________________
૩૪
આત્મપ્રબોધ અર્થ- ઉત્તમ પુરુષોએ સ્થાપિત કરેલું જે બિંબ સો વર્ષ પછી ખંડિત થયેલું પણ પૂજાય છે. કારણ કે પૂજાયેલું તે બિંબ નિષ્ફળ જતું નથી. અહીં આ વિશેષ છે કે- મુખ, નયન, નાક, ડોક, કટિ વગેરે સ્થાનોમાં ખંડિત થયેલું મૂળનાયકનું બિંબ સર્વથા જ પૂજવા યોગ્ય નથી. પરંતુ આધાર (બેઠક), પરિકર, લાંછન, આદિ સ્થાનોમાં ખંડિત થયેલું હોય તો પણ તે પૂજનીય છે. તથા ધાતુ, લેપ આદિથી બનાવેલું જિનબિંબ ખંડિત થયેલું હોય તો ફરી પણ સાજુ કરાય છે. પરંતુ કાષ્ઠ, રત અને પાષાણથી બનાવેલું જિનબિંબ ખંડિત થયેલું હોય તો તેને ફરી સાજુ કરવું યોગ્ય નથી જ. તથા અતિ અંગવાળી, હીન અંગવાળી, કૃશ ઉદરવાળી, વધેલા પેટવાળી, કૃશ હૃદયવાળી, નેત્રાદિ હીન અંગવાળી, ઉપર દૃષ્ટિવાળી, તિછ દષ્ટિવાળી, નીચા મુખવાળી, રૌદ્ર મુખવાળી પ્રતિમા જોનારના શાંતભાવને ઉત્પન્ન કરતી ન હોવાથી અને રાજાદિના ભયને, સ્વામીના નાશને, ધનના નાશને, શોક-સંતાપ આદિ અશુભ અર્થને સૂચવનારી હોવાથી સજ્જનોને પૂજવા યોગ્ય નથી. યથોચિત અંગને ધારણ કરનારી, શાંત દૃષ્ટિવાળી જિન પ્રતિમા સદ્ભાવને ઉત્પન્ન કરનારી હોવાથી શાંતિ અને સૌભાગ્યની વૃદ્ધિ આદિ શુભ અર્થને આપનારી હોવાથી હંમેશા જ પૂજનીય કહેવાયેલી છે.
ગૃહમંદિરમાં કેવી પ્રતિમા પૂજ્ય હવે ગૃહસ્થોને પોતાના ઘરમાં કેવી પ્રતિમા પૂજવા યોગ્ય છે તેનું સ્વરૂપ બતાવે છે. ખરેખર ! ગૃહસ્થ પૂર્વે બતાવેલા દોષથી રહિત એક અંગુલથી માંડીને અગિયાર અંગુલ સુધીના પ્રમાણવાળી, પરિકર યુક્ત, સોનુ, ચાંદી, રત, પિત્તળ વગેરેથી બનાવેલી, સર્વાગ સુંદર જિનપ્રતિમા પોતાના ઘરમાં પૂજવા યોગ્ય છે. કહેવા પ્રમાણથી અને પરિકરથી રહિત તથા પાષાણ, લેપ, હાથીદાંત, કાષ્ઠ અને લોઢાથી બનાવેલી તથા ચિત્રમાં આલેખેલી જિન પ્રતિમા પોતાના ઘરમાં પૂજવા યોગ્ય નથી જ.
સમયાવલી સૂત્રમાં જણાવેલું છે કે- લેપની, પાષાણની, કાષ્ઠની, હાથી દાંતની અને લોખંડની તથા પરિકર અને પ્રમાણથી રહિત એવી પ્રતિમાને ઘરમાં ન પૂજવી. તથા ઘર મંદિરમાં રહેલી પ્રતિમા આગળ બલિનો બહુ વિસ્તાર ન કરવો. પરંતુ ભાવથી નિત્ય સ્નાન અને ત્રણ સંધ્યાએ પૂજન કરવું. અગિયાર અંગુલથી અધિક પ્રમાણવાળી જિન પ્રતિમા સંઘ મંદિરમાં પૂજવા યોગ્ય છે, પણ ઘર મંદિરમાં પૂજવા યોગ્ય નથી. તથા અગિયાર અંગુલથી નાની પ્રતિમા મૂળનાયકરૂપે સંઘમંદિરમાં સ્થાપવા યોગ્ય નથી. એ પ્રમાણે વિવેક કરવો. તથા વિધિપૂર્વક જિનબિંબ કરનારા અને કરાવનારા મનુષ્યોને હંમેશા સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. દારિદ્ર, દૌર્ભાગ્ય, ખરાબ શરીર, દુર્ગતિ, ખરાબ બુદ્ધિ, અપમાન, રોગ, શોક વગેરે દોષો ક્યારે પણ થતા નથી. ખરેખર ! અહીં જિનબિંબ ચૈત્ય વિચારમાં ઘણું કહેવાનું છે. તે બધું મહાગ્રંથોમાંથી જાણી લેવું. આ પ્રમાણે પાંચ પ્રકારનાં ચૈિત્યો કહેવાયા. (૧૬-૧૭)
ચૈત્યવિનયનું સ્વરૂપ હવે ચૈત્ય વિનયનું સ્વરૂપ કહેવાય છે
द्वित्रिपञ्चाष्टादिभेदैः, प्रोक्ता भक्तिरनेकधा । द्विविधा द्रव्यभावाभ्यां, त्रिविधाङ्गादिभेदतः ॥१८॥