SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ આત્મપ્રબોધ છે. તેના કારણે આને ખેદ થયો છે. ત્યાર પછી વૈદ્યને રજા આપીને તે કુટ્ટિનીએ પુત્રીને કહ્યું: આ ગર્ભ તારા પ્રાણનો નાશ કરનારો છે. આથી આ રક્ષણ ક૨વા યોગ્ય નથી, પણ પાડવા યોગ્ય જ છે. ત્યારે વેશ્યાએ કહ્યું: હું ક્લેશને પણ સહન કરીશ પણ મારા ગર્ભનું કુશલ થાઓ. ત્યાર પછી તે વેશ્યાએ ગર્ભની વેદના સહન કરીને યોગ્ય સમયે પુત્ર-પુત્રીરૂપ યુગલને જન્મ આપ્યો. ત્યારે ફરી કુટ્ટિનીએ કહ્યું: હે પુત્રી ! આ બાળયુગલ તારા નવયૌવનને નાશ ક૨ના૨ થશે. આથી આનો વિષ્ઠાની જેમ ત્યાગ કર, અને પોતાની આજીવિકાનું કારણ એવા યૌવનનું રક્ષણ કર. વેશ્યાએ કહ્યું: હે માત ! જો એ પ્રમાણે છે તો દશ દિવસ સુધી રાહ જો. પછી તારું કહ્યું જ હું કરીશ. ત્યાર પછી અનુજ્ઞા અપાયેલી તે વેશ્યા દશ દિવસ સુધી સ્તનપાન કરાવવા વડે તે બે બાળકને સારી રીતે પાળીને અગિયારમા દિવસે તે બેમાં પુત્રનું કુબે૨દત્ત અને પુત્રીનું કુબે૨દત્તા એ પ્રમાણે નામ કરીને તેના નામથી અંકિત જ બે મુદ્રિકા કરાવીને તેઓની અંગુલિમાં સ્થાપન કરીને એક લાકડાની પેટીમાં તે બંને બાળકને નાખીને સંધ્યા સમયે યમુના નદીના પ્રવાહમાં તે પેટીને વહાવી. ત્યાર પછી તે પેટી પાણીમાં વહેતી ક્રમે કરી દિવસના ઉદય સમયે શૌર્યપુરના દ્વારે આવી. ત્યાં સ્નાન માટે આવેલા બે શ્રેષ્ઠીપુત્રોએ તે પેટીને આવતી જોઈને તરત ગ્રહણ કરીને તેમાંથી એક બાળક અને બીજી બાલિકાને જોઈને તે બેમાંથી પુત્રના અર્થી એકે બાળકને ગ્રહણ કર્યો અને પુત્રીના અર્થી બીજાએ બાલિકાને ગ્રહણ કરી. આ પ્રમાણે બંને બાળકને ગ્રહણ કરીને પોતપોતની પત્નીને આપ્યું. મુદ્રિકામાં લખેલા અક્ષરને અનુસારે જ તેઓનું નામ કર્યું. ત્યાર પછી તે કુબેરદત્ત અને કુબેરદત્તા નામના બાળકો તે બંને શ્રેષ્ઠીના ઘરે અતિ પ્રયતથી વધતા ક્રમે કરી યૌવન અવસ્થાને પામ્યા. ત્યારે તે બંને શ્રેષ્ઠીઓએ તે બંનેને અનુરૂપ જાણીને તે બંનેનો જ પરસ્પર પાણિગ્રહણ મહોત્સવ કર્યો. ત્યારપછી તે વર-વધૂ એક વખત સોગઠી રમવાની ક્રિયા કરવા માટે બેઠા ત્યારે કુબેરદત્તના હાથમાંથી નામાંકિતવાળી તે મુદ્રિકા કોઈપણ રીતે નીકળીને કુબેરદત્તાની આગળ પડી. ત્યાર પછી તેણીએ તે મુદ્રિકાને પોતાની મુદ્રિકાની સાથે તુલ્ય આકૃતિવાળી, એક દેશમાં ઘડાયેલી અને સમાન નામવાળી જોઈને મનમાં કુબેરદત્ત પોતાનો ભાઈ છે એ પ્રમાણે નિશ્ચય કરીને તે બંને મુદ્રિકાઓ કુબેરદત્તના હાથમાં નાખી. ત્યારે કુબેરદત્ત પણ તેને જોવાથી તે જ પ્રમાણે તેણીને પોતાની બહેન છે એ પ્રમાણે નિશ્ચય કરીને અત્યંત વિષાદ પામ્યો. ત્યાર પછી તે બંને પણ પોતાના વિવાહ કાર્યને અકાર્ય માનતા પોતાના સંદેહનું નિવારણ ક૨વા માટે પોતપોતાની માતાને શપથ આપીને અતિ આગ્રહથી પોતાનું સ્વરૂપ પૂછ્યું. ત્યારે માતાએ તેઓની આગળ પેટીની પ્રાપ્તિથી માંડીને બધો ય વૃત્તાંત જણાવ્યો. ત્યાર પછી કુબેરદત્તે માતા-પિતાને કહ્યુંઃ તમે બંનેએ અમને યુગલિક જાણીને પણ આ અકાર્ય કેમ કર્યું ? ત્યારે તેઓએ કહ્યું: તારે અનુરૂપ બીજી કન્યાને અને તેણીને અનુરૂપ બીજા વરને નહીં મેળવીને સમાન લાવણ્ય આદિ ગુણથી યુક્ત એવા તમારા બંનેનો જ અન્યોન્ય વિવાહ કર્યો. પરંતુ હજી કંઈ પણ બગડ્યું નથી. કારણ કે તમારા બંનેનો ફક્ત કરમેલાપ જ થયો. મૈથુન કર્મ થયું નથી. તેથી તું વિષાદ ન કર. તને બીજી કન્યાનું પાણિગ્રહણ કરાવીશું. કુબેરદત્તે કહ્યું: તમારું વચન પ્રમાણ છે. પરંતુ હમણા તો
SR No.005692
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2003
Total Pages326
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy