________________
પ્રથમ પ્રકાશ - સમ્યક્ત્વ
(૪) સાસ્વાદન સમ્યક્ત્વ- પૂર્વે કહેલા ઔપશમિક સમ્યક્ત્વના વમન સમયે તેના આસ્વાદન સ્વરૂપ સાસ્વાદન સમ્યક્ત્વ છે. ઔપશમિક સમ્યક્ત્વથી પડતો જીવ જ્યાં સુધી હજી પણ મિથ્યાત્વને પામ્યો નથી ત્યાં સુધી સાસ્વાદન છે.
(૫)વેદક સમ્યક્ત્વ- ક્ષપક શ્રેણિને પામેલો જીવ અનંતાનુબંધી ચાર અને મિથ્યાત્વ- મિશ્ર એ બે પુંજનો ક્ષય કરે છતે અને ક્ષાયોપશમિક સ્વરૂપ શુદ્ધ પુંજ ક્ષય કરતો હોય ત્યારે તેના ચરમ પુદ્ગલોને ખપાવવા તૈયાર થયેલા જીવને તેના અંતિમ પુદ્ગલોને વેદવા સ્વરૂપ જે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે તે વેદક સમ્યક્ત્વ કહેવાય છે. વેદક સમ્યક્ત્વની પ્રાપ્તિના પછીના સમયે અવશ્ય ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. (૬)
પાંચે સમ્યક્ત્વનો કાળ—
अंतमुहुत्तोवसमो, छांवली सासाण वेअगो समओ । साहियतित्तीसायर - खइओ दुगुणो खओवसमो ॥ ७ ॥
૧૩
ઉપશમ સમ્યક્ત્વનો કાળ અંતર્મુહૂર્તનો છે, સાસ્વાદન સમ્યક્ત્વનો કાળ છ આવલિકાનો છે, વેદકનો કાળ એક સમયનો છે, ક્ષાયિક સમ્યક્ત્વનો કાળ સાધિક તેત્રીશ સાગરોપમનો છે અને ક્ષયોપશમ સમ્યક્ત્વનો કાળ તેનાથી બે ગણો છે, અર્થાત્ સાધિક છાસઠ સાગરોપમનો છે.
વ્યાખ્યા- ઔપશમિક સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહુર્ત પ્રમાણ છે. સાસ્વાદન સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ છ આવલિકા છે. વેદકની સ્થિતિ એક સમય છે.
ક્ષાયિક સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ સંસારને આશ્રયીને સાધિક તેત્રીસ સાગરોપમની છે અને તે સર્વાર્થસિદ્ધ આદિની અપેક્ષાએ જાણવી. સિદ્ધ અવસ્થાની અપેક્ષાએ સાદિ અનંત જ છે. અને ક્ષાયોપશમિક સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્ષાયિક સમ્યક્ત્વથી બે ગણી છે. એટલે કે સાધિક છાસઠ સાગરોપમની છે. અને આ વિજયાદિ અનુત્તરમાં તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા ભવમાં બે વાર જવાથી થાય છે. અથવા બાવીસ સાગરોપમની સ્થિતિવાળા એવા બારમા દેવલોકમાં ત્રણવાર જવાથી થાય છે. તેમાં નરભવના આયુષ્યનો પ્રક્ષેપ કરવાથી અધિકપણું થાય છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવાઈ. જઘન્ય સ્થિતિ તો પહેલા ત્રણની (ઔપશમિક-સાસ્વાદન-વેદકની) એકએક સમય છે. અને છેલ્લા બે (ક્ષાયિક-ક્ષાયોપશમિક)ની અંતર્મુહુર્તની છે. (૭)
કયું સમ્યક્ત્વ કેટલીવાર પ્રાપ્ત થાય ?–
उक्कोसं सासायण, उवसमिया हुंति पंचवाराओ । वेयगखयगा इक्कसि, असंखवारा खओवसमो ॥ ८ ॥
ગાથાર્થ- ઉત્કૃષ્ટથી ઔપશમિક અને સાસ્વાદન સમ્યક્ત્વ પાંચવાર, વેદક અને ક્ષાયિક સમ્યક્ત્વ એકવાર, ક્ષાયોપશમિક સમ્યક્ત્વ અસંખ્યવાર પ્રાપ્ત થાય છે.
વ્યાખ્યા- આ સંસારમાં સાસ્વાદન અને ઔપશમિક સમ્યક્ત્વ ઉત્કૃષ્ટથી પાંચ વાર પ્રાપ્ત થાય છે. તેમાં જીવને જ્યારે પ્રથમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે ત્યારે એકવાર અને ઉપશમશ્રેણિની અપેક્ષાએ