________________
આત્મપ્રબોધ
“જિનોક્ત તત્ત્વરુચિરૂપ પરિણામ” તે ભાવ સમ્યકત્વ છે. અથવા પરમાર્થને નહીં જાણતા જીવનો જે જિનવચનરૂપ તત્ત્વ ઉપર શ્રદ્ધાન તે દ્રવ્ય સમ્યકત્વ અને પરમાર્થને જાણતા જીવનો જે જિનવચનરૂપ તત્ત્વ ઉપર શ્રદ્ધાન તે ભાવ સમ્યકત્વ.
નિશ્ચય અને વ્યવહારના ભેદથી સમ્યકત્વ બે પ્રકારનું છે. તેમાં જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ જે આત્માનો શુભ પરિણામ તે નિશ્ચય સમ્યકત્વ અથવા જ્ઞાનાદિ પરિણામથી આત્મા અભિન્ન હોવાથી આત્મા એ જ નિશ્ચય સમ્યકત્વ છે.
आत्मैव दर्शनज्ञान-चारित्राण्यथवा यतेः ।
વત્તા વૈષ શરીરમતિતિ | 8 II (યોગશાસ્ત્ર-૪). અર્થ- યતિને આત્મા જ દર્શન છે, આત્મા જ જ્ઞાન છે અને આત્મા જ ચારિત્ર છે. કારણ કે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ જ આત્મા આ શરીર વિશે રહેલો છે.
વળી- નિશ્ચયથી નિષ્પન્ન સ્વરૂપવાળો એટલે કે જેનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થયું છે એવો સ્વજીવ જ દેવ છે. તથા નિશ્ચયથી તત્ત્વરમણરૂપ સ્વજીવ જ ગુરુ પણ છે, અને નિશ્ચયથી જ્ઞાનાદિ સ્વભાવવાળો સ્વજીવ જ ધર્મ છે. સ્વજીવ સિવાય અન્ય કોઈ પણ દેવ-ગુરુ-ધર્મ નથી એ પ્રમાણે જે શ્રદ્ધા કરવી તે નિશ્ચય સમ્યકત્વ જાણવું, અને આ જ મોક્ષનું કારણ છે. કારણ કે જીવ સ્વરૂપના જ્ઞાન વિના કર્મક્ષય રૂપ મોક્ષ થતો નથી.
હવે અરિહંત એ જ દેવ છે, સદ્ધર્મનો ઉપદેશ આપવા દ્વારા મોક્ષમાર્ગને બતાવનારા ગુરુ છે અને કેવલી ભગવતે પ્રરૂપેલો દયામૂળવાળો ધર્મ એ જ ધર્મ છે. ઇત્યાદિ અર્થની સાત નય, બે પ્રમાણ અને ચાર નિપાથી જે શ્રદ્ધા કરવી તે નિશ્ચય સમ્યકત્વનું કારણ હોવાથી વ્યવહાર સમ્યકત્વ જાણવું.
અહીં તાત્પર્ય આ છે- જે રાગ-દ્વેષ-મોહથી રહિત છે તે જ દેવ છે અને તેવા તો શ્રીમાનું અરિહંત જ છે. તે સિવાયના બ્રહ્મા-મહાદેવ વગેરેમાં સ્ત્રી-શસ્ત્ર-જપમાલા વગેરે રાગાદિના વ્યક્ત ચિહ્નો દેખાતાં હોવાને કારણે તેઓ દેવ નથી.
પ્રશ્ન- આ લોકોમાં રાગાદિ ભલે હોય એમાં અમને શું હાનિ છે?
ઉત્તર- રાગાદિથી કલુષિત હોવાના કારણે તેઓ હજી પણ મુક્ત થયા નથી અને મુક્ત ન થયા હોવાના કારણે મુક્તિ આપવાની તેઓમાં યોગ્યતા નથી. મુક્તિ માટે જ દેવ અભિપ્રેત છે. અર્થાત્ દેવની સેવા મુક્તિ માટે કરવાની છે અને મુક્તિ આપવાની તો તેઓમાં યોગ્યતા નથી. એમ પણ ન કહેવું કે- નિત્ય મુક્ત હોવાના કારણે આ જીવો રાગાદિથી લપાતા નથી. કારણ કેનિત્ય મુક્ત જીવો ફરી સંસારમાં આવતા નથી, અને પુરાણોક્તિના બળથી સંભળાય છે કે આ જીવોના પુનર્ભવવાળા અસંખેય અવતારો થવાના છે (માટે તેઓ નિત્ય મુક્ત નથી).
પ્રશ્ન- આ લોકોમાં મુક્તિદાયકપણું ભલે ન હોય તો પણ રાજ્યાદિદાયકપણું અને રોગાદિ અપાયવારકપણું આ લોકોમાં સાક્ષાત્ દેખાય છે. માટે રાજ્યાદિ દાયકપણું અને રોગાદિઅપાયવારકપણે તેમનામાં છે જ.