________________
આત્મપ્રબોધ
જિનશાસનથી ચલાયમાન કરવા માટે સમર્થ ન થયો ત્યારે સ્વયં જ ખેદ પામેલો પોલાસપુરથી નીકળીને બીજે ગયો. ત્યાર પછી તે સદાલપુત્ર સારી રીતે ધર્મનું પાલન કરતો ચૌદ વર્ષ પસાર થયે આનંદ વગેરેની જેમ પૌષધશાળામાં રહ્યો. ત્યાં ચુલનીપિતાની જેમ તેને પણ ઉપસર્ગો થયા. વિશેષ એટલું કે ચોથીવાર અગ્નિમિત્રા પતીને મારવાને આશ્રયીને દેવે વચનો કહ્યાં તેથી તે તેને પકડવા માટે તૈયાર થયો ત્યારે દેવ આકાશમાં ઊડી ગયો. પછી કોલાહલ થયા પછી અગ્નિમિત્રા પતી આવી. બાકી બધું પૂર્વ પ્રમાણે જ જાણવું. અંતે અરુણઅદ્ભુત નામના વિમાનમાં ઉત્પન્ન થયો અને મહાવિદેહમાં સિદ્ધ થશે.
૧૭૬
મહાશતક
રાજગૃહ નગરમાં મહાશતક નામનો ગૃહસ્થ રહેતો હતો. તેને પોતાની માલિકીનું ચોવીસ ક્રોડ સોનૈયા દ્રવ્ય હતું. તેમાં આઠ ક્રોડ સોનૈયા નિધાનરૂપે હતું. આઠ ક્રોડ સોનૈયા વ્યાજે મૂકેલું હતું. આઠ ક્રોડ સોનૈયા ઘરવખરી તરીકે હતું. તથા પૂર્વોક્ત પ્રમાણવાળા આઠ ગોકુળ હતા. વળી તેને રેવતી વગેરે તેર પતીઓ હતી અને તેમાં રેવતીને પોતાના પિતાના ઘર સંબંધી આઠ ક્રોડ સોનૈયા અને આઠ ગોકુળ હતા. બાકીની બાર સ્ત્રીઓને પોતાના પિતાના ઘર સંબંધી એક-એક ક્રોડ સોનૈયા અને એક-એક ગોકુળ હતા. હવે એક વખત તેણે પણ શ્રીવીરસ્વામીની પાસે આનંદની જેમ બારવ્રતો સ્વીકાર્યાં. પરંતુ પોતાની માલિકીમાં ચોવીસ ક્રોડ સોનૈયા અને આઠ ગોકુળ રાખ્યા. તથા રેવતી વગેરે તે૨ પત્ની સિવાયની પરસ્ત્રી સાથે મૈથુન સેવનનો ત્યાગ કર્યો. ત્યાર પછી તે મહાશતક શ્રાવક સુખેથી શ્રાવક ધર્મનું પાલન કરતો વિચરે છે. હવે એક વખત રેવતીના મનમાં આવો વિકલ્પ ઉત્પન્ન થયો કે- હું આ બાર પત્નીના વ્યાઘાત (વિદ્મ)થી પતિ સાથે સારી રીતે ભોગો ભોગવવા સમર્થ થતી નથી. તેથી આ બારેય શોક્યોને કોઈ પણ પ્રયોગથી જો મારું તો પતિ સાથે એકલી જ હંમેશાં ભોગોને ભોગવું. તથા આ બધાના દ્રવ્ય વગેરેની પણ હું સ્વામિની થાઉં. ત્યાર પછી પાપિણી એવી તેણીએ કોઈ વખત કોઈક બહાનાથી તેઓમાંથી છ શોક્યોને શસ્ત્રના પ્રયોગથી મારી નાખી. છને વિષના પ્રયોગથી મારી નાખી. તેઓના દ્રવ્યની સ્વયં સ્વામિની થઈ. ત્યાર પછી વિદ્ન વિના પતિ સાથે ભોગોને ભોગવતી તે રેવતી માંસ ખાવામાં લોલુપ થયેલી દ૨૨ોજ વિવિધ માંસ અને મદિરાનો સ્વાદ કરતી રહી.
હવે એક વખત નગરીમાં અમારિની ઘોષણા પ્રવર્તી હતી ત્યારે તે રેવતીએ પોતાના પિતાના ઘરના મનુષ્યોને બોલાવીને કહ્યુંઃ હે દેવાનુપ્રિયો ! તમે મારા ગોકુળમાંથી દ૨૨ોજ બે-બે વાછરડાઓને હણીને અહીં લાવો. ત્યાર પછી તેઓએ પણ તેના વચનથી તે જ પ્રમાણે કર્યું. ત્યાર પછી તે રેવતી તેનું માંસ ખાતી અને દારુને પીતી વિચરવા લાગી. ત્યાર પછી તે મહાશતક શ્રાવક ચૌદ વર્ષ પસાર થયા પછી તે જ પ્રમાણે પુત્ર ઉપર કુટુંબનો ભાર સ્થાપી, પૌષધશાળામાં ધર્મધ્યાન કરતો રહ્યો. ત્યારે તે રેવતી ઉન્માદવાળી થયેલી, છૂટા વાળવાળી થયેલી, ઉત્તરીય વસ્રને મસ્તક ઉ૫૨થી ઉતારતી પૌષધશાળામાં આવીને પતિને મોહના ઉન્માદને ઉત્પન્ન કરનારા શૃંગાર વાક્યો બોલતી અને હાવભાવ બતાવતી આ પ્રમાણે કહેવા લાગીઃ અરે, મહાશતક શ્રાવક ! ધર્મ-સ્વર્ગ-મોક્ષ વગેરેને ઇચ્છનારા ! તને ધર્મ વગેરેથી શું થવાનું છે ? જેથી તું મારી સાથે ભોગોને ભોગવતો નથી. આ પ્રમાણે તેણી વડે કહેવાયો હોવા છતાં પણ તે શ્રાવક તેના વચનને સર્વથા આદર નહીં કરતો