________________
પરિશિષ્ટ
૨૮૯ ચાલ્યો જાય છે. જેના વિના પરિપૂર્ણ શરીર હોવા છતાં તે માંહીલું કાંઈ પણ બની શકતું નથી. હું જાઉં છું. પણ આ શરીર તે તો હું નહિ. આમ વિચાર કરે છે ત્યાં તો એટલી બધી કીડીઓ વધી પડી અને તેના શરીરનું લોહી ચુસવા માંડી કે થોડા વખતમાં તેનું શરીર શોષાઈ ગયું. એટલું જ નહિ પણ, તે શરીરમાં એટલાં બધાં છિદ્રો પડ્યાં કે તે શરીર એક ચાલણી સરખું થઈ ગયું, છતાં પણ મને ધર્મની પ્રાપ્તિ તો ત્યારે થઈ કહી શકાય કે જ્યારે ઉપશમ (=ક્રોધાદિ ન હોવા જોઇએ) સંવર (=આ પાંચ ઇન્દ્રિયોથી અને મનથી બીજાનું ખરાબ ન થવું જોઈએ) અને વિવેક (હું આત્મા તે દેહાદિથી જાદું જ.)ની પ્રાપ્તિ થાય. આ પ્રમાણે વિચારની ધારામાં ચિલાતીપુત્ર ગુંથાયો હતો. વચમાં વચમાં કપાયિત પરિણામ થઈ જતા હતા. પણ વારંવાર ઉપશમ, સંવર અને વિવેકથી ક્રોધાદિને હઠાવી કાઢતો હતો. આ પ્રમાણે અઢી દિવસ સુધી તે ત્યાં ઉભો રહ્યો. પોતાનાં કરેલાં ઘોર પાપોની પાસે આ દુ:ખોને તે સ્વલ્પજ ગણતો હતો, અને પવિત્રધર્મ સિવાય મારો છુટકારો નથી જ. તે ધર્મ મહાત્માએ બતાવેલો ત્રિપદીમયજ છે. આવા વિચારની ધારામાં તેનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું. કીડીઓએ શરીરને જીર્ણ કરી નાંખ્યું. તે મહાત્મા ચિલાતીપુત્ર શરીરનો ત્યાગ કરી દેવલોકને વિષે ગયો, અને ત્યાંથી ફરી મનુષ્યભવ પામી મોક્ષ જશે.
(યોગશાસ્ત્ર ભાષાંતરમાંથી સાભાર ઉદ્ધત) આચાર્ય ભદ્રબાહુસૂરિનો વૃત્તાંત મહાન આચાર્ય શ્રીભદ્રબાહુસ્વામી થયા છે. તેમનું જન્મસ્થાન દક્ષિણમાં આવેલું પ્રતિષ્ઠાનપુર છે. તે જ્ઞાતિએ બ્રાહ્મણ હતા. તેમનું પ્રાચીન ગોત્ર હતું. ભદ્રબાહુને વરાહમિહિર નામે એક ભાઈ હતો. બંને ભાઈઓ સંસ્કૃતના પ્રખર વિદ્વાન અને વેદનિષ્ણાત હતા, સાથે જ
જ્યોતિષવિદ્યાના પારગામી હતા. બંને બંધુઓ વિદ્યાદેવીના ઉપાસક અને પ્રીતિપાત્ર હતા, કિન્તુ લક્ષ્મીદેવી તો એમનાથી રીસાયેલાં જ હતાં. ઘણીવાર તો તેઓ તાંબડી ફેરવીને પણ ઉદરનિર્વાહ કરી લેતા. એમાં એકવાર જૈનધર્મના પ્રતિભાસંપન્ન મહાજ્ઞાની આચાર્ય યશોભદ્રસૂરિજીનો તેમને પરિચય થયો. તેમના ઉપદેશથી બંને બંધુઓને ખૂબ શાંતિ મળી અને તેમાંથી તેમને આત્મકલ્યાણનો માર્ગ દેખાયો. તેઓ યજ્ઞધર્મ, ક્રિયાકાંડો અને એમાંય થતી નિર્દોષ પશુઓની સંહારલીલાથી પણ કંટાળ્યા હતા, એટલે હવે તેઓ હિંસાધર્મથી વિમુખ બન્યા હતા., આથી આત્મશાંતિનો ધર્મ, સર્વ જીવો પ્રતિ મૈત્રી, પ્રેમ અને કરુણાનો ધર્મ તેમને ગમી ગયો. બંને બંધુઓએ સૂરિજીને ચરણે બેસી શાશ્વત સુખદાયક દીક્ષાધર્મનો સ્વીકાર કર્યો.
બંને મુનિબંધુઓએ અલ્પ સમયમાં જ શાસ્ત્રાભ્યાસ અને ધાર્મિક ક્રિયાઓમાં બહુ જ કુશલતા મેળવી, પરંતુ બંને મુનિઓમાં શ્રીભદ્રબાહુસ્વામી બહુ જ ધીર, ગંભીર, દઢ