________________
ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ
૨૩૫ હું ધંધા માટે વિદેશ જવાને ઇચ્છું છું. આથી મને આજ્ઞા આપો. ત્યાર પછી તેઓથી અનુજ્ઞા અપાયેલો કુબેરદત્ત તે વાત પોતાની બહેનને જણાવીને ઘણા કરિયાણાને લઈને ભાગ્યયોગે પોતાની ઉત્પત્તિસ્થાન એવી મથુરાનગરીમાં ગયો. ત્યાં તે દરરોજ પોતાને ઉચિત વેપાર કરતો એક વખત કોઈ પણ રીતે દુષ્કર્મના યોગથી અદ્ભુત રૂપથી શોભતી પોતાની માતા કુબેરસેના વેશ્યાને જોઈને કામથી પીડાયેલો તેણીને ઘણું દ્રવ્ય આપવા દ્વારા પોતાની પતી કરી. હંમેશા તેની સાથે વૈષયિક સુખ ભોગવ્યા અને ત્યાં ક્રમે કરી તેને એક પુત્ર થયો.
હવે શૌર્યપુર નગરમાં તે કુબેરદત્તા માતાના મુખેથી મૂળથી માંડીને પોતાની તે વાતને સાંભળીને તરત વૈરાગ્ય પામેલી આર્યાના સંયોગે દીક્ષા ગ્રહણ કરીને ઘણા મહાન તપો કરીને વિશુદ્ધ અધ્યવસાયના યોગથી અલ્પ જ કાળથી અવધિજ્ઞાનને ઉપાર્જન કર્યું. ત્યાર પછી તે સાધ્વી અવધિજ્ઞાનના બળથી પોતાની માતાના સ્વરૂપને જોતી મથુરા નગરીમાં પોતાના ભાઈને પોતાની માતા સાથે લાગેલો અને પુત્ર સહિત જોઈને કર્મની ગતિને ધિક્કારતી પોતાના ભાઈનો અકાર્ય મહાપાપરૂપી કાદવમાંથી ઉદ્ધાર કરવા માટે સ્વયં મથુરા નગરીમાં આવીને કુબેરસેના વેશ્યાના જ ઘરે જઈને ધર્મલાભના આશીર્વાદ આપવા પૂર્વક તેની પાસે નિવાસ સ્થાન માંગ્યું. ત્યારે કુબેરસેનાએ પણ તે સાધ્વીને નમીને આ પ્રમાણે કહ્યું: હે મહાસતી ! હું વેશ્યા હોવા છતાં પણ હમણાં એક પતિના સંયોગથી નિશ્ચયથી કુલસ્ત્રી છું. તેથી તું સુખેથી મારા ઘરની નજીક નિરવદ્ય આશ્રય સ્થાનને ગ્રહણ કરીને અમને સદાચારમાં પ્રવર્તાવ. ત્યાર પછી કુબેરદત્તા પણ પોતાના પરિવાર સહિત તેણીએ આપેલા ઉપાશ્રયમાં રહી.
હવે તે વેશ્યાએ દરરોજ ત્યાં આવીને તે બાળકને સાધ્વીની આગળ આળોટતો મૂક્યો. ત્યારે અવસરને જાણનારી તે સાધ્વીએ આગળ લાભ થશે એમ જાણીને તે બાળકને આ પ્રમાણે કહ્યું છે બાળક ! (૧) તું મારો ભાઈ છે. (૨) તું મારો પુત્ર છે. (૩) તું મારો દિયર છે. (૪) તું મારો કાકો છે. (૫) તું મારો ભત્રીજો છે. (૬) તું મારો પૌત્ર છે. તથા જે તારો પિતા છે તે મારો (૧) ભાઈ (૨) પિતા (૩) દાદી (૪) પતિ (૫) પુત્ર અને (૬) સસરો પણ છે. તથા જે તારી માતા છે તે મારી (૧) માતા (૨) દાદી (૩) ભાભી (૪) પૂત્રવધૂ (૫) સાસુ અને (૬) શોક્ય પણ છે. ત્યાર પછી એક દિવસ તે વચન સાંભળીને વિસ્મય પામેલા કુબેરદત્તે તેણીને કહ્યું: હે આર્યા ! વારંવાર આવું અયોગ્ય કેમ બોલો છો ? સાધ્વીએ કહ્યું: હું અયોગ્ય બોલતી નથી. કારણ કે (૧) આ બાળક એક જ માતાથી ઉત્પન્ન થયો હોવાથી મારો ભાઈ છે. (૨) મારા પતિનો પુત્ર હોવાથી મારો પુત્ર છે. (૩) મારા પતિનો નાનો ભાઈ હોવાથી મારો દિયર છે. (૪) મારા ભાઈનો પુત્ર હોવાથી મારો ભત્રીજો છે. (૫) મારી માતાના પતિનો ભાઈ હોવાથી મારો કાકો છે. (૬) મારી શોક્યના પુત્રનો પુત્ર હોવાથી મારો પૌત્ર છે. આ પ્રમાણે બાળકની સાથે પોતાના છ સંબંધો બતાવીને ફરી કહ્યું: જે આ બાળકનો પિતા છે તે (૧) એક માતાથી ઉત્પન્ન થયો હોવાથી મારો ભાઈ છે. (૨) માતાનો પતિ હોવાથી મારો પિતા છે. (૩) મારા કાકાનો પિતા હોવાથી મારો દાદો છે. (૪) પૂર્વે મને પરણ્યો હોવાથી મારો પતિ છે. (૫) મારી શોક્યનો પુત્ર હોવાથી મારો પુત્ર છે. (૬) મારા દિયરનો પિતા હોવાથી મારો સસરો છે. આ પ્રમાણે બાળકના પિતા કુબેરદત્તની સાથે પોતાના છ સંબંધો બતાવીને