________________
પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ
. जइ जिणमयं पवजह, ता मा ववहारनिच्छयं मुयह ।
ववहारनओच्छेए, तित्थुच्छेओ जओवस्सं ॥१॥ જો જિનમતને તમે સ્વીકારો છો તો વ્યવહાર અને નિશ્ચયને ન મૂકો. કારણ કે વ્યવહારના ઉચ્છેદથી તીર્થનો ઉચ્છેદ અવશ્ય થાય છે.
વળી- પૌગલિક અને અપૌગલિક ભેદથી પણ સમ્યકત્વ બે પ્રકારે છે.
પૌગલિક સમ્યકત્વ- જેમાંથી મિથ્યાત્વ સ્વભાવ દૂર કરવામાં આવ્યો છે એવા સમ્યકત્વ પુંજમાં રહેલા યુગલને વેદવા સ્વરૂપ ક્ષાયોપથમિક સમ્યકત્વ એ પૌત્રલિક સમ્યકત્વ છે.
અપૌલિક સમ્યકત્વ- મિથ્યાત્વ- મિશ્ર અને સમ્યકત્વપુંજ પુગલોના ક્ષયથી અને ઉપશમથી ઉત્પન્ન થયેલું કેવળ જીવના પરિણામ સ્વરૂપ ક્ષાયિક અથવા ઔપથમિક સમ્યકત્વ તે અપદ્ગલિક સમ્યકત્વ છે.
વળી- નિસર્ગ અને અધિગમના ભેદથી પણ સમ્યકત્વ બે પ્રકારનું છે. તેમાં તીર્થકર વગેરેના ઉપદેશ વિના સ્વભાવથી જ જીવને જે કર્મના ઉપશમ આદિથી ઉત્પન્ન થાય છે તે નિસર્ગ સમ્યકત્વ છે. તીર્થકર આદિના ઉપદેશથી કે જિન પ્રતિમાના દર્શન આદિ બાહ્ય નિમિત્તના આલંબને કર્મના ઉપશમ આદિના કારણે જે પ્રગટ થાય છે તે અધિગમ સમ્યકત્વ છે. અહીં માર્ગ અને વર એમ બે દિષ્ટાંતો છે. તે આ પ્રમાણે
એક માણસ માર્ગથી ભ્રષ્ટ થયેલો ઉપદેશ વિના ભમતો સ્વયં જ માર્ગમાં આવી જાય છે. જ્યારે બીજો કોઈ બીજાના ઉપદેશથી માર્ગમાં આવી જાય છે. જવર પણ કોઈક સ્વયં જ ચાલ્યો જાય છે અને કોઈક ઔષધના ઉપાયથી જાય છે. એ પ્રમાણે જીવોને સમ્યકત્વરૂપ માર્ગની પ્રાપ્તિ અને મિથ્યાત્વરૂપી વરનો અપગમ નિસર્ગ અને ઉપદેશ (અધિગમ)થી વિચારવો. . હવે ત્રણ પ્રકારે સમ્યકત્વ બતાવવામાં આવે છે
કારક, રોચક અને દીપકના ભેદથી સમ્યકત્વ ત્રણ પ્રકારે છે.
તેમાં જીવોને જે સમ્યમ્ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરાવે તે કારક. આનાથી પરમ વિશુદ્ધિરૂપ સમ્યકત્વ પ્રગટ થયે છતે જીવ જે અનુષ્ઠાન જે પ્રમાણે સૂત્રમાં કહ્યું હોય તે પ્રમાણે જ કરે છે. તે કારક સમ્યકત્વ કહેવાય છે. આ સમ્યકત્વ વિશુદ્ધ ચારિત્રીઓને જ હોય છે. તથા જે માત્ર શ્રદ્ધા સ્વરૂપ હોય તે રોચક. જે સમ્યગૂ અનુષ્ઠાનની પ્રવૃત્તિમાં માત્ર રુચિ ઉત્પન્ન કરાવે પણ પ્રવૃત્તિ ન કરાવે તે રોચક સમ્યકત્વ. આ સમ્યકત્વ અવિરત સમ્યગદષ્ટિ એવા કૃષ્ણ, શ્રેણિક વગેરેને જાણવું. તથા જે સ્વયં મિથ્યાષ્ટિ અભવ્ય કે દૂરભવ્ય કોઈક અંગારમઈક આદિની જેમ ધર્મકથા આદિથી યથાવસ્થિત જિનોક્ત જીવ- અજીવ આદિ પદાર્થોનું બીજાની આગળ પ્રકાશન કરે છે તે કારણથી તેનું સમ્યકત્વ દીપક કહેવાય છે.
. પ્રશ્ન- જે સ્વયં મિથ્યાષ્ટિ છે તો પછી તેને સમ્યકત્વ કેવી રીતે હોય? મિથ્યાદૃષ્ટિ અને સમ્યકત્વ એ પરસ્પર વિરુદ્ધ છે.