________________
ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ
૨૩૩
सामित्तणधणजुव्वण-रइरूवबलाउइट्ठसंजोगा । अइलोला घणपवणा-हयपायवपक्कपत्तु व्व ॥ १॥
અર્થ- સ્વામીપણું, ધન, યૌવન, રતિ, રૂપ, બલ, આયુષ્ય, ઇષ્ટ સંયોગો ઘણા પવનથી હણાયેલા વૃક્ષના પાકેલા પાંદડાની જેમ અતિ ચંચળ છે.
(૨) અશરણ ભાવના- આ લોકમાં માતા-પિતા-ભાઈ-બહેન-પત્ની-પુત્ર-મિત્ર-ભટ્ટ વગેરે પરિવાર જ્યારે જોઈ જ રહ્યો હોય અને મૃત્યુ અકસ્માત્ આવીને જીવોના જીવિતનું હરણ કરે છે ત્યારે એક જિનધર્મ વિના અન્ય કોઈ પણ શરણ નથી. એ પ્રમાણે જે ચિંતન કરવું તે બીજી અશરણ ભાવના છે. કહ્યું છે કે
पिउभाउ भयणिभज्जा भडाण पच्चक्खमिक्खमाणाणं । जीवं हरेइ मच्चू, नत्थि सरणं विणा धम्मं ॥ १ ॥
અર્થ- પિતા-માતા-ભાઈ-બહેન-પતી-ભટ્ટો પ્રત્યક્ષ જોતા હોવા છતાં મૃત્યુ જીવનું હરણ કરે છે. જિનધર્મ વિના કોઈ શરણ નથી.
(૩) સંસાર ભાવના- આ સંસારમાં ચોરાશી લાખ જીવયોનિમાં જન્મ-મરણને આશ્રયી વારંવાર પરિભ્રમણ કરતા આ સંસારી જીવો કર્યોદયની વિચિત્રતાથી ક્યારેક સુખી, ક્યારેક દુ:ખી, ક્યારેક રાજા, ક્યારેક રંક, ક્યારેક સુરૂપવાળા, ક્યારે કુરૂપવાળા એ પ્રમાણે વિવિધ અવસ્થાને અનુભવે છે. આ લોકની જ પરસ્પર સંબંધની વિચારણા કરવામાં આવે તો કર્મના કારણે કુબે૨દત્ત વગેરેની જેમ એક જ ભવમાં પણ મહાદુષ્કર્મબંધનાં કારણો એવા અનેક સંબંધો થાય છે. તો પછી અલગ-અલગ ભવોની તો શું વાત કરવી ? તેથી પરમાર્થથી વિચારવામાં આવે તો આ સંસાર એકાંતે દુ:ખમય છે. એમાં મૂઢ લોકો જ રાગ કરે, પરંતુ તત્ત્વજ્ઞાનીઓ તેમાં રાગ ન કરે. ઇત્યાદિ ચિંતન કરવું તે સંસાર ભાવના છે. કહ્યું છે કે
નહ માં (નામિાં) મુંવંતો, અવર નારૂં તદેવ શિવંતો । भइ चिरमविरामं भमरो व्व जिओ भवारामे ॥ १ ॥
અર્થ- જે પ્રમાણે એક જાઈ (પુષ્પવિશેષ)ને છોડતો તે જ પ્રમાણે બીજી જાઈને ગ્રહણ કરતો ભમરો અટક્યા વિના લાંબા કાળ સુધી ઉદ્યાનમાં ભમે છે તે પ્રમાણે જીવ ભવરૂપી ઉદ્યાનમાં એક જાઈ = જાતિને છોડતો અને બીજી જાઈ = જાતિને ગ્રહણ કરતો લાંબા કાળ સુધી ભમે છે. અહીં કુબે૨દત્તનો વૃત્તાંત આ પ્રમાણે છે
=
કુબેરદત્તનું દૃષ્ટાંત
મથુરા નગરીમાં કુબેરસેના નામની ગણિકા હતી. તે એક વખત નવા ઉત્પન્ન થયેલા ગર્ભના યોગથી અતિશય ખેદ પામી. તેથી તેની માતા કુટ્ટિનીએ ખેદ પામેલી તેને જોઈને તેની પીડાને દૂર ક૨વા માટે વૈદ્યને બોલાવ્યો. તેણે નાડી સ્પંદ વગેરેથી તેણીને નિરોગી જાણીને આ પ્રમાણે કહ્યું: આના શ૨ી૨માં કોઈ પણ રોગ તો નથી, પરંતુ ઉદરમાં બાળયુગલ (અર્થાત્ બે બાળકો) ઉત્પન્ન થયું