________________
આત્મપ્રબોધ
અર્થ- ઉપર કહેલા તે મહામુનિઓની માતા બ્રાહ્મણી ન હતી, તેમ જ તેમનો સંસ્કાર થયો ન હતો. તેઓ તપથી બ્રાહ્મણ થયા હતા. તેથી બ્રાહ્મણ થવામાં જાતિ કારણ નથી. જા બીજી જગ્યાએ પણ કહ્યું છે કે
सत्यं ब्रह्म तपो ब्रह्म, ब्रह्म चेन्द्रियनिग्रहः ।
सर्वभूतदया ब्रह्म, एतद्ब्राह्मणलक्षणं ॥१॥ અર્થ- સત્ય બ્રહ્મ છે, તપ બ્રહ્મ છે, ઇંદ્રિયનો નિગ્રહ બ્રહ્મ છે, સર્વ જીવો ઉપર દયા બ્રહ્મ છે. આ બ્રાહ્મણનું લક્ષણ છે. જેના
__ शूद्रोऽपि शीलसंपन्नो, गुणवान् ब्राह्मणो भवेत् ।
ब्राह्मणोऽपि क्रियाहीनः, शूद्रापत्यसमो भवेत् ॥ २॥ અર્થ- શૂદ્ર હોય છતાં પણ શીલસંપન્ન હોય, ગુણવાન હોય, તો તે બ્રાહ્મણ થાય છે. બ્રાહ્મણ હોવા છતાં પણ ક્રિયાહીન હોય, તો તે શૂદ્રના પુત્ર જેવો છે. રા
તેથી ગુરુપણામાં વિરતિ જ પ્રમાણ છે, વિરતિ વિના ગુરુપણામાં પણ તાર્યતારકનો યોગ નથી, અર્થાત્ વિરતિ વિનાના ગુરુ તારવા યોગ્યને તારી શકતા નથી. કારણ કે
दुन्निवि विसयासत्ता, दुण्णवि धणधण्ण संगहसमेआ ।
सीसगुरू समदोसा, तारिज्जइ भणसु को केण ॥ १॥ અર્થ ગુરુ અને શિષ્ય બંને વિષયમાં આસક્ત હોય અને બંને પણ ધન-ધાન્યનો સંગ્રહ કરનારા હોય, શિષ્ય અને ગુરુ બંને સમાન દોષવાળા હોય, તો તે કહે કે કોણ કોને તારે ?
એ પ્રમાણે પણ ન કહેવું કે સંગ રહિત હોવાના કારણે કુટીચર વગેરે સંતો જ છે. કેમ કે જીવનો સારી રીતે બોધ ન હોવાના કારણે તેઓ પણ સ્નાન આદિ આરંભવાળા છે. તેથી પકાયના પાલક સાધુઓ જ ગુરુ છે એમ નક્કી થયું.
સર્વજ્ઞ એવા કેવલી ભગવંતે કહેલો જ ધર્મ કલ્યાણકારી છે, બીજો નહીં. તેઓ (બ્રહ્મા વગેરે) પણ સર્વજ્ઞ છે એ પ્રમાણે ન કહેવું. એક સ્વરૂપવાળા હોવા છતાં અવિરુદ્ધ ધર્મને કહેનારા નથી, અર્થાત્ વિરુદ્ધ ધર્મને કહેનારા છે. તે આ પ્રમાણે- વિષ્ણુના મતમાં સૃષ્ટિ વિષ્ણુના મૂળવાળી છે, અર્થાત્ સૃષ્ટિની રચના વિષ્ણુએ કરી છે. શિવમતમાં સૃષ્ટિ શિવમૂળવાળી છે. શુદ્ધિ પણ એકના મતે પાણીથી થાય છે અને બીજાના મતે રાખથી થાય છે. મોક્ષ પણ એકના મતે આત્મામાં જ લય થઈ જવું તે મોક્ષ છે. બીજાના મતે નવગુણનો ઉચ્છેદ તે મોક્ષ છે. વળી બીજું-પાછળથી પણ જેનો ઉચ્છેદ કરવા યોગ્ય છે એવા અસુરોને સર્જન કરનારા અને તેમને વરદાન આપનારા એવા તેઓ કેવી રીતે સર્વજ્ઞ થવાને યોગ્ય છે ? અર્થાત્ નથી. આથી જ જેમ આપણે (સ્વતંત્રપણે) કહેલો ધર્મ પ્રમાણ નથી તેમ તેમણે કહેલો ધર્મ પ્રમાણ નથી. તેથી કેવલી વડે કહેવાયેલો ધર્મ જ કલ્યાણકારી છે. આ પ્રમાણેની અવિપરીત એવી શ્રદ્ધા સ્વરૂપ સમ્યગૂ રુચિ તે વ્યવહાર સમ્યકત્વ કહેવાય છે. વ્યવહારનય પણ પ્રમાણ છે. તેના બળથી જ તીર્થની પ્રવૃત્તિ છે, અન્યથા તીર્થ ઉચ્છેદનો પ્રસંગ આવે. કહ્યું છે કે૧. નવગુણ- બુદ્ધિ - સુખ - દુઃખ - ઈચ્છા - દ્વેષ - પ્રયત્ન - ધર્મ - અધર્મ - સંસ્કાર.