________________
આત્મપ્રબોધ
એ પછી કોઈક મહાત્મા કે જેને ૫૨મનિવૃત્તિ (મોક્ષ) સુખ નજીક છે, જેનો દુઃખેકરી રોકી શકાય એવો વીર્યનો પ્રસર અતિઉલ્લસિત થયો છે, જે પરમ વિશુદ્ધ અધ્યવસાય વિશેષરૂપ તીક્ષ્ણ ખડ્ગધારા જેવા અપૂર્વક૨ણથી યથોક્ત સ્વરૂપવાળી ગ્રંથિનો ભેદ કરીને અનિવૃત્તિકરણમાં પ્રવેશે છે. ત્યાં પ્રતિસમય વિશુદ્ધ અધ્યવસાયવાળો થતો તે જ કર્મોને સારી રીતે ખપાવતો અને ઉદયમાં આવેલા મિથ્યાત્વને વેદતો અને ઉદયમાં નહીં આવેલા મિથ્યાત્વને ઉપશમાવવા સ્વરૂપ અંતર્મુહૂર્ત કાળપ્રમાણ અંતરકરણમાં પ્રવેશે છે. અંતકરણમાં પ્રવેશવાનો વિધિ આ પ્રમાણે છે
અંતરકરણ સ્થિતિમાંથી દલિકને ગ્રહણ કરીને પ્રથમ સ્થિતિમાં નાખે છે. એ પ્રમાણે પ્રતિસમય ત્યાં સુધી નાખે છે જ્યાં સુધી અંતરકરણમાં રહેલા બધાય દલિકો ક્ષય પામે. અને અંતર્મુહૂર્ત કાળમાં સઘળા ય દલિકો ક્ષય પામે છે. ત્યારપછી તે અનિવૃત્તિકરણ સમાપ્ત થયે છતે અને ઉદયમાં આવેલા મિથ્યાત્વનો અનુભવથી ક્ષય થયે છતે અને ઉદયમાં નહીં આવેલા મિથ્યાત્વનો પરિણામ વિશુદ્ધિ વિશેષથી ઉદય રોકે છતે ઉખર પ્રદેશ સમાન મિથ્યાત્વના વિવરને પામીને, સંગ્રામમાં મોટો સુભટ વૈરીને જીતીને અત્યંત આનંદને પામે તેમ પરમ આનંદમય, અપૌદ્ગલિક ઔપમિક સમ્યક્ત્વને પામે છે અને ત્યારે ગ્રીષ્મના તાપથી તપેલો કોઈ જીવ ગોશીર્ષ ચંદનના રસથી અતિ અદ્ભૂત શીતલતાને પામે તેમ તે ઔપશમિક સમ્યક્ત્વથી તેના આત્મામાં અતિ અદ્ભૂત શીતલતા પ્રગટે છે. ત્યારપછી ત્યાં રહેલો સત્તામાં રહેલા મિથ્યાત્વને શોધીને ત્રણ પૂંજરૂપે અવશ્ય સ્થાપે છે.
જેમ કોઈ જીવ મદન કોદ્રવોને ઔષધ વિશેષથી શુદ્ધ કરે છે અને શુદ્ધ કરાતા તે કોદ્રવોમાંથી કેટલાક શુદ્ધ થાય છે, કેટલાક અર્ધશુદ્ધ જ થાય છે અને તેમાંથી કેટલાક તો સર્વથા જ શુદ્ધ થતા નથી. આ પ્રમાણે જીવ પણ અધ્યવસાય વિશેષથી જિનવચનની રુચિમાં પ્રતિબંધ કરનારા દુષ્ટ રસનો ઉચ્છેદ કરવા દ્વારા મિથ્યાત્વને શોધે છે અને શુદ્ધ કરાતું તે મિથ્યાત્વ પણ શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધ એમ ત્રણ પ્રકારે થાય છે. તેની સ્થાપના આ પ્રમાણે છે- ૦, 0, ♦ તેમાં શુદ્ધ પુંજ સર્વજ્ઞધર્મનો સારી રીતે સ્વીકાર કરવામાં પ્રતિબંધક થતો ન હોવાથી સમ્યક્ત્તુંજ કહેવાય છે. બીજો અર્ધશુદ્ધ પુંજ છે તે મિશ્રપુંજ કહેવાય છે. તેના ઉદયે જિનધર્મમાં ઉદાસીનતા જ થાય છે. અશુદ્ધપુંજ અરિહંત આદિ વિશે મિથ્યાપ્રતિપત્તિને ઉત્પન્ન કરતો હોવાથી મિથ્યાત્વપુંજ કહેવાય છે. આ પ્રમાણે અંતરકરણથી અંતર્મુહૂર્ત કાલવાળું ઔપશમિક સમ્યક્ત્વ અનુભવ્યા પછી નિયમા આ જીવ જો શુદ્ધપુંજનો ઉદય થાય તો ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ થાય છે. અર્ધશુદ્ધપુંજના ઉદયમાં મિશ્રદૃષ્ટિ થાય છે. અશુદ્ધપુંજના ઉદયમાં સાસ્વાદન સમ્યક્ત્વને સ્પર્શવાપૂર્વક મિથ્યાર્દષ્ટિ થાય છે. વળીપ્રથમનું ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થયે છતે કોઈક જીવ સમ્યક્ત્વની સાથે દેશવિરતિને અથવા સર્વવિરતિને સ્વીકારે છે. શતકબૃહત્ ચૂર્ણિમાં કહ્યું છે કે
उवसमसम्मद्दिट्ठी, अंतरकरणट्ठिओ कोइ देसविरई पि लहइ । कोइ पमत्तभावं पि, सासयणो पुण न किं पि लहेइ ॥
અર્થ- અંતરકરણમાં રહેલો ઉપશમ સમ્યગ્દષ્ટિ કોઈ જીવ દેશવિરતિને પણ પામે છે અને કોઈ જીવ પ્રમત્તભાવ (છટ્ઠા સર્વવિરતિ ગુણસ્થાન)ને પણ પામે છે. પણ સાસ્વાદન સમ્યક્ત્વવાળો