SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ હોવાના કારણે અંતે જીવની પાછળ નથી આવતું તો પછી બાહ્ય ધન-કનક વગેરે ૫રવસ્તુની તો વાત જ શું ક૨વી ? તેથી એક આત્મધર્મ વિના બધા ય ભાવો અન્ય છે. અર્થાત્ આત્માથી ભિન્ન છે. ઇત્યાદિ ચિંતન કરવું તે અન્યત્વ ભાવના છે. કહ્યું છે કે चिरलालियंपि देहं, जइ जीअंतंमि नाणुवट्टेइ । ता तंपि होइ अन्नं, धणकणयाईण का वत्ता ? ॥ १ ॥ अन्नं इमं च कुडुंबं, अन्ना लच्छी सरीरमवि अन्नं । मोत्तुं जिणंदधम्मं, न भवंतरगामिओ अन्नो ॥ २ ॥ ૨૩૭ અર્થ- લાંબા કાળથી લાલન કરાયેલું શરીર પણ જો જીવની પાછળ નથી જતું તેથી તે ભિન્ન છે, તો પછી ધન-કનક આદિની શું વાત કરવી ? વળી બીજું- આ કુટુંબ અન્ય છે. લક્ષ્મી અન્ય છે. શરીર પણ અન્ય છે. શ્રી જિનધર્મને છોડીને ભવાંતરમાં બીજો કોઈ સાથે આવતો નથી. (૬) અશુચિત્વ ભાવના- અહીં રસ-રુધિર-માંસ-મેદ-અસ્થિ-શુક્ર-મજ્જા-આમય, શ્લેષ્મમલ-મૂત્ર આદિથી પૂરાયેલા, ચામડાની અંદર સ્નાયુના સમૂહથી વીંટળાયેલા, હંમેશા કૃમિ-રોગગંડૂપદ આદિથી આકુલ, આ ઔદારિક શરીર તત્ત્વદૃષ્ટિથી વિચારવામાં આવે તો મહા અશુચિ છે. સદ્ભૂત એવા એક આત્મધર્મ વિના કેવી રીતે શુદ્ધ થાય ? અર્થાત્ કોઈ પણ રીતે શુદ્ધ ન થાય. જેઓ કેટલાક આવા પણ શરીરની કેવળ જલ આદિથી શુદ્ધિને ઇચ્છે છે તેઓ તત્ત્વથી વિમુખ થયેલા છે, અજ્ઞાની જ છે. ઇત્યાદિ ચિંતન કરવું તે અશુચિત્વ ભાવના છે. કહ્યું છે કે मेयवसरे अमलमुत्त- पूरियं चम्मवेढिअं तत्तो । जंगममिव वच्चहरं, कह एअं सुज्झए देहं ॥ १॥ અર્થ- મેદ-ચરબી-શુક્ર-મલ-મૂત્રથી પૂરાયેલું, ચામડાથી વીંટળાયેલું તેથી જ હાલતું ચાલતું પાયખાનું છે. તો પછી આ શરીર કેવી રીતે શુદ્ધ થાય ? શાસ્ત્રમાં ગર્ભાધારણથી માંડી શરીરની અપવિત્રતાનું વર્ણન હવે તંદુલવૈકાલિક પ્રકીર્ણક અનુસારે આ શરીરના જ ગર્ભધારણ કરવાથી માંડીને કંઈક વિશેષ અશુચિપણાના સ્વરૂપને બતાવવામાં આવે છે તેમાં પહેલાં તો સ્ત્રીની નાભિની નીચે પુષ્પનાલિકાના આકા૨ે જે બે નાડી છે તેની નીચે ઊંધા કરેલા કમળના કોશાકારે જીવને ઉત્પન્ન થવાના સ્થાન સ્વરૂપ યોનિ છે. તેના નીચેના પ્રદેશમાં આંબાની મંજરી જેવી માંસની મંજરી છે. તે ઋતુ સમયે ફૂટેલી લોહીના બિંદુઓને ઝરાવે છે. ત્યાર પછી તે મંજરી અર્થાત્ લોહીના બિંદુઓ કોશાકાર યોનિમાં પ્રવેશે છે અને પુરુષના સંયોગથી શુક્રમિશ્રિત થાય છે. ત્યારે યોનિ જીવની ઉત્પત્તિને યોગ્ય થાય છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે. તેમાં બાર મુહૂર્ત સુધી તે શુક્ર અને શોણિત અવિધ્વસ્ત યોનિવાળા રહે છે. ત્યાર પછી વિષ્વસ્ત યોનિપણાને પામે છે. તેથી બાર મુહૂર્તની અંદર જ તેમાં જીવ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી તેમાં જીવ ઉત્પન્ન થતો નથી. તે જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે ત્યારે જ ત્યાં ભેગા થયેલા પિતા સંબંધી શુક્રને અને માતા
SR No.005692
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2003
Total Pages326
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy