________________
૨૩૬
આત્મપ્રબોધ
ફરી કહ્યું કે આ બાળકની માતા છે તે (૧) મને જન્મ આપનારી હોવાથી મારી પણ માતા છે. (૨) મારા કાકાની માતા હોવાથી મારી દાદી છે. (૩) મારા ભાઈની પતી હોવાથી મારી ભાભી છે. (૪) મારા શોક્ય પુત્રની પતી હોવાથી મારી પુત્રવધૂ છે. (૫) મારા પતિની માતા હોવાથી મારી સાસુ છે. (૬) મારા પતિની બીજી પત્ની હોવાથી મારી શોક્ય છે. બાળકની માતા કુબેરસેના વેશ્યાની સાથે આ પોતાના છ સંબંધો બતાવ્યા. આ પ્રમાણે આ અઢાર સંબંધો જણાવીને તે સાધ્વીએ તેની ખાતરી માટે સ્વયં વ્રતનો સ્વીકાર કરતી વખતે રાખી મૂકેલી પોતાના નામથી અંકિત મુદ્રિકા કુબેરદત્તને અર્પણ કરી. ત્યાર પછી કુબેરદત્તે પણ તે મુદ્રિકાને જોઈને બધાય સંબંધની વિરુદ્ધતાને જાણીને તરત વૈરાગ્ય પામી આત્મનિંદા કરતો પોતાની શુદ્ધિ માટે દીક્ષા ગ્રહણ કરી અને મહાન તપો કર્યા. તથા તે વાતને સાંભળવાથી પ્રતિબોધ પામેલી કુબેરસેના વેશ્યાએ પણ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. ત્યાર પછી કુબેરદત્તા સાધ્વી આ પ્રમાણે તેનો ઉદ્ધાર કરીને પોતાની પ્રવર્તિની પાસે ગઈ. ક્રમે કરી આ બધાય જીવો પોતાના ધર્મને સારી રીતે આરાધીને સદ્ગતિના ભાગી થયા. આ પ્રમાણે અઢાર સંબંધો ઉપર કુબેરદત્તનું દૃષ્ટાંત પૂર્ણ થયું.
આ સંબંધો એક ભવને આશ્રયી બતાવ્યા છે. અનેક ભવની અપેક્ષાએ તો પ્રાયઃ વ્યવહાર રાશિમાં આવેલા જીવોનો એક એક પણ સંબંધ અનંતવાર પ્રાપ્ત થયો છે. શ્રીમતી ભગવતીજી અંગમાં બારમા શતકમાં સાતમા ઉદેશામાં કહ્યું છે કે- ‘મય અંતે ની સબનવા મત્તા' ઈત્યાદિ
અહીં આ તાત્પર્ય છે- હે ભગવન ! આ જીવ સર્વ જીવોની માતાપણે, પિતાપણે, ભાઈપણે, બહેનપણે, પતીપણે, પુત્રપણે, પુત્રીપણે, પુત્રવધૂપણે, શત્રુપણે-વૈરીપણે, ઘાતકપણે, વધકપણે, પ્રત્યનીકપણે, પ્રત્યામિત્રપણે, રાજાપણે, યુવરાજપણે યાવત્ સાર્થવાહ પણે, દાસપણે, શ્રેષ્યપણે,
તકપણે, ભાગગ્રાહકપણે, શિખામણ આપવાપણે અને દ્રષ્યપણે પૂર્વે ઉત્પન્ન થયો છે ? આ પ્રમાણે ગૌતમ સ્વામીએ પૂછ્યું એટલે ભગવાને કહ્યું હે ગૌતમ ! હા, અનેકવાર અથવા અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયો છે. આ પ્રમાણે બધા ય જીવો પણ આ જીવના માતા વગેરે પણે અનેકવાર અથવા અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયા છે.
(૪) એકત્વ ભાવના- આ સંસારમાં જીવ એકલો જ ઉત્પન્ન થાય છે, અને એકલો જ મરે છે. એકલો જ વારંવાર કર્મોને ઉપાર્જન કરે છે, અને તેના ફળોને એકલો જ ભોગવે છે. પરમાર્થથી એક જિનધર્મ વિના બીજા કોઈ પણ સ્વજન વગેરે સહાય કરતા નથી. ઇત્યાદિ ચિંતન કરવું તે એકત્વ ભાવના છે. કહ્યું છે કે- इक्को कम्माइ सम्म-जणेइ भुंजइ फलं पि तस्सिक्को ।
इक्कस्स जम्ममरणे, परभवगमणं च इक्कस्स ॥ १ ॥ અર્થ- એકલો જ કર્મોને ભેગા કરે છે અને તેના ફળને પણ એકલો જ ભોગવે છે. એકલાના જ જન્મ અને મરણ થાય છે, અને પરભવમાં એકલો જ જાય છે.
(૫) અન્યત્વ ભાવના- જો અહીં આત્મપ્રદેશોથી ગાઢ સંબંધવાળું, લાંબા કાળ સુધી મનને ઈષ્ટ એવા અશન-પાન વગેરેથી ઘણા પ્રકારે લાલન કરાયેલું પોતાનું શરીર પણ પરમાર્થથી ભિન્ન