________________
પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ
કિંઈ પણ પામતો નથી. આ અભિપ્રાય કાર્મગ્રંથિકોનો છે. સૈદ્ધાંતિકોનો તો અભિપ્રાય આ પ્રમાણે છેઅનાદિ મિથ્યાદષ્ટિ કોઈ જીવ ગ્રંથિભેદ કરીને તેવા પ્રકારના તીવ્ર પરિણામથી યુક્ત હોવાના કારણે અપૂર્વકરણ ઉપર આરૂઢ થયેલો મિથ્યાત્વના ત્રણ પુંજ કરે છે. ત્યારપછી અનિવૃત્તિકરણના સામર્થ્યથી શુદ્ધ પુંજવાળા પુદ્ગલોને વેદતો ઔપથમિક સમ્યકત્વ પામીને જ પહેલાથી જ ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ થાય છે. વળી બીજો કોઈ જીવ યથાપ્રવૃત્તિકરણ આદિ ત્રણ કરણના ક્રમથી અંતરકરણના પ્રથમ સમયે પથમિક સમ્યકત્વ પામે છે. આ જીવ ત્રણ પુંજ કરતો નથી જ. અને તેથી પથમિક સમ્યકત્વથી પડેલો અવશ્ય મિથ્યાત્વને જ પામે છે. અહીં તત્ત્વ તો તત્ત્વને જાણનારા જાણે.
હવે કલ્પભાષ્યમાં કહેલો ત્રણ પુજના સંક્રમનો વિધિ બતાવવામાં આવે છે. વધતા પરિણામવાળો સમ્યગ્દષ્ટિ જીવ મિથ્યાત્વ દલિકમાંથી પુદ્ગલોને ખેંચીને સમ્યકત્વમાં અને મિશ્રમાં સંક્રમાવે છે. મિશ્ર પુદ્ગલોને સમ્યગ્દષ્ટિ જીવ સમ્યકત્વમાં અને મિથ્યાદૃષ્ટિ જીવ મિથ્યાત્વમાં સંક્રમાવે છે. સમ્યકત્વ પુદ્ગલોને તો મિથ્યાદૃષ્ટિ મિથ્યાત્વમાંજ સંક્રમાવે છે, પણ મિશ્રમાં સંક્રમાવતો નથી. વળી- મિથ્યાત્વનો ક્ષય ન થયો હોય ત્યાં સુધી સમ્યગ્દષ્ટિઓ નિયમા ત્રણ પુંજવાળા હોય છે. મિથ્યાત્વ ક્ષીણ થયા પછી બે પુજવાળા હોય છે, અને મિશ્રપુજનો ક્ષય થયા પછી એક પંજવાળા અને સમ્યકત્વ ક્ષીણ થયે છતે ક્ષેપક હોય છે.
વળી- કાર્મગ્રંથિકના અભિપ્રાયે જેણે પ્રથમ વખત સમ્યકત્વ પ્રાપ્ત કર્યું છે એવો જીવ સમ્યકત્વનો ત્યાગ કરી મિથ્યાત્વને પામેલો છતો ફરી પણ બધી ઉત્કૃષ્ટ સ્થિતિવાળી કર્મપ્રકૃતિઓ બાંધે છે. જ્યારે સૈદ્ધાંતિકના અભિપ્રાયે ભિન્ન ગ્રંથિવાળો સમ્યગ્દષ્ટિ જીવ મિથ્યાત્વને પામેલો હોય તો પણ ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધતો નથી. અહીં સમ્યક્ત્વના વિચારમાં ઘણી ચર્ચા છે તે ગ્રંથ મોટો થઈ જવાના ભયથી અહીં નહીં કહેલી હોવાથી બીજા ગ્રંથમાંથી જાણી લેવી. (૪) હવે સમ્યકત્વ કેટલા પ્રકારનું હોય છે એવી શંકા કરીને તેના ભેદો બતાવવામાં આવે છે.
સમ્યકત્વના ભેદો - एगविह १ दुविह २ तिविहं ३, चउव्विहं ४ पंचविहं ५ दसविहं १० ।
सम्म होइ जिणणायगेहिं, इह भणियं शंतनाणीहिं ॥५॥
અર્થ- સમ્યકત્વ એક પ્રકારે, બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે, પાંચ પ્રકારે અને દશ પ્રકારે છે એ પ્રમાણે અનંતજ્ઞાની જિનેશ્વરોએ કહ્યું છે.
હવે એક પ્રકારે સમ્યકત્વ બતાવવામાં આવે છે
તત્ત્વરુચિરૂપ સમ્યકત્વ એક પ્રકારે કહેલું છે. અર્થાત્ શ્રી જિનેશ્વરોએ ઉપદેશેલા જીવાજીવાદિ પદાર્થો વિશે સમ્યક શ્રદ્ધા રાખવી એ રૂપ સમ્યકત્વ એક પ્રકારનું છે.
હવે બે પ્રકારે સમ્યકત્વ બતાવવામાં આવે છે– ' દ્રવ્યથી અને ભાવથી એમ સમ્યકત્વ બે પ્રકારનું છે. તેમાં જે વિશોધિવિશેષથી વિશુદ્ધ કરેલા મિથ્યાત્વના મુદ્દગલો તે દ્રવ્ય સમ્યકત્વ છે. તે શુદ્ધ પુદ્ગલોના આલંબને ઉત્પન્ન થયેલો જીવનો જે