________________
પ્રથમ પ્રકાશ - સમ્યક્ત્વ
જણાવેલી છે. આથી કોઈ દોષ નથી. ૫૨માર્થથી તો આનો નિર્ણય કેવલી ભગવંતો અથવા બહુશ્રુતો જાણે છે. વિવાદમાં કોઈ પણ સિદ્ધિ નથી. ખરેખર તો સમ્યગ્દષ્ટિઓને જે જિનેશ્વર ભગવંતોએ કહ્યું છે તે જ શંકા વિનાનું સત્ય છે.’’ આ જ વાક્ય ઉપાદેય છે. તેથી ચર્ચાથી સર્યું.
હવે વિસંવાદિ અને અવિસંવાદિ એ બંને સ્થાનને આશ્રયીને ત્રણ ભુવનમાં રહેલાં શાશ્વતાં જિનચૈત્યોની ઊંચાઈ વગેરેનું પ્રમાણ કહે છે. તેમાં બાર દેવલોકમાં, નવ ચૈવેયકમાં, પાંચ અનુત્તરમાં તથા નંદીશ્વર, કુંડલ અને રુચક નામના ત્રણ દ્વીપમાં જે જિન ચૈત્યો છે તે ઊંચાઈમાં ૭૨ યોજન પ્રમાણ છે. લંબાઈમાં ૧૦૦ યોજન પ્રમાણ છે. પહોળા ૫૦ યોજન પ્રમાણ છે. તથા કુલગિરિ, દેવકુરુ, ઉત્તરકુરુ, મેરુવન, ગજદંત પર્વત, વક્ષસ્કાર પર્વત, ઈષુકાર પર્વત, માનુષોત્ત૨ પર્વત અને અસુર વગેરે દશ નિકાયમાં રહેલાં ચૈત્યો ૩૬ યોજન ઊંચાં, ૫૦ યોજન લાંબાં અને ૨૫ યોજન પહોળાં છે. તથા દીર્ઘ વૈતાઢ્યો, મેરુ ચૂલિકાઓ (મહાનદીઓ, કુંડોમાં), જંબૂ વગેરે વૃક્ષો (વૃત્ત વૈતાઢ્ય પર્વતો, કંચનગિરિઓ, દિગ્ગજ પર્વતો, દ્રહો, યમલ ગિરિઓ)માં જે ચૈત્યો છે તે ૧૪૪૪ યોજન ઊંચાં છે. એક ગાઉ લાંબાં છે. અર્ધો ગાઉ પહોળાં છે. તથા (રાજધાનીઓ, વ્યંતરોના નગરો અને જ્યોતિષ વિમાનોમાં રહેલાં ચૈત્યો ૯ યોજન ઊંચાં, ૧૨૫ યોજન લાંબાં અને ૬ા યોજન પહોળાં છે. ઇત્યાદિ બધું બુદ્ધિશાળીઓએ વિચારવું.) અહીં નંદીશ્વર, રુચક અને કુંડલ એ ત્રણ દ્વીપમાં રહેલાં ૬૦ ચૈત્યોમાં દરેકમાં ચાર-ચાર દ્વારો છે. આ સિવાયનાં બાકીનાં બધાંય શાશ્વતાં જિનચૈત્યોમાં ત્રણ-ત્રણ દ્વારો જાણવાં. વળી બધાં ય શાશ્વતાં જિનબિંબોનાં નામ ઋષભાનન, ચંદ્રાનન, વારિષણ અને વર્ધમાન એ પ્રમાણે ચાર નામથી જ કહેવા. કેમકે આગમમાં તે જ પ્રમાણે કહેલું છે. આ પ્રમાણે શાશ્વત જિનચૈત્યોનું વિવેચન કર્યું.
ચૈત્યોના ગુણ-દોષો
૩૩
હવે ભક્તિકૃત વગેરે અશાશ્વત ચૈત્યોના ગુણ-દોષ આદિનું વર્ણન કરે છે- તેમાં કપાળ, નાક, મુખ, ડોક, હ્રદય, નાભિ, ગુહ્ય, સાથળ, જાનુ, પીંડિ, ચરણ આદિ સ્થાનો વાસ્તુશાસ્ત્ર આદિ ગ્રંથોમાં કહેલા પ્રમાણથી યુક્ત હોય અને આંખ, કાન, સ્કંધ, હાથ, આંગળી વગે૨ે સર્વ અવયવો અદૂષિત હોય, સમચતુરસ સંસ્થાનમાં રહેલું હોય, પર્યંકાસન અથવા તો કાયોત્સર્ગથી શોભતું હોય, સર્વાંગ સુંદર હોય, વિધિથી ચૈત્ય વગેરેમાં પ્રતિષ્ઠિત કરેલું હોય, આવું પૂજાતું શ્રી જિનબિંબ સર્વ ભવ્ય જીવોને ઈચ્છિતાર્થને પ્રાપ્ત કરાવનારું થાય છે. ઉપર કહેલા લક્ષણથી રહિત જિનબિંબ અશુભ અર્થનો સૂચક હોવાથી પૂજવા યોગ્ય જ નથી. તથા ઉપર કહેલા લક્ષણથી યુક્ત એવું પણ જિનબિંબ કોઈ પણ રીતે ૧૦૦ વર્ષ પહેલાં પોતાના અવયવોમાં દૂષિત થયેલું હોય તો તે પણ પૂજવા યોગ્ય નથી. હવે જો ઉત્તમ પુરુષો (પૂર્વાચાર્યો)એ વિધિપૂર્વક ચૈત્ય વગેરેમાં સ્થાપિત કરેલું જિનબિંબ સો વર્ષ પછી ખંડિત થયેલું હોય તો પણ તેને પૂજવામાં પણ કોઈ દોષ નથી. કહ્યું છે કેवरिससयाओ उड्डुं जं बिंब उत्तमेहिं संठवियं ।
વિયાંનુ વિ પૂરૂષ્નફ, તે વિંનં નિતં ન નો ॥ ॥