________________
૨૯)
આત્મપ્રબોધ નિશ્ચયી અને શાસ્ત્રીય જ્ઞાનના અપૂર્વ ખજાનારૂપ બન્યા. તે ધીમે ધીમે ગુરુચરણે બેસી ચૌદપૂર્વનું સંપૂર્ણ જ્ઞાન મેળવી, ચૌદ પૂર્વધર બન્યા. ગુરુએ યોગ્યતા જોઈ શ્રીભદ્રબાહસ્વામીને આચાર્યપદથી અલંકૃત કર્યા. શ્રી યશોભદ્રસૂરિએ શ્રી ભદ્રબાહુસ્વામીને સાથોસાથ એ પણ ભલામણ કરી કે, “વરાહમિહિર આચાર્યપદ જેવા મહાન અને ગંભીરપદને યોગ્ય નથી. વરાહમિહિરમાં એ પદની મહાન જવાબદારી ઉઠાવવાની શક્તિ પણ નથી, માટે એમને આચાર્યપદ ન જ આપવું.'
ગુરુએ આચાર્યપદવી ન આપી આથી વરાહમિહિરને ઘણો જ ગુસ્સો ચઢ્યો; એટલું જ નહિ કિન્તુ એને એમ લાગ્યું કે ગુરુજીએ પક્ષપાત કર્યો છે. ત્યાર પછી વરાહમિહિર મૌન રહ્યો. તેણે મનમાં જ માની લીધું કે ગુરુજીએ ભલે આચાર્યપદવી ન આપી પરંતુ શ્રીભદ્રબાહુસ્વામી તો મારા ભાઈ જ છે ને ! તે તો ગુરુજીના સ્વર્ગ પછી મને આચાર્યપદવી જરૂર આપશે. ગુરુના સ્વર્ગવાસ પછી વરાહમિહિરે પોતાના ભાઈ આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામી પાસે પોતાને આચાર્યપદ આપવાની માગણી કરી, પરંતુ આચાર્ય ભદ્રબાહુસ્વામીએ એને ચોક્ની ના પાડી અને જણાવ્યું કે, “આચાર્યપદનો ભાર યોગ્ય પુરુષને જ અપાય છે. જે પદ ગુરુજીએ તને અયોગ્ય ધારીને ન આપ્યું તે પદ હું તને કેમ આપી શકું ? આ આચાર્યપદ તો આત્મકલ્યાણની-જીવનવિશુદ્ધિની ઉચ્ચ પારાશીશી છે. તે પદ યોગ્ય પાત્રને જ અપાય છે.” વરાહમિહિર આ મહાન પદને માત્ર યશ, કીર્તિ અને વાહવાહનું જ સાધન બનાવવા માગતો હતો. એનામાં આચાર્યપદની તો શું કિન્તુ સાધુપદની પણ યથાર્થ યોગ્યતા ન હતી.
- વરાહમિહિરે જોયું કે હવે આચાર્યપદ મળે તેમ નથી, તેથી તે ગુસ્સામાં સાધુવેશને તિલાંજલી દઈ રાજાનો માન્ય' પુરોહિત બન્યો. વરાહમિહિરે સાધુ અવસ્થામાં જ્યોતિષવિદ્યાનો સારો અભ્યાસ કર્યો હતો, એટલે એ વિદ્યાથી રાજાને અને પ્રજાને રંજિત કરી શકતો, પછી તો પોતાની કીર્તિ વધારવા એણે એક ગપ્પ પણ ચલાવી કે, “હું નાનો હતો ત્યારથી મને
જ્યોતિષવિદ્યાનો બહુ જ શોખ હતો. હું એકવાર જંગલમાં ઢોર ચરાવવા ગયો હતો, ત્યાં રમતાં રમતાં મેં એક શિલા ઉપર સિંહ લગ્નની કુંડલી બનાવી હતી. સાંજે વખત થઈ જવાથી હું ઉતાવળમાં ને ઉતાવળમાં એ કુંડલી ભૂસ્યા વિના ઘેર ગયો પણ રાત્રે યાદ આવતાં વિચાર આવ્યો કે મેં બનાવેલી લગ્નકુંડલી ભૂંસી નથી, માટે અત્યારે જઈને ભૂંસી નાખું. તરત જ હું કોઈ જાતનો ડર રાખ્યા સિવાય એકલો જંગલમાં ગયો ને જોયું તો એ કુંડલી ઉપર એક સિંહ બેઠો હતો. સિંહનો પણ ડર રાખ્યા વગર મેં એની નીચે હાથ
ચતુર્વિશતિ પ્રબંધ'માં વરાહમિહિરે પ્રતિષ્ઠાનપુરના રાજા શત્રુજિતને પોતાની કલા વડે રાજી કર્યો. આથી રાજાએ વરાહમિહિરને પોતાનો પુરોહિત બનાવ્યો, એમ જણાવ્યું છે. ‘અચલગચ્છ પટ્ટાવલી'માં તે નંદરાજા આગળ માન પામ્યો એમ ઉલ્લેખ છે પરંતુ પ્રબંધ ચિતામણિ'માં તે નંદરાજા આગળ માન પામ્યો એમ ઉલ્લેખ છે. તેમજ પ્રબંધ ચિંતામણિ'માં વરાહમિહિરને પાટલીપુત્ર (પટણા)નો રહેવાસી જણાવ્યો છે.