________________
૧
૬
આત્મપ્રબોધ
પ્રમાણ કરતા અને આત્મનિંદાને કરતા તે મુનિ સદ્ભાવનાથી ઘનઘાતી ચારે કર્મનો ક્ષય કરી કેવલજ્ઞાનને પામ્યા. આ આજ્ઞારુચિ સમ્યકત્વ જાણવું.
(૪) સૂત્રરુચિ-સૂત્ર એટલે આચારાદિ સ્વરૂપ અંગ-ઉપાંગ વગેરે. સૂત્રથી જેને રુચિ થાય તે સૂત્રરૂચિ. આનો ભાવ આ પ્રમાણે છે- જે સિદ્ધાંતના અધ્યયનને કરતો અને અધ્યયન કરાતા સિદ્ધાંતથી જ સમ્યકત્વને પામે છે અને પ્રસન્ન પ્રસન્નતર અધ્યવસાયવાળો થાય છે તે ગોવિંદ વાચકની જેમ સૂત્રરુચિવાળો જાણવો.
સૂત્રરુચિ સમ્યકત્વ ઉપર ગોવિંદ વાચકનું દૃષ્ટાંત બૌદ્ધમતનો ભક્ત એવો કોઈક ગોવિંદ નામનો પુરુષ જિનાગમના રહસ્યને ગ્રહણ કરવા કપટથી સાધુ થઈ આચાર્યની પાસે સિદ્ધાંતના અધ્યયનને કરતો અને ભણાતા એવા તે જ સૂત્રથી પરિણામની વિશુદ્ધિ થવાથી સમ્યકત્વ પામીને શુદ્ધ સાધુ થઈને આચાર્ય પદને પામ્યો. આ સૂત્રરુચિ જાણવો.
(૫) બીજરૂચિ- બીજની જેવું બીજ જે એક હોવા છતાં પણ અનેક પદાર્થના બોધને ઉત્પન્ન કરનારું વચન તે બીજ. બીજથી જેને રુચિ થાય તે બીજરૂચિ. જે પ્રમાણે બીજા ક્રમે કરીને અનેક બીજને ઉત્પન્ન કરે છે, એ પ્રમાણે જીવની પણ એક પદના વિષયવાળી રુચિ અનેક પદના વિષયવાળી રૂચિઓને ઉત્પન્ન કરે છે. આવા પ્રકારની રુચિવાળો આત્મા બીજ રુચિ કહેવાય છે. અથવા પાણીમાં તેલબિંદુની જેમ. જે પ્રમાણે પાણીના એક ભાગમાં રહેલું પણ તેલબિંદુ સમસ્ત પાણીમાં ફેલાઈ જાય છે, તે પ્રમાણે તત્ત્વના એક દેશમાં ઉત્પન્ન થયેલી રુચિવાળો પણ આત્મા તેવા પ્રકારના લયોપશમના કારણે સંપૂર્ણ તત્ત્વોમાં રુચિવાળો થાય છે. આવો આત્મા બીજરૂચિ જાણવો.
(૬) અભિગમરુચિ- અભિગમ એટલે વિશિષ્ટ બોધ. તેનાથી જેને રુચિ થાય તે અભિગમ રુચિ. અર્થને આશ્રયીને શ્રુતજ્ઞાનને જેણે વિશેષથી જાણ્યું છે તે અભિગમ રુચિ જાણવો. આચારાંગાદિ અંગો, પપાતિકાદિ ઉપાંગો અને ઉત્તરાધ્યયન આદિ પ્રકીર્ણકો શ્રુતજ્ઞાન કહેવાય છે.
(૭) વિસ્તારરુચિ-સંપૂર્ણ દ્વાદશાંગીની નવો વડે વિચારણા કરવી તે વિસ્તાર. વિસ્તારથી વધેલી રુચિવાળો તે વિસ્તારરુચિ. આનો અર્થ આ પ્રમાણે છે. ખરેખર જેણે છ દ્રવ્યના સર્વ પર્યાયો સર્વ પ્રત્યક્ષાદિ પ્રમાણોથી અને નૈગમ આદિ નયના સર્વ પ્રકારોથી યથાવસ્થિત જાણ્યા છે તે વિસ્તારરુચિ જાણવો.
(૮) ક્રિયારુચિ- ક્રિયા એટલે સંયમના સમ્યમ્ અનુષ્ઠાનો તેમાં રુચિ જેને હોય તે ક્રિયારૂચિ. જેને ભાવથી જ્ઞાનાચાર- દર્શનાચાર- ચારિત્રાચાર આદિ અનુષ્ઠાનોમાં રુચિ છે તે ક્રિયારુચિ જાણવો.
(૯) સંક્ષેપરુચિ-સંક્ષેપ એટલે સંકોચ. વિસ્તારથી અર્થનું જ્ઞાન ન હોવાના કારણે સંક્ષેપમાં રુચિ જેને હોય તે સંક્ષેપરુચિ. અહીં ભાવ આ પ્રમાણે છે. ખરેખર જે જિનપ્રણીત વચનોમાં અકુશલ હોય, બૌદ્ધ આદિ કુદર્શનોને ઈચ્છતો ન હોય, અને સંક્ષેપથી જ ચિલાતીપુત્રની જેમ ઉપશમ વિવેક સંવર નામના ત્રણ પદથી તત્ત્વરુચિને પામે છે તે સંક્ષેપરુચિ જાણવો. અહીં ચિલાતીપુત્રનો વૃત્તાંત તો પ્રસિદ્ધ જ છે. (ચિલાતીપુત્રના વૃત્તાંત માટે જુઓ પાના નંબર ૨૮૪) ૧. આ દૃષ્ટાંત ઉપદેશપદ ગ્રંથમાં વિસ્તારથી છે.