________________
બીજો પ્રકાશ -
દેશવિરતિ
૧૭૩
સુરાદેવ
વારાણસી નગરીમાં સુરાદેવ નામનો ગૃહસ્થ રહેતો હતો. તેને ધન્યા નામની પત્ની હતી. તથા કામદેવ શ્રાવકની જેમ તેને દ્રવ્ય સંપત્તિ અને ગોકુળ હતાં. આગળ વ્રત-ઉપસર્ગ વગેરેનું સ્વરૂપ તો સર્વ પણ ત્રીજા શ્રાવકની જેમ જાણવું. પરંતુ ત્રણ પુત્રને હણવું અને ઉપસર્ગ પછી સુરાદેવને ક્ષોભ નહીં પામેલો જાણીને દેવે કહ્યુંઃ જો તું આ ધર્મને નહીં છોડે તો હમણાં જ હું તારા શરીરમાં સોળ મહારોગ ઉત્પન્ન કરીને અકાળે જ તને પ્રાણ વગરનો કરીશ. તથા કોલાહલ કરવા પછી ભદ્રાના સ્થાને અહીં ધન્યા નામની પતી જાણવી. બાકી બધું તે જ પ્રમાણે સૌધર્મ દેવલોકમાં અરુણકાંત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો અને મહાવિદેહમાં સિદ્ધ થશે ત્યાં સુધીનું જાણવું.
ચુલ્લશતક
આલંભિકા નામની નગરીમાં ચુલ્લશતક નામનો ગૃહસ્થ રહેતો હતો. તેને બહુલા નામની પતી હતી. તથા કામદેવની જેમ દ્રવ્ય સંપત્તિ અને ગોકુળ હતા. આગળ વ્રત વગેરેનું સઘળુંય સ્વરૂપ ત્રીજા શ્રાવકની જેમ જાણવું. પરંતુ ચુલ્લશતકને પુત્રોની કદર્થનથી ક્ષોભ નહીં પામેલો જાણીને દેવે આ પ્રમાણે કહ્યુંઃ જો તું આ તારા ધર્મને નહીં છોડે તો હમણાં જ હું તારા અઢાર ક્રોડ સોનૈયાઓને તારા ઘરમાંથી બહાર કાઢીને આ નગરીના ત્રણ રસ્તા ઉપર અને ચોકમાં ચારે બાજુ વેરવિખેર કરી નાખીશ. જેથી તું આર્ત્ત અને રૌદ્ર ધ્યાનને પામેલો અકાળે જ મૃત્યુ પામીશ. તથા અહીં કોલાહલ થયા પછી બહુલા પતી આવી. બાકીનો બધો વૃત્તાંત તે જ પ્રમાણે સૌધર્મ દેવલોકમાં અરુણશિષ્ટ નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો અને મહાવિદેહમાં સિદ્ધ થશે ત્યાં સુધીનો જાણવો. કુંડકોલિક
કાંપિલ્યપુર નગરમાં કુંડકોલિક નામનો ગૃહસ્થ રહેતો હતો. તેને પુષ્પમિત્રા નામની પત્ની હતી. દ્રવ્ય વગેરે તો કામદેવની જેમ હતું. વ્રતગ્રહણ વગેરે પણ તે જ પ્રમાણે જાણવું. હવે તે કુંડકોલિક એક વખત મધ્યરાત્રિના સમયે પોતાની અશોક વાટિકામાં પૃથ્વીની શિલાના પટ્ટ ઉપર આવીને પોતાની નામાંકિત મુદ્રિકાને અને ઉત્તરીય વસ્ત્રને ત્યાં સ્થાપીને ધર્મધ્યાન કરતો ત્યાં રહ્યો. ત્યારે ત્યાં એક દેવે પ્રગટ થઈને તે મુદ્રિકા અને વસ્ત્રને ત્યાંથી લઈને આકાશમાં રહી તે શ્રાવકને આ પ્રમાણે કહ્યું: અહો ! કુંડકોલિક ! મંખલિપુત્ર ગોશાળાની ધર્મની પ્રરૂપણા સારી છે, કે જ્યાં ઉદ્યમ વગેરે કંઈ પણ કરવાનું નથી. જીવો પુરુષાર્થ કરતા હોવા છતાં પુરુષાર્થની સિદ્ધિ નથી, આથી જ બધા ભાવો નિયત છે. તથા શ્રી વીર ભગવાનની ધર્મની પ્રરૂપણા સારી નથી કે જ્યાં ઉદ્યમ વગેરે કરવાનું છે. ત્યાર પછી તે કુંડકોલિકે દેવને આ પ્રમાણે કહ્યું: હે દેવ ! જો આ પ્રમાણે છે તો તેં આ દિવ્ય દેવની ઋદ્ધિ ઉદ્યમ વગેરેથી પ્રાપ્ત કરી કે ઉદ્યમ વિના પ્રાપ્ત કરી ? ત્યારે તે દેવે કહ્યુંઃ મેં આ દેવની ઋદ્ધિ ઉદ્યમ વિના પ્રાપ્ત કરી છે. ત્યાર પછી કુંડકોલિકે કહ્યુંઃ જો ઉદ્યમ વિના તે આ ઋદ્ધિ પ્રાપ્ત કરી છે તો જે જીવો ઉદ્યમ વગેરે નથી કરતા તે સર્વે પણ દેવપણાને કેમ નથી પામ્યા ? હવે જો તે આ ઋદ્ધિ ઉદ્યમ વગેરેથી પ્રાપ્ત કરી છે તો ગોશાળાની ધર્મપ્રરૂપણા સારી છે ઇત્યાદિ જે પહેલાં તેં કહ્યું તે નકામું છે. ત્યાર પછી તેના વડે આ પ્રમાણે કહેવાયેલો તે દેવ શંકાવાળો થયેલો તેને ઉત્તર આપવા માટે અસમર્થ થયેલો તે