________________
પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ
૧૫
વ્યાખ્યાન વિવિધ ભવોમાં એક જીવના ભાવકૃત સામાયિક, સમ્યકત્વ સામાયિક અને દેશવિરતિ સામાયિકના અસંખ્યાતા હજાર પૃથકત્વ ઉત્કૃષ્ટથી આકર્ષા થાય છે. સર્વવિરતિના ઉત્કૃષ્ટથી આકર્ષો હજાર પૃથકત્વ થાય છે. તથા બેઈદ્રિય આદિ અને મિથ્યાષ્ટિઓને પણ દ્રવ્યશ્રુતનો સદ્ભાવ હોવાથી દ્રવ્ય કૃતના આકર્ષો અનંતા હોય. આ પ્રમાણે પાંચ પ્રકારનું સમ્યકત્વ કહ્યું.
સમ્યકત્વના દશ પ્રકાર હવે સમ્યકત્વના દશ પ્રકાર બતાવે છે. હમણાં જ કહેવાયેલા પશમિક આદિ પાંચ પ્રકારનું સમ્યકત્વ નિસર્ગથી અને અધિગમથી થતું હોવાથી સમ્યકત્વના દશ પ્રકાર થાય છે. અથવા પ્રજ્ઞાપના આદિ આગમોમાં કહેવાયેલા નિસર્ગરુચિ વગેરે ભેદોથી દશ પ્રકારનું સમ્યકત્વ થાય છે. તે આ પ્રમાણે છે. (૧) નિસર્ગરુચિ (૨) ઉપદેશરુચિ (૩) આજ્ઞારુચિ (૪) સૂત્રરુચિ (૫) બીજરૂચિ (૬) અભિગમ રુચિ (૭) વિસ્તાર રુચિ (૮) ક્રિયા રુચિ (૯) સંક્ષેપરુચિ (૧૦) ધર્મરુચિ.
(૧) નિસર્ગરુચિ- નિસર્ગ એટલે સ્વભાવ. જિનેશ્વર વડે કહેવાયેલા તત્ત્વોમાં સ્વભાવથી જેને રુચિ થાય તે નિસર્ગ રુચિ. આનો અર્થ આ પ્રમાણે છે- જિનેશ્વરો વડે જે જીવાદિનું સ્વરૂપ જોવાયેલું છે તે તે જ પ્રમાણે છે, અન્યથા નથી. આ પ્રમાણે જે જીવ તીર્થંકર વડે બતાવાયેલા દ્રવ્યક્ષેત્ર-કાલ- ભાવના ભેદવાળા અથવા નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવના ભેદવાળા ચાર પ્રકારના જીવાદિ પદાર્થોને બીજાના ઉપદેશ વિના જાતિસ્મરણ, પ્રત્યુત્પન્ન (તાત્કાલિક ઉત્પન્ન થતી) બુદ્ધિ આદિ સ્વરૂપ પોતાની મતિથી જ શ્રદ્ધા કરે છે તે નિસર્ગરુચિ જાણવો.
(૨) ઉપદેશરુચિ-ગુરુ વગેરે વડે કરાયેલું વસ્તુતત્ત્વનું કથન તે ઉપદેશ. ગુરુ ઉપદેશથી જેને રુચિ થાય તે ઉપદેશરુચિ. હમણાં જ કહેવાયેલા જીવાદિ પદાર્થોની છબસ્થ અથવા તીર્થંકર વગેરેના ઉપદેશથી જે શ્રદ્ધા કરે તે ઉપદેશરુચિ જાણવો.
" (૩) આજ્ઞારુચિ- સર્વજ્ઞનાં વચનો તે આજ્ઞા. તે આજ્ઞામાં જેને રુચિ થાય તે આજ્ઞારુચિ. આનો અર્થ આ પ્રમાણે છે- જે ભવ્ય જીવ દેશથી રાગ-દ્વેષ-મોહ-અજ્ઞાનથી રહિત થયો છતો કેવલ તીર્થકર વગેરેની આજ્ઞાથી જ પ્રવચનમાં કહેવાયેલા અર્થના સમૂહને તે પ્રમાણે જ સ્વીકારે છે, પરંતુ મંદ બુદ્ધિવાળો હોવાના કારણે સ્વયં તે પ્રમાણે જાણતો નથી તે જીવ માસતુષ વગેરેની જેમ આજ્ઞારુચિવાળો જાણવો.
આજ્ઞારુચિ સમ્યકત્વ ઉપર માસતુષમુનિનું દૃષ્ટાંત કોઈ એક ગૃહસ્થ ગુરુ પાસે ધર્મ સાંભળીને અને પ્રતિબોધ પામીને દીક્ષા ગ્રહણ કરી. પરંતુ તેવા પ્રકારના તીવ્રતર જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી ગુરુવડે ઘણે ભણાવવા છતાં પણ એક પદ માત્ર પણ ધારણ કરવાને અને ઉચ્ચારવાને શક્તિમાન ન થયો. તેથી ગુરુએ કહ્યું: આ શાસ્ત્રના અધ્યયનથી સર્યું. તું કેવલ “મા રુષ- મા તુષ’ એ પ્રમાણે ભણ. હવે બુદ્ધિહીન હોવાથી તે વાક્યને પણ ભણવા અસમર્થ થયા છતાં તેના સ્થાને “માષતુષ' એ પ્રમાણે ભણતાં, કેવલ ગુરુ આજ્ઞાને જ