________________
આત્મપ્રબોધ
તે જિનપ્રતિમાના વર્ણનનો વિસ્તાર આ પ્રમાણે છે- તે પ્રતિમાના હાથે-પગના તળીયા તપનીય સુવર્ણના છે, નખો અંકરતના છે, નખોનો અંત્ય ભાગ લોહિતાક્ષરતમય છે, જંઘાઓ કનકમય છે, જાન કનકમાય છે, છાતી કનકમય છે, ગાત્રયષ્ટિ (સ્તન) કનકમય છે, સ્તનનો આગળનો ભાગ તપનીય સુવર્ણમય છે, નાભી તપનીય સુવર્ણમય છે, રોમરાજી રિક્ટરમય છે, શ્રીવત્સ તપનીય સુવર્ણમય છે, ઓષ્ઠ શિલપ્રવાલના છે, દાંત સ્ફટીકમય છે, જીભ તપનીય સુવર્ણમય છે, તાળવું તપનીય સુવર્ણમય છે, નાસિકા રિક્ટરનમય છે, નાસિકાનો અંદરનો ભાગ લોહિતાક્ષરતમય છે, આંખો અંકરતમય છે, આંખનો અંદરનો ભાગ લોહિતાક્ષરનમય છે, કીકીઓ રિક્ટરનમય છે, આંખની પાંપણ રિક્ટરતમય છે, ભૃકુટીઓ રિઝરતમય છે, કાન કનકમય છે, લલાટપટ્ટ કનકમય છે, મસ્તકની ઘડીઓ વજરતમય છે, કેશના મૂળની ભૂમિ તપનીય સુવર્ણમય છે, ઉપરના વાળ રિઝરતમય છે.
હવે તે જિનપ્રતિમાના પરિકરનું વર્ણન આ પ્રમાણે છે- તે પ્રત્યેક જિન પ્રતિમાઓની પાછળ લીલાપૂર્વક છત્રને ધારણ કરતી પ્રતિમાઓ રહેલી છે. તે છત્ર હિમ-રજત-કુંદપુષ્પ-ચંદ્રસમાનવર્ણવાળું, કોરિંટથી સહિત ફૂલોની માળાવાળું અને ઉજ્જવળ છે. તે જિન પ્રતિમાઓની બંને બાજુ અલગ અલગ ચામરને ધારણ કરનારી પ્રતિમાઓ રહેલી છે. તે ચામરો શંખ-અંક-રત-કુંદપુષ્પ-સ્ફટિકરતરજત જેવા અને ક્ષીર સમુદ્રના પાણીને મથવાથી થયેલા ફીણના સમૂહ સમાન સફેદ છે. તે ચામરોના દંડમાં ચંદ્રકાંત, વજ અને વૈર્ય મણિરતો અને બીજા પણ વિવિધ પ્રકારના મણિરતો જડેલાં છે. ચામરોના વાળ સૂક્ષ્મ, રજત જેવા સફેદ અને લાંબા છે. તે પ્રતિમાઓ આવા ચામરોને ગ્રહણ કરીને લીલાપૂર્વક વિંઝતી વિંઝતી રહેલી છે. તે જિનપ્રતિમાઓની આગળ બે નાગ પ્રતિમાઓ છે, બે ભૂત પ્રતિમાઓ છે, બે જિનયક્ષ પ્રતિમાઓ છે, બે કુંડને ધારણ કરનારી પ્રતિમાઓ મૂકેલી છે. તે સર્વ પ્રતિમાઓ રતમય છે, સ્વચ્છ છે, યાવત્ સમાનરૂપવાળી છે. ત્યાં તે જિન પ્રતિમાઓની આગળ ૧૦૮ ઘંટો છે. ૧૦૮ શૃંગારો છે. એ પ્રમાણે ૧૦૮ દર્પણ ભાવ ૧૦૮ મોરપીંછથી બનાવેલી પુષ્પની ચંગેરીઓ છે. ૧૦૮ મોરપીંછથી બનાવેલી પુષ્પની પટલો છે. ૧૦૮ તેલપાત્ર છે. યાવત્ ૧૦૮ અંજનપાત્ર છે. ૧૦૮ ધૂપધાણાં રહેલાં છે.
આ પ્રમાણે જંબૂદ્વીપમાં રહેલાં સર્વ સિંદ્ધાયતનોમાં દરેકમાં ૧૦૮ જ જિનપ્રતિમાઓ છે. એ પ્રમાણે છઠ્ઠા ઉપાંગમાં કહેવાયેલું છે અને આના અનુસાર ત્રણ લોકમાં રહેલાં સર્વ સિદ્ધાયતનોમાં ૧૦૮ જ પ્રતિમા જાણવી અને આથી જ “ ભૂમીત્યાદ્રિ' સ્તોત્રમાં પણ આ જ સંખ્યા સ્વીકારી છે. એ પ્રમાણે બુદ્ધિશાળીઓએ જાણવું.
પ્રશ્ન- તમોએ ચૈત્ય વગેરેની આટલી સંખ્યા જણાવી, પરંતુ જો અધિક સંખ્યાવાળાં ચૈત્યો વગેરે હોય તો ઓછી સંખ્યા કહેવામાં મહાન દોષ થશે.
ઉત્તર- તમારું કહેવું સારું છે. આથી જ સ્તોત્રના અંતે ત્રણ લોકમાં રહેલા સકળ શાશ્વત અને અશાશ્વત જિનચૈત્ય વગેરેને નમસ્કાર જણાવનારી “ વિવિ નાતિત્થ' ઇત્યાદિ ગાથા