારે ગોશાળાએ કહ્યું છે સદાલપુત્ર ! શ્રી મહાવીર સ્વામી અનંતજ્ઞાન આદિને ધારણ કરનારા હોવાથી, ચોસઠ સુરેંદ્રોથી પૂજાતા હોવાથી મહામાહણ કહેવાય છે. તથા ભવ અટવીમાં ત્રાસ પામતા ઘણા જીવોને ધર્મમય દંડથી સારી રીતે રક્ષણ કરતા નિર્વાણ નામના મહાપાડાને પ્રાપ્ત કરાવતા મહાગોપ કહેવાય છે. તથા સંસાર અટવીમાં ઉન્માર્ગમાં પડેલા જીવોને મુક્તિપત્તનને પ્રાપ્ત કરાવનારા હોવાથી મહાસાર્થવાહ કહેવાય છે. તથા સન્માર્ગથી ભ્રષ્ટ થયેલા જીવોને ઘણા પ્રકારના અર્થ હેતુ વગેરેથી સન્માર્ગમાં લાવીને સંસારથી નિસ્તાર કરતા હોવાથી મહાધર્મકથક કહેવાય છે. તથા સંસાર સમુદ્રમાં ડૂબતા જીવોને ધર્મરૂપી નાવડીથી નિર્વાણરૂપી તીરની અભિમુખ કરતા હોવાથી મહાનિર્ધામક કહેવાય છે. - ત્યાર પછી તે સદાલપુત્રે ગોશાળાને કહ્યું: હે દેવાનુપ્રિય ! આવા પ્રકારના નિપુણ, આવા પ્રકારના નયવાદી, આવા પ્રકારના વિજ્ઞાનવાળા તમે મારા ધર્માચાર્ય શ્રીવીર સ્વામીની સાથે વિવાદ કરવા સમર્થ થાઓ? તેણે કહ્યું: સમર્થ ન થાઉં. શ્રાવકે કહ્યું તે કેવી રીતે ? તેણે કહ્યું: શ્રીવીર સ્વામી મને અર્થ-હેતુ વગેરેથી જ્યાં જ્યાં ગ્રહણ કરે છે ત્યાં ત્યાં મને નિરુત્તર કરે છે. તે કારણે હું તેઓની સાથે વિવાદ કરવા અસમર્થ છું. ત્યાર પછી તે શ્રાવકે તેને કહ્યું: હે દેવાનુપ્રિય ! જે કારણે તું મારા ધર્માચાર્યની આ પ્રમાણે સબૂતભાવગુણોની પ્રશંસા કરે છે તે કારણે હું તને પીઠ-ફલક વગેરેથી નિમંત્રણ કરું છું. પરંતુ એમાં મને ધર્મ થશે એમ વિચારીને વિનંતિ કરતો નથી. તેથી તું જા, મારી દુકાનોમાંથી ઇચ્છા પ્રમાણે પીઠ-ફલક આદિ ગ્રહણ કરીને વિચર. ત્યાર પછી તે ગોશાળો તેના વચનથી ત્યાં પીઠ-ફલક આદિ ગ્રહણ કરીને રહ્યો. પરંતુ જ્યારે સદાલપુત્રને કોઈ પણ પ્રકારથી