________________
પ્રથમ પ્રકાશ - સભ્યત્વ
હોવાના કારણે તેના તે ધર્મો પશુ જેવા છે. વળી જે જીવે પરમાર્થથી આત્માને જાણ્યો નથી તેની સિદ્ધિ ગતિ દૂર છે. વળી તેને પરમાત્મ સંપત્તિની ઓળખ ન હોવાથી ધન-ધાન્ય વગેરે સાંસારિક ઋદ્ધિ જ ઉત્સુકતાનું કારણ છે. વળી તેની આશારૂપી નદી હંમેશા જ અપૂર્ણ રહે છે. વળી- જીવોને જ્યાં સુધી આત્મબોધ થયો નથી ત્યાં સુધી ભવસમુદ્ર દુસ્તર છે, ત્યાં સુધી જ મોહમહાભટ દુર્જય છે, અને ત્યાં સુધી જ કષાયો અતિવિષમ છે. આથી એ નક્કી થયું કે આત્મબોધ સર્વોત્તમ છે.
હવે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી એ ન્યાયથી આત્મબોધ પ્રગટ થવામાં સદ્ભુત કોઈપણ કારણ હોવું જોઈએ. અને તે પરમાર્થથી સમ્યકત્વ જ છે. એ સિવાય બીજું કોઈ પણ કારણ નથી. કેમ કે- આગમમાં સમ્યકત્વ વિના તેની ઉત્પત્તિ સંભળાતી નથી. તેથી એ સિદ્ધ થયું કેઆત્મબોધ સમ્યકત્વમૂલક છે, અર્થાત્ આત્મબોધનું મૂળ સમ્યકત્વ છે.
સમ્યકત્વની ઉત્પત્તિ હવે સમ્યકત્વના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે પહેલા તેની ઉત્પત્તિ કહેવાય છે. કોઈક અનાદિ મિથ્યાદષ્ટિ જીવ મિથ્યાત્વના કારણે અનંત પુદ્ગલ પરાવર્ત સુધી અપાર ઘોર સંસારમાં ભમીને ભવ્યત્વના પરિપાકના કારણે પર્વત પરથી પડતી નદીના પાણીના વેગથી ઘસડાતા પથ્થરના ઘસારા સમાન કોઈ પણ રીતે અનાભોગથી થયેલા પરિણામ વિશેષરૂપ યથાપ્રવૃત્તિકરણથી ઘણા કર્મને નિર્જરતો અને અલ્પ કર્મને બાંધતો સંજ્ઞીપણાને પામીને આયુષ્ય સિવાયના સાત કર્મોને પલ્યોપમના અસંખ્યય ભાગે ન્યૂન એવા એક કોડાકોડી સાગરોપમ જેટલી સ્થિતિવાળા કરે છે. અહીં વચ્ચે જીવના દુષ્કર્મથી ઉત્પન્ન થયેલ, કર્કશ, ગાઢ, લાંબાકાળથી થયેલ, ગુપ્ત, વાંકી ગાંઠ જેવો દુઃખે કરી ભેદી શકાય તેવો, પૂર્વ ક્યારેય નહીં ભેદાયેલો ગાઢ રાગ-દ્વેષનો પરિણામ હોય છે, જેને ગ્રંથિ કહે છે. આ ગ્રંથિ સુધી અભવ્ય જીવો પણ યથાપ્રવૃત્તિકરણથી કર્મ ખપાવીને અનંતીવાર આવે છે. ગ્રંથિ દેશે રહેલો અભવ્ય કે ભવ્ય જીવ સંખ્યય કે અસંખ્યય કાળ સુધી ત્યાં રહે છે. ત્યાં રહેલો કોઈક અભવ્ય જીવ ચક્રવર્તી વગેરે અનેક રાજાઓથી કરાતા શ્રેષ્ઠ પૂજા-સત્કાર-સન્માન-દાનવાળા ઉત્તમ સાધુને જોઈને અથવા જિનેશ્વરની ઋદ્ધિ જોઈને અથવા સ્વર્ગના સુખની પ્રાર્થનાથી દીક્ષા ગ્રહણ કરવા વડે દ્રવ્યસાધુપણાને પામીને પોતાની મોટાઈ થાય વગેરે ઈચ્છાથી ભાવસાધુની જેમ પડિલેહણ વગેરે ક્રિયા સમૂહને આચરે છે, અને ક્રિયાના બળથી જ ઉત્કૃષ્ટથી નવમા રૈવેયક સુધી પણ જાય છે. અભવ્ય જીવોને પૂર્વધર લબ્ધિનો અભાવ હોવાથી કોઈક અભવ્ય જીવ ઉત્કૃષ્ટથી નવમા પૂર્વ સુધી દ્રવ્ય શ્રુતને પણ માત્ર સૂત્રથી પામે છે, પણ અર્થથી પામતો નથી. કોઈક મિથ્યાત્વી ભવ્યજીવ ગ્રંથિદેશે રહેલો કંઈક ન્યૂન દશપૂર્વ સુધી દ્રવ્ય શ્રુતને પામે છે. આથી જ મિથ્યાત્વીએ ગ્રહણ કરેલું હોવાથી કંઈક ન્યૂન દશપૂર્વ સુધીનું શ્રુત મિથ્યાશ્રુત પણ હોય છે. જેને સંપૂર્ણ દશપૂર્વ શ્રત હોય છે તેને નિયમો સમ્યકત્વ હોય છે. બાકીના કંઈક ન્યૂન દશપૂર્વધર વગેરેમાં સમ્યકત્વની ભજના છે, અર્થાત્ સમ્યકત્વ હોય પણ અને ન પણ હોય. કલ્પભાષ્યમાં કહ્યું છે કે
___ चउदस दस य अभिन्ने, नियमा सम्मं तु सेसए भयणा ॥ અર્થ-ચૌદ અને સંપૂર્ણ દશપૂર્વમાં નિયમો સમ્યકત્વ હોય છે, બાકીમાં ભજના.