________________
આત્મપ્રબોધ
ઉત્તર- એ પ્રમાણે ન કહેવું. કારણ કે મિથ્યાદૃષ્ટિ હોવા છતાં પણ તેનો જે પરિણામવિશેષ છે તે સમ્યકત્વ સ્વીકારનારાઓને સમ્યકત્વનું કારણ બને છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને તેને પણ સમ્યકત્વ કહેવામાં દોષ નથી. જેમકે- ઘી આયુષ્યનું કારણ હોવાથી ઘીને આયુષ્ય કહેવામાં દોષ નથી.
તથા પથમિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિકના ભેદથી પણ સભ્યત્વ ત્રણ પ્રકારે છે.
સમ્યકત્વ ચાર પ્રકારે- તથા ઔપશમિક, ક્ષાયિક, લાયોપથમિક અને સાસ્વાદનના ભેદથી સમ્યકત્વ ચાર પ્રકારે છે.
સમ્યકત્વ પાંચ પ્રકારે- તથા ઔપશમિક, ક્ષાયિક, લાયોપથમિક, સાસ્વાદન અને વેદકના ભેદથી સમ્યકત્વ પાંચ પ્રકારે છે.
આનો અર્થ આ પ્રમાણે છે
(૧) ઔપથમિક સમ્યકત્વ- ઉદીર્ણ મિથ્યાત્વને ભોગવીને ક્ષય કરે છતે અને અનુદીર્ણ મિથ્યાત્વને પરિણામ વિશુદ્ધિ વિશેષથી સર્વથા ઉપશાંત કરે છતે જે ગુણ પ્રગટ થાય છે તે ઔપશમિક સમ્યકત્વ કહેવાય છે. આ સમ્યકત્વ ગ્રંથિનો ભેદ કરતા અનાદિ મિથ્યાદષ્ટિને તથા ઉપશમશ્રેણિનો પ્રારંભ કરનાર જીવને હોય છે.
(૨) ક્ષાયિક સમ્યકત્વ- અનંતાનુબંધી ચાર કષાયનો ક્ષય થયા પછી મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યકત્વ એ ત્રણ પુંજ સ્વરૂપ ત્રણે પ્રકારના પણ દર્શન મોહનીય કર્મનો સર્વથા ક્ષય થયે છતે જે ગુણ પ્રગટ થાય છે તે ક્ષાયિક સમ્યકત્વ કહેવાય છે. આ સમ્યકત્વ ક્ષપકશ્રેણિ સ્વીકારનાર જીવને હોય છે.
(૩) ક્ષાયોપથમિક સમ્યકત્વ- ઉદયમાં આવેલું મિથ્યાત્વ વિપાકોદયથી ભોગવીને નાશ પમાડી દીધું છે અને બાકીનું ઉદયમાં નહીં આવેલું સત્તામાં રહેલું છે તે ઉપશાંત, અર્થાત્ મિથ્યાત્વ અને મિશ્ર પુંજને આશ્રયીને જેનો ઉદય રોકી દેવાયો છે અને શુદ્ધ પુંજને આશ્રયીને જેમાંથી મિથ્યાત્વનો સ્વભાવ દૂર કરાયો છે તે ઉપશાંત, અને આ પ્રમાણે ઉદયમાં આવેલા મિથ્યાત્વના ક્ષયથી અને ઉદયમાં નહિ આવેલા મિથ્યાત્વના ઉપશમથી જે સમ્યકત્વ ઉત્પન્ન થાય છે તે ક્ષાયોપથમિક સમ્યકત્વ કહેવાય છે. અતિ સ્વચ્છ વાદળું જેવી રીતે દૃષ્ટિને આચ્છાદન કરતું નથી તેવી રીતે ખરેખર આ શુદ્ધ પુંજ સ્વરૂપ મિથ્યાત્વ પણ યથાવસ્થિત તત્ત્વરુચિનું આચ્છાદક થતું ન હોવાથી ઉપચારથી સમ્યકત્વ કહેવાય છે.
પ્રશ્ન- ઔપથમિક સમ્યકત્વ અને ક્ષાયોપથમિક સમ્યકત્વ એ બંનેમાં પણ ઉદયમાં આવેલા મિથ્યાત્વનો ક્ષય અને ઉદયમાં નહીં આવેલા મિથ્યાત્વનો ઉપશમ છે તો તે બેમાં ભેદ શો છે?
ઉત્તર- ભેદ છે. ક્ષાયોપથમિક સમ્યકત્વમાં મિથ્યાત્વનો વિપાકોદય નથી, પરંતુ રાખથી ઢંકાયેલા અગ્નિના સંબંધવાળા ધૂમરેખાની જેમ પ્રદેશોદય તો છે જ. જ્યારે ઔપશમિક સમ્યકત્વમાં વિપાકથી અને પ્રદેશથી સર્વથા મિથ્યાત્વનો ઉદય નથી જ.