SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ૧૭૭ મૌન થયેલો ધર્મધ્યાનને પામેલો રહ્યો. ત્યારે તે રેવતીએ બે-ત્રણવાર આ પ્રમાણે કહ્યું હોવા છતાં તેણે આદર ન કર્યો. એટલે તે પોતાના સ્થાનમાં ગઈ. ત્યાર પછી તે શ્રાવક ક્રમે કરી અગિયાર પ્રતિમા આરાધી ઘણા તપોથી જેણે શરીરને શોષી નાંખ્યું છે એવો તે આનંદ શ્રાવકની જેમ નાડી અને અસ્થિ માત્ર શરીરવાળો થયો. - હવે એક વખત તેને શુભ અધ્યવસાયથી અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે પૂર્વ-દક્ષિણ અને પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રમાં એક-એક હજાર યોજન પ્રમાણ ક્ષેત્રને જાણે છે અને જુએ છે. બાકીની દિશાઓમાં જે પ્રમાણે આનંદ જોતો હતો તે પ્રમાણે આ પણ જુએ છે. ત્યાર પછી એક વખત તે રેવતી મહાશતકને ફરી પૂર્વની જેમ ઉપસર્ગ કરવા લાગી. ત્યારે ગુસ્સે થયેલા તે ગૃહસ્થ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને તેણીને આ પ્રમાણે કહ્યું: અરે રેવતી ! મૃત્યુની પ્રાર્થના કરનારી ! તું સાત દિવસની અંદર અલસક વ્યાધિથી પરાભવ પામેલી અસમાધિથી કાળ કરીને પ્રથમ નરકમાં લોલુચ્ચય નામના નરકાવાસમાં ચોરાસી હજાર વર્ષની સ્થિતિથી નારકપણે ઉત્પન્ન થઈશ. ત્યાર પછી તે રેવતી તેના વચનને સાંભળીને ભય પામેલી છતી આ પ્રમાણે વિચારવા લાગી. આજે મારી ઉપર મહાશતક ગુસ્સે થયો છે. આથી કોઈ પણ કદર્થનાથી મને મારશે. આ પ્રમાણે વિચારીને ધીમે-ધીમે તે ત્યાંથી પાછી ફરીને પોતાના ઘરમાં આવીને દુઃખી થયેલી રહીત્યાર પછી તે રેવતી સાત દિવસની અંદર તે જ પ્રમાણે મરીને લોલુચ્ચય નામના નરકાવાસમાં ઉત્પન્ન થઈ. તે અવસરે શ્રી વીર સ્વામી ત્યાં સમવસર્યા. પર્ષદા દેશના સાંભળીને પોતાના સ્થાનમાં ગઈ. - ત્યારે સ્વામીએ ગૌતમને બોલાવીને મહાશતકને ક્રોધની ઉત્પત્તિ વગેરેનું સ્વરૂપ તેને જણાવીને આ પ્રમાણે કહ્યું: હે ગૌતમ ! પૌષધ શાળામાં અંતિમ સંલેખનાથી જેણે પોતાના શરીરને દુર્બળ કરી નાંખ્યું છે, જેણે ભક્ત પાન વગેરેનું પચ્ચખાણ કર્યું છે એવા શ્રાવકને સત્ય પણ અપ્રીતિ કરનારું વચન બોલવું યોગ્ય નથી. તેથી તું ત્યાં જઈને મહાશતકને આ પ્રમાણે કહે કે- હે મહાશતક ! જે તેં રેવંતીને સત્ય પણ અનિષ્ટ વચનો કહ્યાં તે સ્થાનની આલોચના કર, યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તને સ્વીકાર. ત્યાર પછી ભગવાન ગૌતમ પ્રભુના વચનને વિનયથી અંગીકાર કરીને રાજગૃહ નગરીમાં મહાશતકના ઘરે ગયા. ત્યાં ગૌતમ સ્વામીને આવતાં જોઈને ખુશ થયેલા તે શ્રાવકે વંદન કર્યું. ત્યાર પછી ગૌતમે બધો ય ભગવાને કહેલો વચનનો સમૂહ ભગવાનનું નામ લઈને તેની આગળ જણાવ્યો. ત્યારે મહાશતકે ગૌતમના વાક્યને તહત્તિ કરીને સ્વીકારીને તે સ્થાનની આલોચના વગેરે ગ્રહણ કર્યું. ત્યાર પછી ગૌતમ સ્વામી તેની પાસેથી નીકળીને સ્વામી પાસે ગયા. ત્યાર પછી મહાશતક શ્રાવક સારી રીતે શ્રાવક ધર્મ પાળીને તે જ પ્રમાણે અંતે અરુણ અવતંસક વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. મહાવિદેહમાં સિદ્ધ થશે. નંદિનીપિતા શ્રાવસ્તી નગરીમાં નંદિનીપિતા નામનો ગૃહસ્થ રહેતો હતો. તેને અશ્વિની નામની પતી હતી. દ્રવ્ય અને ગોકુળ આનંદ શ્રાવકની જેમ હતું. બારવ્રતો પણ તે જ પ્રમાણે હતાં. ચૌદ વર્ષ પસાર થયા પછી તે પણ તે જ પ્રમાણે કુટુંબમાં મોટા પુત્રને સ્થાપીને પૌષધ શાળામાં આવી વિવિધ
SR No.005692
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2003
Total Pages326
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy