________________
૧૪
આત્મપ્રબોધ
ચારવાર એમ કુલ પાંચ વાર પ્રાપ્ત થાય છે. તથા વેદક અને ક્ષાયિક સમ્યકત્વ જીવને એકવાર જ પ્રાપ્ત થાય છે. અને ક્ષાયોપથમિક સમ્યકત્વ ઘણાં ભવની અપેક્ષાએ અસંખ્યવાર પ્રાપ્ત થાય છે. (૮) કયા ગુણસ્થાનકે કયું સમ્યકત્વ પ્રાપ્ત થાય?–
बीयगुणे सासाणो, तुरियाइसु अढिगारचउचउसु ।
उवसमखायगवेयग-खाओवसमा कमा हुंति ॥९॥ બીજા ગુણસ્થાને સાસ્વાદન સમ્યકત્વ હોય છે, ચોથાથી આઠ ગુણસ્થાનકોમાં, ચોથાથી અગિયાર ગુણસ્થાનકોમાં, ચોથાથી ચાર ગુણસ્થાનકોમાં અને ચોથાથી ચાર ગુણસ્થાનકોમાં અનુક્રમે ઔપથમિક, ક્ષાયિક, વેદક અને ક્ષાયોપથમિક સમ્યકત્વ હોય છે.
વ્યાખ્યા- મિથ્યાત્વથી માંડીને અયોગી સુધીના ચૌદ ગુણસ્થાનો છે. તેમાં બીજા ગુણસ્થાને સાસ્વાદન સમ્યકત્વ હોય છે. ચોથા અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી માંડીને અગિયારમા ઉપશાંત મોહ સુધીના આઠ ગુણસ્થાનોમાં પથમિક સમ્યકત્વ હોય છે. તથા ચોથા અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી માંડીને ચૌદમા અયોગી સુધીના અગિયાર ગુણસ્થાનોમાં ક્ષાયિક સમ્યકત્વ હોય છે. ચોથા અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાનથી માંડીને સાતમા અપ્રમત્ત ગુણસ્થાન સુધીના ચાર ગુણસ્થાનોમાં વેદક સમ્યકત્વ હોય છે. અને તે જ ચાર ગુણસ્થાનોમાં લાયોપથમિક સમ્યકત્વ હોય છે. (૯)
એક ભવને આશ્રયીને એક જીવના સમ્યકત્વ આદિના આકર્ષો સમ્યકત્વ વગેરેને પહેલી વખત જ ગ્રહણ કર્યું હોય અથવા ગ્રહણ કરીને મૂકી દીધું હોય અને ફરી તેને ગ્રહણ કરવાનું હોય તેને આકર્ષ કહેવામાં આવે છે. તે આકર્ષ એક જીવને એક ભવમાં કેટલા થાય છે તે કહેવાય છે
तिहिं सहसपुहुत्तं, सयपुहुत्तं च होइ विरईए ।
एगभवे आगरिसा, एवइआ हुंति नायव्वा ॥१०॥ ત્રણ (સામાયિક)ના હજાર પૃથકત્વ, સર્વવિરતિના સો પૃથકત્વ, એક ભવમાં આટલા આકર્ષો થાય છે એ પ્રમાણે જાણવું.
વ્યાખ્યા- ભાવત સામાયિક, સમ્યકત્વ સામાયિક અને દેશવિરતિ સામાયિકના એક ભવમાં હજાર પૃથકત્વ આકર્ષો થાય છે. બેથી નવની સંખ્યાને પૃથકત્વ કહેવાય છે. તથા સર્વવિરતિના આકર્ષો એક ભવમાં સો પૃથકત્વ થાય છે. ઉત્કૃષ્ટથી આટલા આકર્ષો થાય છેજઘન્યથી તો એક જ આકર્ષ થાય છે. (૧૦) એક જીવના સર્વ ભવોમાં કેટલા આકર્ષો થાય તે કહેવાય છે
तिण्हं सहसमसंखा, सहसपुहुत्तं च होइ विरईए ।
नाणाभवआगरिसा, एवतिआ हुंति नायव्वा ॥११॥ પહેલા ત્રણના અસંખ્યાતા હજાર પૃથકત્વ, સર્વવિરતિના હજાર પૃથકત્વ, આટલા આકર્ષો વિવિધ ભવને આશ્રયીને જાણવા.