________________
પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ
૪૭.
વાંછિતાર્થને સારી રીતે આપતો તે શ્રેષ્ઠી ક્રમે કરીને સુખપૂર્વક શ્રી શત્રુંજય પર્વત ઉપર આવ્યો. ત્યાં મોટી વિભૂતિથી યુગાદિ જિનંદ્રને વંદન કરીને, પૂજીને, અાલિકા ઉત્સવ કરીને, શ્રી સિદ્ધક્ષેત્રની સ્પર્શના વગેરેથી પોતાનો જન્મ સફળ થયો એમ માનતો ત્યાંથી પ્રસ્થાન કરીને ક્રમે કરીને ગિરનાર પર્વત ઉપર આવ્યો અને ત્યાં મૂળ જિનભવનમાં યાદવકુલ મંડન, અને બધા બ્રહ્મચારીઓના સમૂહમાં ચૂડામણિ સમાન એવા શ્રી નેમિનાથ જિનેંદ્રને ત્રણ પ્રદક્ષિણા આપીને પ્રણામ કરીને, સુગંધી જલથી નાન કરાવીને, સરસ સુગંધી ગોશીર્ષ ચંદનથી વિલેપન કરવા પૂર્વક સારાં વસ્ત્ર, મણિ, સુવર્ણ, રતનાં આભૂષણોથી શ્રી નેમિપ્રભુના બિંબને વિભૂષિત કર્યું, અને પાંચ વર્ણના સુગંધી પુષ્પોની માળા પ્રભુના કંઠમાં સ્થાપિત કરી.
ત્યાર પછી ભગવાનની આગળ (૧) અષ્ટમંગલ આલેખન, (૨) નાળિયેર વગેરે ફળ ધરવા, (૩) ધૂપનો ઉલ્લેપ કરવો, (૪) દીપકનું કરવું, છત્ર, ચામર, ચંદરવો, મોટી ધ્વજા ચઢાવવી આદિ વિવિધ પૂજા કરીને અત્યંત ભક્તિથી ઉલ્લસિત રોમાંચવાળો થયેલો તે શ્રેષ્ઠી જેટલામાં નેમિ જિનેંદ્રના મુખકમળને જુએ છે તેટલામાં મહારાષ્ટ્ર દેશની મધ્યમાં રહેલા મલયપુરથી ક્રોડ દ્રવ્યનો માલિક, શ્વેતાંબર સાધુનો વેષી, બોટક (દિગંબર) અને પાખંડીનો ભક્ત વરુણ નામનો શ્રેષ્ઠી પોતાના મોટા સંઘની સાથે ત્યાં આવ્યો. હવે ધન શ્રેષ્ઠીએ કરેલી શ્રી નેમિજિનની તે પૂજાને જોઈને પોતાના હૃદયમાં ઈર્ષ્યા પામ્યો અને તેણે આ પ્રમાણે કહ્યું: અરે ! તત્ત્વથી વિમુખ થયેલા, શ્વેતાંબરોના ભક્ત એવા આ શ્રાવકોએ નિગ્રંથોમાં શ્રેષ્ઠ એવા પણ આ સ્વામીને શા માટે ગ્રંથ કર્યો ? ત્યારપછી મિથ્થાબુદ્ધિવાળા તેણે જલદીથી તે વસ્ત્ર, આભરણ, પુષ્પ વગેરે પ્રભુના બિંબ ઉપરથી દૂર કરાવ્યા, અને ગજપદતીર્થના જળથી એકાએક બિંબનું પણ પ્રક્ષાલન કર્યું. ત્યારે આ પ્રમાણે અવિધિને કરતા વરુણનો ધન શ્રેષ્ઠી સાથે ત્યાં ઘણો વાગ્વિવાદ થયો. ત્યાર પછી મહાગર્વવાળા તે બંને પણ પોતપોતાના પરિવાર સાથે જલદીથી પર્વત ઉપરથી ઉતર્યા અને વિક્રમ રાજાથી અધિષ્ઠિત એવા - ગિરિનગર નામના નગરના નજીકના પ્રદેશમાં આવ્યા. ત્યાં પોતપોતાના તીર્થની સ્થાપના કરવા માટે સપરિવાર તે બંને પણ સંઘપતિનો પરસ્પર મોટો વિવાદ થયો. તે અવસરે લોકના મુખેથી આ વૃત્તાંતને સાંભળીને વિક્રમરાજાએ તરત ત્યાં આવીને વિવાદ કરતા તે બેને નિવારીને “સવારે તમારો વિવાદ દૂર કરીશ, હમણાં કોઈએ પણ કદાગ્રહ ન કરવો.” એ પ્રમાણે કહીને પોતાના સ્થાનમાં ગયા. ત્યારે તે બંને પણ શ્રેષ્ઠીઓ પોતપોતાના સ્થાનમાં આવ્યા. હવે “કોણ જાણે પ્રભાતે રાજા કોના તીર્થની સ્થાપના કરશે ?” ઈત્યાદિ માનસિક દુઃખથી દુઃખી થયેલા, નિદ્રાને નહીં પામતા, શાસનસુરીના ધ્યાનમાં જેનું મન લાગેલું છે એવા ધન શ્રેષ્ઠીને રાત્રે શાસનદેવીએ સ્વયં પ્રગટ થઈને આ પ્રમાણે કહ્યું
वरसिट्ठसिट्ठ धम्मिट्ठ, जिट्ठ सुपइट्ठ समयलद्धट्ठ ।
भयनट्ठ मा मणागवि, निययमणे कुणसु दुक्खमिणं ॥१॥ ' અર્થ- ઉત્તમ શ્રેષ્ઠીઓમાં શ્રેષ્ઠ, ધર્મિષ્ઠ, મહાન, સારી પ્રતિષ્ઠાવાળા, શાસ્ત્રના અર્થને જાણનારા, નષ્ટ ભયવાળા, હે ધન શ્રેષ્ઠી ! તું પોતાના મનમાં જરા પણ આ દુઃખને ન કર.