________________
૪૬
આત્મપ્રબોધ
છ'રીકાર આ પ્રમાણે છેएकाहारी भूमिसंस्तारकारी, पद्भयां चारी शुद्धसम्यक्त्वधारी । यात्राकाले यः सचित्तापहारी, पुण्यात्मा स्याद् ब्रह्मचारी विवेकी ॥१॥
અર્થ- જે વિવેકી પુણ્યાત્મા યાત્રાના સમયે (૧) એકાહારી (એક વખત આહાર કરનારો) (૨) ભૂમિસંસ્તારકારી (ભૂમિ ઉપર સંથારો કરનારો) (૩) પાદચારી (પગે વિહાર કરનારો) (૪). શુદ્ધ સમ્યકત્વધારી (શુદ્ધ સમ્યકત્વને ધારણ કરનારો) (૫) સચિત્તાપહારી (સચિત્તનો ત્યાગ કરનારો) (૬) બ્રહ્મચારી (બ્રહ્મચર્યનું પાલન કરનારો) થાય તે “છ” રીકારવાળો થાય છે, અર્થાત્ છ “રી’ નું પાલન કરે છે.
વળીश्रीतीर्थपान्थरजसा विरजीभवन्ति, तीर्थेषु बम्भ्रमणतो न भवे भ्रमन्ति । द्रव्यव्ययादिह नराः स्थिरसंपदः स्युः, पूज्या भवन्ति जगदीशमथार्चयन्त ॥ १॥
અર્થ- જીવો શ્રી તીર્થના રસ્તાની રજથી કર્મરૂપી રજ વગરના થાય છે. તીર્થમાં વારંવાર ભમવાથી સંસારમાં ભમતા નથી. અહીં દ્રવ્યનો વ્યય કરવાથી જીવો સ્થિર સંપદાવાળા થાય છે. શ્રી જગદીશની પૂજા કરનારા પૂજ્યો થાય છે.
ઇત્યાદિ તીર્થ સેવાના મહાફળને જાણીને ભવ્ય આત્માઓએ શ્રી શત્રુંજય આદિ મહાતીર્થ યાત્રામાં આદરવાળા થવું જોઈએ, અને પોતાના દ્રવ્યને સફળ કરવું જોઈએ. તથા તીર્થ તરફ જવાની ઈચ્છાવાળા બીજા ભવ્ય જીવોને ભાથું આદિ આપવા દ્વારા સહાય કરવી જોઈએ. તથા તીર્થયાત્રા કરનારા જીવોએ ધનશ્રેષ્ઠી આદિની જેમ તીર્થની ઉન્નતિ કરવી જોઈએ, પણ લઘુતા ન કરવી જોઈએ. ધનશ્રેષ્ઠીનું દૃષ્ટાંત આ પ્રમાણે છે
ધનશ્રેષ્ઠીનું દૃષ્ટાંત હસ્તિનાપુર નગરમાં અનેક ક્રોડ દ્રવ્યનો માલિક અને પરમ શ્રાવક ધન નામનો શ્રેષ્ઠી રહે છે. તે ક્યારેક રાત્રિના સમયે ધર્મ જાગરિકાને કરતો પોતાના મનમાં આ પ્રમાણે વિચારે છે. મેં પૂર્વ કરેલા સુકૃતના કારણે આ મનુષ્ય જન્મને પ્રાપ્ત કર્યો. તથા આર્યક્ષેત્ર, જાતિ, કુલ, રૂપ, વૈભવના વિસ્તારને પણ પ્રાપ્ત કર્યો. ત્યાં અતિ ઘણા પુણ્યોદયથી રંકપુરુષ જેવી રીતે નિધાનને પ્રાપ્ત કરે તેની જેમ શ્રી વીરજિનનો ધર્મ મેં પ્રાપ્ત કર્યો. પરંતુ “જ્યાં સુધી શ્રી વિમલાચલ, ગિરનાર આદિ મહાતીર્થોમાં શ્રી નાભેય (નાભિના પુત્ર ઋષભ), નેમીશ્વર આદિ તીર્થંકરોનાં દર્શન, વંદન, પૂજન આદિ સત્કાર્યો મેં નથી કર્યા ત્યાં સુધી મને પ્રાપ્ત થયેલા પણ આ શ્રેષ્ઠ ધન, હિરણ્ય, સ્વજન, મંદિર આદિ વર્ગથી શું ?” હવે આ પ્રમાણે વિચારીને તેણે પ્રભાતે રાજાની શુભ આજ્ઞા ગ્રહણ કરીને નગરમાં તીર્થયાત્રા સંબંધી ઉઘોષણા કરાવીને ઘણા સંઘોને ભેગા કર્યા. ત્યારપછી શુભ દિવસે ઘણા સંઘોની સાથે હસ્તિનાપુર નગરમાંથી નીકળીને શાસનનાયક શ્રી વીર જિનેશ્વરના ચૈત્યાલયમાં જતો, માર્ગમાં સ્થાને-સ્થાને મહાઋદ્ધિથી ચૈત્યોની પૂજાને કરતો, જીર્ણ ચૈત્યોના ઉદ્ધારને કરતો, મુનિજનના ચરણકમળને વંદન કરતો, સાધર્મિક વાત્સલ્ય કરતો, કરુણાપૂર્વક દુઃખીજનોને દરરોજ