________________
પ્રથમ પ્રકાશ - સમ્યક્ત્વ
ન
ઉત્તર- એ પ્રમાણે કહેવું યોગ્ય નથી. જો એવા દેવ કહેવાતા હોય તો રાજા વગેરેને (અથવા પૃથ્વીકાયથી નિષ્પન્ન ચિંતામણિ વગેરેને) અને વૈદ્ય વગેરેને પણ દેવ કહેવાનો પ્રસંગ આવશે. એમ પણ ન કહેવું કે- રાજા વગેરે સામા પુરુષના કર્મને અનુસારે જ આપનારા છે તેથી અધિક આપનારા નથી. કેમ કે- તેમની પણ તેવી જ પ્રવૃત્તિ દેખાય છે. વળી રાજાની સેવા કરનારા બધાય રાજા હોય છે અને વૈદ્યોની સેવા કરનારા બધાય નિરોગી હોય છે એવું પણ નથી. કેમ કે- અનુભવથી વિરુદ્ધ છે. કહ્યું છે કે
यद्यावद्यादृशं येन, कृतं कर्म शुभाशुभं ।
તત્તાવત્તાદશં તમ્ય, તમીશઃ પ્રયઘ્ધતિ | શ્
અર્થ- જે જીવે જે શુભાશુભકર્મ જેટલું, જેવું કર્યું હોય તેને તે કર્મનું તેટલું, તેવું ફળ ઈશ્વર આપે છે. માટે વિસ્તારથી સર્યું.
વળી- જેઓ પૃથ્વી આદિ ષટ્કાયની વિરાધનાથી નિવૃત્ત થયેલા છે, સમ્યગ્ જ્ઞાની છે, તેઓ જ ગુરુ છે, પણ સર્વ આરંભમાં પ્રવૃત્ત થયેલા હોવાના કારણે જેમને હંમેશા ષટ્કાયના ઉપમર્દનનો સંભવ છે, એવા બ્રાહ્મણ વગેરે ગુરુ નથી.
પ્રશ્ન- ભલે તેઓ ષટ્કાયના ઉપમર્દક રહ્યા, પરંતુ બ્રાહ્મણ જાતિના તો છે ને ?
૯
ઉત્તર- બ્રાહ્મણ જાતિના હોવા છતાં પણ તેમનું આચરણ નિંદ્ય છે. જ્યારે બ્રાહ્મણ જાતિના નહીં હોવા છતાં પારાશર- વિશ્વામિત્ર વગેરેને પૂજનીય કહ્યા છે. કહ્યું છે કે
श्वपाकीगर्भसंभूतः, पाराशरमहामुनिः ।
तपसा ब्राह्मणो जात-स्तस्माज्जातिरकारणं ॥ १ ॥
અર્થ- ચાંડાલીના ગર્ભથી ઉત્પન્ન થયેલા પારાશર મહામુનિ તપથી બ્રાહ્મણ થયા. તેથી બ્રાહ્મણ થવામાં જાતિ કારણ નથી. ૫૧૫
कैवर्त्तीगर्भसंभूतो, व्यासो नाम महामुनिः ।
'तपसा ब्राह्मणो जात - स्तस्माज्जातिरकारणं ॥ २॥
અર્થ- ધીવરની સ્રીના ગર્ભથી ઉત્પન્ન થયેલા વ્યાસ નામના મહામુનિ તપથી બ્રાહ્મણ થયા. તેથી બ્રાહ્મણ થવામાં જાતિ કારણ નથી. રા
शशकीगर्भसंभूतः, शुको नाम महामुनिः ।
तपसा ब्राह्मणो जात - स्तस्माज्जातिरकारणं ॥ ३ ॥
અર્થ- શશકીના ગર્ભથી ઉત્પન્ન થયેલા 'શુક નામના મહામુનિ તપથી બ્રાહ્મણ થયા તેથી બ્રાહ્મણ થવામાં જાતિ કારણ નથી. ૫ા
न तेषां ब्राह्मणीमाता, संस्कारश्च न विद्यते ।
तपसा ब्राह्मणा जाता - स्तस्माज्जातिरकारणं ॥ ४ ॥
૧. વ્યાસનો પુત્ર- ધૃતાચી નામની અપ્સરા શુકી પોપટીનું રૂપ ધારણ કરેલી એક વખત વ્યાસની દૃષ્ટિએ પડી તેને જોઈને વ્યાસનું વીર્ય પડ્યું તેમાંથી થયેલા પુત્રનું નામ શુક પડ્યું.